Get The App

વિજય હઝારે ટ્રોફીમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની સેલેરી જાણીને વિશ્વાસ નહીં થાય! આંકડો ચોંકાવનારો

Updated: Dec 27th, 2025

GS TEAM

Google News
Google News
Vijay Hazare Trophy match fees


Vijay Hazare Trophy Salary: Kohli and Rohit’s Match Fee Explained | વિરાટ કોહલી અને રોહિત શર્મા વિજય હઝારે ટ્રોફીમાં ધૂમ મચાવી રહ્યા છે. બંને ખેલાડીઓની લોકચાહના એટલી છે કે ઘરેલુ ક્રિકેટની મેચ જોવા સ્ટેડિયમમાં ખચોખચ ભીડ જોવા મળી રહી છે. એવામાં શું તમને ખબર છે કે આ ઘરેલુ મેચથી કોહલી અને શર્મા કેટલા રૂપિયા કમાઈ રહ્યા છે? 

વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ખેલાડી છે. આ સિવાય તેમને IPLમાં પણ કરોડો રૂપિયાની આવક થાય છે. જોકે વિજય હઝારે ટ્રોફીમાં તો ખેલાડીને તેના અનુભવ અનુસાર જ મેચ ફીસ આપવામાં આવે છે. 

વિજય હઝારે ટ્રોફી સેલેરી સ્ટ્રક્ચર

ખેલાડીઓને ત્રણ શ્રેણીમાં વહેંચવામાં આવે છે

1. સિનિયર કેટેગરી : 40થી વધુ લિસ્ટ-એ મેચ 

પ્લેઈંગ-11ના ખેલાડીને 60 હજાર રૂપિયા પ્રતિ મેચ

રિઝર્વ ખેલાડીને 30 હજાર રૂપિયા પ્રતિ મેચ 

2. મિડ લેવલ કેટેગરી : 21થી 40 લિસ્ટ-એ મેચ

પ્લેઈંગ-11ના ખેલાડીને 50,000 રૂપિયા પ્રતિ મેચ

રિઝર્વ ખેલાડીને 25,000 રૂપિયા પ્રતિ મેચ 

3. જુનિયર કેટેગરી : 20થી ઓછી લિસ્ટ-એ મેચ 

પ્લેઈંગ-11ના ખેલાડીને 40,000 રૂપિયા પ્રતિ મેચ

રિઝર્વ ખેલાડીને 20,000 રૂપિયા પ્રતિ મેચ 

પ્લેયર ઑફ ધ મેચને 10 હજાર રૂપિયાનું ઈનામ 

વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેને 40થી વધુ લિસ્ટ-એ મેચો રમવાનો અનુભવ છે તેથી તેમને એક મેચ રમવાના 60 હજાર રૂપિયા મળે છે. ખેલાડીઓને આ આ સિવાય ડેલી અલાઉન્સમ, પ્લેયર ઓફ ધ મેચને 10 હજાર રૂપિયા આપવામાં આવે છે.