Hardik Pandya Post About Mahieka Sharma: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મીડિયા પાપારાઝી પર સખત નારાજગી વ્યક્ત કરી છે. હાર્દિકે તેની ગર્લફ્રેન્ડ, અભિનેત્રી માહિકા શર્માનો ખરાબ એન્ગલથી વીડિયો અને ફોટો પાડવા બદલ પાપારાઝી પર ભડક્યો છે અને સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ લખીને મહિલાઓના સન્માનની વાત કરી છે.
'દરેક મહિલાનું સન્માન કરવું જોઈએ'
મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ બહાર બનેલી ઘટના અંગે હાર્દિક પંડ્યાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, 'હું સમજું છું કે લોકોની નજરમાં રહેવા માટે ધ્યાન રાખવું પડે છે; તે મારા જીવનનો એક ભાગ છે. પરંતુ આજે હદો વટાવી ગયું. માહિકા બાંદ્રાના એક રેસ્ટોરન્ટમાં સીડીઓ પરથી નીચે ઉતરી રહી હતી ત્યારે પાપારાઝીએ એવા એન્ગલથી તસવીરો લીધી જે કોઈપણ મહિલા માટે યોગ્ય નથી.'
આ પણ વાંચો: IPL મિનિ ઓક્શનમાં સ્ટાર ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી, કુલ 350 ખેલાડીઓ પર લાગશે બોલી
આ ઘટનાથી ગુસ્સે થયેલા હાર્દિકે પાપારાઝીને સંયમ જાળવવાની વિનંતી કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ભારપૂર્વક લખ્યું, 'આ હેડલાઇન્સ કે કોણે શું ક્લિક કર્યું તે વિશે નથી, વાત સન્માનની છે. દરેક મહિલાનું સન્માન કરવું જોઈએ. દરેકને પોતાની મર્યાદાનો અધિકાર છે. મીડિયામાં જે લોકો દરરોજ સખત મહેનત કરે છે, હું તમારા સખત મહેનતનો આદર કરું છું અને હું હંમેશા તમને સહયોગ આપું છું. પરંતુ હું તમને અપીલ કરું છું કે પ્લીઝ થોડા વધુ સાવધાન રહો. બધું ક્લિક કરવું યોગ્ય નથી. દરેક એન્ગલને લેવું જરૂરી નથી. થોડી માનવતા જાળવી રાખો. આભાર.'

ઓક્ટોબરમાં સત્તાવાર સંબંધોની પુષ્ટિ કરી
ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા અને અભિનેત્રી માહિકા શર્મા વચ્ચેના સત્તાવાર સંબંધોની પુષ્ટિ ગયા ઓક્ટોબરમાં થઈ હતી. હાર્દિકે તેના જન્મદિવસ પર માહિકા સાથેનો એક કપલ વીડિયો શેર કરીને આ સંબંધ જાહેર કર્યો હતો. ત્યારથી તેઓ જાહેરમાં સાથે જોવા મળે છે.


