Sports

149 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર 'ચમત્કાર', જે ભારત-ઓસ્ટ્રેલિયા ન કરી શક્યા તે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું

By GS Team
10 Nov 20262 mins read
TukuTouch Logo
શારજાહમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં ઝિમ્બાબ્વેએ ઇતિહાસ રચ્યો છે. 149 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ટીમે એક જ મેચની બંને ઇનિંગ્સમાં 500થી વધુ રન બનાવ્યા છે. ઝિમ્બાબ્વેએ પ્રથમ ઇનિંગ્સમાં 504 અને બીજી ઇનિંગ્સમાં 523/5 રન બનાવ્યા. આ મેચમાં કુલ 6 સદી નોંધાઈ હતી, જેમાં ક્રેગ ઇરવિનની અણનમ 206 રનની બેવડી સદી મુખ્ય હતી. આ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

149 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર 'ચમત્કાર', જે ભારત-ઓસ્ટ્રેલિયા ન કરી શક્યા તે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું

Afg vs Zim test : શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાન સામે રમાયેલી ટેસ્ટ મેચમાં ઝિમ્બાબ્વેની ક્રિકેટ ટીમે એક એવો વિશ્વ વિક્રમ સર્જ્યો છે જે ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના લાંબા ઇતિહાસમાં આજદિન સુધી ભારત, ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડ જેવી કોઈ પણ મોટી ટીમ નથી કરી શકી. ઝિમ્બાબ્વેએ આ મુકાબલાની બંને ઇનિંગ્સમાં 500 કે તેથી વધુ રન બનાવવાની અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે.

આ મેચમાં ઝિમ્બાબ્વેએ પ્રથમ ઇનિંગ્સમાં 504 રન બનાવ્યા હતા, જેના જવાબમાં અફઘાનિસ્તાને પ્રથમ ઇનિંગ્સમાં 514 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ ઝિમ્બાબ્વેએ પોતાની બીજી ઇનિંગ્સમાં 5 વિકેટે 523 રન બનાવીને ઇનિંગ્સ ડિક્લેર કરી હતી.

આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ઇતિહાસમાં આ પ્રથમ એવો અવસર છે જ્યારે કોઈ ટીમે એક જ મેચની બંને ઇનિંગ્સમાં 500નો આંકડો પાર કર્યો હોય. આ રન-ફેસ્ટ મુકાબલામાં બેટ્સમેનોનો સંપૂર્ણ દબદબો રહ્યો હતો અને સમગ્ર મેચ દરમિયાન કુલ 6 શતક જોવા મળ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી 41 વર્ષીય અનુભવી બેટ્સમેન ક્રેગ ઇરવિને અણનમ 206 રનની શાનદાર બેવડી શતકીય ઈનિંગ રમી હતી, જેનાથી તે ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર દુનિયાના ત્રીજા સૌથી વયલા બેટ્સમેન બન્યા છે. તેમની સાથે વેસ્લી મધેવેરે પણ 100 રનની અણનમ સદી ફટકારીને ઉત્તમ સાથ આપ્યો હતો.

અફઘાનિસ્તાન તરફથી પણ પ્રથમ ઇનિંગ્સમાં રહેમત શાહ, સેદિકુલ્લાહ અટલ અને રહમાનુલ્લાહ ગુરબાઝે શાનદાર સદીઓ ફટકારી હતી. આ 5 દિવસીય રોમાંચક મેચ દરમિયાન કુલ 25 વિકેટો પરાસ્ત થઈ હતી અને રેકોર્ડબ્રેક 1,541 રનનો જંગી સ્કોર બન્યો હતો. ઝિમ્બાબ્વેની પહેલી ઇનિંગ્સમાં બ્રેન્ડન ટેલરે 131 રન અને બ્રાયન બેનેટે 128 રનનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જોકે, આ ભવ્ય મુકાબલો આખરે અનિર્ણિત (ડ્રો) પર સમાપ્ત થયો હતો, પરંતુ ઝિમ્બાબ્વેએ રચેલો આ અનોખો કીર્તિમાન ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં હંમેશા માટે સુવર્ણ અક્ષરે નોંધાઈ ગયો છે.