Sports

20 વર્ષ પછી ફિફા સેમિફાઈનલમાં ટકરાશે ઈંગ્લેન્ડ અને આર્જેન્ટિના! 1962માં બંને ટીમ વચ્ચે શરૂ થઈ હતી કટ્ટર દુશ્મનાવટ

By GS Team
14 Jul 20262 mins read
TukuTouch Logo
ફૂટબોલ ચાહકો માટે મોટા સમાચાર! બે દાયકા પછી, 16 જુલાઈ ગુરુવારે ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિના FIFA વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલમાં ટકરાશે. મેક્સિકો સિટીના એજ્ટેકા સ્ટેડિયમમાં આ કટ્ટર પ્રતિસ્પર્ધી ટીમો વચ્ચે ફાઇનલમાં પહોંચવા માટે જોરદાર જંગ ખેલાશે. હેડ-ટુ-હેડ રેકોર્ડમાં ઇંગ્લેન્ડ 3 જીત સાથે આગળ છે, જ્યારે આર્જેન્ટિનાએ 2 મેચ જીતી છે. આર્જેન્ટિનાના કોચ લિયોનેલ સ્કાલોનીએ 13 વર્લ્ડ કપ મેચનો નવો રેકોર્ડ બનાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

20 વર્ષ પછી ફિફા સેમિફાઈનલમાં ટકરાશે ઈંગ્લેન્ડ અને આર્જેન્ટિના! 1962માં બંને ટીમ વચ્ચે શરૂ થઈ હતી કટ્ટર દુશ્મનાવટ

England vs Argentina Semifinal Clash After Two Decades : ફૂટબોલ જગતના ચાહકો જે ઘડીની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે આખરે આવી ગઈ છે. પૂરા બે દાયકા બાદ, 16 જુલાઈ ગુરુવારના રોજ ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિનાની ટીમો ફીફા વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલમાં એકબીજાને ટક્કર આપશે. આ મેચ સાથે જ વર્લ્ડ કપના ઇતિહાસની સૌથી જૂની અને કટ્ટર પ્રતિસ્પર્ધિતાઓમાંની એક ફરી જીવંત થઈ ગઈ છે. બંને ટીમો વચ્ચે ફાઇનલમાં પહોંચવા માટે મેક્સિકો સિટીના પ્રખ્યાત એજ્ટેકા સ્ટેડિયમમાં જોરદાર જંગ જોવા મળશે.

હેડ-ટુ-હેડ રેકોર્ડમાં ઇંગ્લેન્ડ ભારે
વર્લ્ડ કપના ઇતિહાસ પર નજર કરીએ તો ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે અત્યાર સુધીમાં કુલ 5 મુકાબલા ખેલાયા છે. આ દરમિયાન ઇંગ્લેન્ડની ટીમનો પલ્લો થોડો ભારે રહ્યો છે. ઇંગ્લેન્ડે 3 મેચોમાં જીત મેળવી છે, જ્યારે આર્જેન્ટિનાને 2 મેચોમાં સફળતા મળી છે (જેમાં એક પેનલ્ટી શૂટઆઉટની જીત પણ સામેલ છે).

1966ના ઐતિહાસિક મુકાબલામાં વેમ્બલી સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડે ટ્રોફી તો જીતી લીધી હતી, પરંતુ એ મેચ દરમિયાન બંને ટીમો વચ્ચે પેદા થયેલી કડવાશ અને ખરાબ ભાવના દાયકાઓ સુધી ફૂટબોલ પિચ પર દેખાતી રહી છે.

કોચ લિયોનેલ સ્કાલોનીનો નવો રેકોર્ડ

બીજી તરફ, સ્વિટ્ઝરલેન્ડને શાનદાર મેચમાં હરાવીને આર્જેન્ટિનાએ સેમિફાઇનલમાં જગ્યા પાકી કરી લીધી છે. આ જીતની સાથે જ આર્જેન્ટિનાના મેનેજર લિયોનેલ સ્કાલોનીએ વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરીને નેશનલ ટીમના ઇતિહાસના સૌથી સફળ મેનેજરોમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે.

સ્વિટ્ઝરલેન્ડ સામેની મેચ લિયોનેલ સ્કાલોનીની આર્જેન્ટિનાના નેશનલ કોચ તરીકેની 13મી વર્લ્ડ કપ મેચ હતી. આ સાથે જ તેમણે 1978ના વર્લ્ડ કપ ચેમ્પિયન કોચ સીઝર લુઈસ મેનોટ્ટીનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેમણે 12 વર્લ્ડ કપ મેચોમાં ટીમનું સંચાલન કર્યું હતું.

હવે સ્કાલોનીની નજર કાર્લોસ સાલ્વાડોર બિલાર્ડોના રેકોર્ડને પાર કરવા પર છે, જેમણે કોચ તરીકે 14 વર્લ્ડ કપ મેચોમાં ટીમ સંભાળી હતી. હાલમાં બિલાર્ડો પછી આર્જેન્ટિનાના ઇતિહાસમાં બીજા ક્રમે લિયોનેલ સ્કાલોની આવી ગયા છે.