Sports

પિતા જેવો જ વિસ્ફોટક અંદાજ: સેહવાગના પુત્ર આર્યવીરની U-19 એશિયા કપમાં તોફાની સદી, ફટકાર્યા 160 રન!

By GS Team
10 Nov 20262 mins read
TukuTouch Logo
પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગે U19 એશિયા કપ 2026માં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તેણે UAE સામે 168 બોલમાં 17 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 160 રન ફટકારીને ભારતને વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું હતું. આ ઇનિંગ્સ સાથે તે U19 એશિયા કપના ઇતિહાસમાં 8મા સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર બેટ્સમેન બન્યો છે. તેણે નેપાળ સામે 70* રન પણ બનાવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

પિતા જેવો જ વિસ્ફોટક અંદાજ: સેહવાગના પુત્ર આર્યવીરની U-19 એશિયા કપમાં તોફાની સદી, ફટકાર્યા 160 રન!

Aryavir Sehwag Storms Into U19 Asia Cup Top Ten: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગે અંડર-19 એશિયા કપ 2026માં પોતાની તોફાની બેટિંગથી તહેલકો મચાવી દીધો છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે રમાયેલા મુકાબલામાં આર્યવીરે શાનદાર 160 રનની મેરેથોન ઇનિંગ્સ રમીને ભારતીય અંડર-19 ટીમને વિશાળ સ્કોર સુધી પહોંચાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે.

આ ઐતિહાસિક સદી સાથે જ આર્યવીરે અંડર-19 એશિયા કપના ઇતિહાસમાં સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ્સ રમનારા વિશ્વના ટોચના બેટ્સમેનોની યાદીમાં 8મા સ્થાને પોતાનું નામ નોંધાવી દીધું છે.

168 બોલમાં 160 રન: 17 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગા

શરૂઆતમાં ધીમી અને સંઘર્ષપૂર્ણ શરૂઆત બાદ આર્યવીરે ગિયર બદલીને UAEના બોલરોને રીતસરના ધોઈ નાખ્યા હતા. આર્યવીરની શરૂઆત ભારે દબાણવાળી રહી હતી, જ્યાં તે શરૂઆતના 13 બોલ સુધી ખાતું પણ ખોલી શક્યો નહોતો અને 14મા બોલે પોતાનો પહેલો રન બનાવ્યો હતો. જોકે, એકવાર પીચ પર સ્થિર થયા બાદ અને અડધી સદી પૂરી કર્યા પછી તેણે પિતા વિરેન્દ્ર સેહવાગની આક્રમક શૈલીમાં બેટિંગ શરૂ કરી હતી. તેણે 131 બોલમાં પોતાની શાનદાર સદી પૂરી કરી હતી અને સદી બાદ વધુ આક્રમક બનીને 168 બોલમાં 17 ચોગ્ગા તથા 7 છગ્ગા સાથે 160 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. આ સમગ્ર ઇનિંગ્સ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 95.24નો રહ્યો હતો.

અંડર-19 એશિયા કપના ઇતિહાસમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનારા બેટ્સમેનો

આ યાદીમાં ભારતના વૈભવ સૂર્યવંશી 171 રનની ઇનિંગ્સ સાથે છઠ્ઠા સ્થાને છે, જ્યારે આર્યવીરે 8મા સ્થાને એન્ટ્રી કરી છે:

  • અભિજ્ઞાન અભિષેક કુંડૂ: અણનમ 209 રન
  • સૌમ્ય સરકાર: 209 રન
  • સમીર મિન્હાસ: અણનમ 177 રન
  • મીત ભાવસાર: અણનમ 175 રન
  • સમીર મિન્હાસ: 172 રન
  • વૈભવ સૂર્યવંશી: 171 રન
  • અયાન મિસ્બાહ: 163 રન
  • આર્યવીર સેહવાગ: 160 રન
  • શાહઝૈબ ખાન: 159 રન
  • અહસાન અલ મુમીન: અણનમ 152 રન
  • આર્યન સક્સેના: 150 રન
  • ઓમ થાન: અણનમ 139 રન

U19 એશિયા કપ 2026માં આર્યવીર સેહવાગનું પ્રદર્શન

ટૂર્નામેન્ટ દરમિયાન આર્યવીર સતત શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે:

  • નેપાળ સામે: અણનમ 70 રન (52 બોલ)
  • પાકિસ્તાન સામે: 22 રન (40 બોલ)
  • UAE સામે: 160 રન (167 બોલ)