સચિન તેંડુલકરને મળ્યું મોટું સન્માન, ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની BGT ટ્રોફી વચ્ચે કરાઈ જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sachin Tendulkar: સચિન તેંડુલકરની ગણતરી વિશ્વના સૌથી મહાન બેટર તરીકે થાય છે. તે ટેસ્ટ અને વનડેમાં સૌથી વધારે રન બનાવનાર બેટર છે. તે એકમાત્ર એવો પ્લેયર છે, જેના નામ પર 100 સદી નોંધાયેલી છે. હવે સચિન તેંડુલકરે મેલબોર્ન ક્રિકેટ ક્લબના માનદ સભ્ય બનવાનું નિમંત્રણ સ્વીકારી લીધું છે. આ વાતની પુષ્ટિ મેલબોર્ન ક્રિકેટ ક્લબે (એમસીસી) એક્સ પર પોસ્ટ દ્વારા કરી છે.
MCC એ આપી માહિતી
ઓસ્ટ્રેલિયાના સૌથી જૂના સ્પોર્ટ ક્લબમાંથી એક મેલબોર્ન ક્રિકેટ ક્લબ(એમસીસી)ની સ્થાપના 1838માં થઈ હતી. ક્રિકેટના પ્રમુખ સ્થાનમાંથી એક મેલબોર્ન ક્લબ ક્રિકેટ મેદાન(એમસીજી)ના પ્રબંધન અને વિકાસ માટે જવાબદાર છે. એમસીસીએ 'એક્સ' પર પોસ્ટ કરીને લખ્યું કે, એક 'આઇકન'ને સન્માનિત કરવામાં આવી રહ્યો છે. એમસીસીને જાહેરાત કરતાં ખુશી થઈ રહી છે કે, ક્રિકેટમાં પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપનાર સચિન તેંડુલકરે આ ક્લબના માનદ સભ્યપદનો સ્વીકાર કર્યો છે.
MCGમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય બેટર
સચિન તેંડુલકર એમસીજીમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ભારતીય બેટર છે. જેણે આ મેદાનમાં પાંચ ટેસ્ટ મેચમાં 44.90ની સરેરાશ અને 58.69ના સ્ટ્રાઇક રેટથી 449 રન બનાવ્યા હતાં. તેણે આ મેદાન પર એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી હતી. આ પહેલાં 2012માં તેંડુલકરને ઓસ્ટ્રેલિયાના સર્વોચ્ચ સન્માનમાંથી એક 'ઑર્ડર ઑફ ઓસ્ટ્રેલિયા'થી સન્માનિત કરવામાં આવ્યો હતો. એમસીજી વર્તમાનમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની સીરિઝની ચોથી ટેસ્ટની મેજબાની કરી રહ્યું છે.
ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યા 15 હજારથી વધારે રન
ભારતીય ટીમ માટે સચિન તેંડુલકરે ટેસ્ટ મેચમાં કુલ 15,921 રન બનાવ્યા હતા, જેમાં તેણે 51 સદી ફટકારી હતી અને 463 વનડે મેચમાં તેના નામ પર 18,426 રન નોંધાયેલા છે. વનડેમાં તેણે 49 સદી ફટકારી હતી. ભલે તે ઘરમાં રમે કે વિદેશમાં, તેણે દુનિયાના દરેક મેદાનમાં પોતાની બેટિંગથી કમાલ કરી હતી.




