Sports

વન-ડે ક્રિકેટ ઈતિહાસની 5000 મેચ પૂર્ણ થવા છતાં આજે પણ સચિનનો વર્લ્ડ રેકોર્ડ કાયમ

By GS Team
8 Aug 20263 mins read
TukuTouch Logo
તાજેતરમાં સ્કોટલેન્ડ અને કેનેડા વચ્ચે 7 ઓગસ્ટે રમાયેલી મેચ ODI ક્રિકેટના ઇતિહાસની 5000મી મેચ બની, જેમાં સ્કોટલેન્ડ 9 રને જીત્યું. આ ઐતિહાસિક પળ નિમિત્તે, સચિન તેંડુલકરનો 18,426 રનનો વર્લ્ડ રેકોર્ડ 26 વર્ષથી અડીખમ છે, જે તોડવો વિરાટ કોહલી માટે લગભગ અશક્ય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વન-ડે ક્રિકેટ ઈતિહાસની 5000 મેચ પૂર્ણ થવા છતાં આજે પણ સચિનનો વર્લ્ડ રેકોર્ડ કાયમ

History Created In ODI Cricket: વન-ડે ક્રિકેટમાં હાલમાં જ એક નવો ઈતિહાસ રચાયો છે, જ્યારે શુક્રવારે (7 ઓગસ્ટ) સ્કોટલેન્ડ અને કેનેડા વચ્ચે મેચ રમાઈ હતી. હવે તમે વિચારી રહ્યા હશો કે આ મેચમાં એવું તો શું ખાસ છે, તો તમને જણાવી દઈએ કે સ્કોટલેન્ડ અને કેનેડા વચ્ચે રમાયેલી આ મેચ વન-ડે ક્રિકેટના ઈતિહાસની 5000મી મેચ હતી. આ મેચમાં સ્કોટલેન્ડે 9 રનથી વિજય મેળવ્યો હતો. ક્રિકેટના તમામ ફોર્મેટમાં વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમાઈ છે. ક્રિકેટના સૌથી જૂના ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 2,628 મેચ રમાઈ છે, જ્યારે સૌથી નવા ફોર્મેટ T20માં 4,059 મેચ રમાઈ ચૂકી છે. હાલ જે ઝડપે T20 ક્રિકેટ રમાઈ રહ્યું છે, તેને જોતાં આગામી સમયમાં આ ફોર્મેટ વન-ડે ક્રિકેટના આ રેકોર્ડને ઓવરટેક કરી લેશે.

વનડે ક્રિકેટની 5000મી મેચ પ્રસંગે ESPNcricinfo એ આ ફોર્મેટના કેટલાક એવા રેકોર્ડ્સ શેર કર્યા છે, જેના પર કાં તો ખેલાડીઓએ અથવા ટીમે લાંબા સમય સુધી રાજ કર્યું છે. આ લિસ્ટમાં 'ક્રિકેટના ભગવાન' ગણાતા સચિન તેંડુલકરના નામે એક એવો વર્લ્ડ રેકોર્ડ છે, જે આજે પણ તેના નામે જ નોંધાયેલો છે. તમને જણાવી દઈએ કે, સચિને છેલ્લી વન-ડે મેચ 2012માં રમી હતી.

સચિન તેંડુલકરના નામે સૌથી વધુ ODI રનનો વર્લ્ડ રેકોર્ડ

સચિન તેંડુલકરના નામે છેલ્લા 26 વર્ષથી વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. તેણે પોતાના કરિયરનો અંત રેકોર્ડ 18,426 રન સાથે કર્યો હતો. માસ્ટર બ્લાસ્ટર વન-ડેમાંથી નિવૃત્ત થયાને 14 વર્ષ થઈ ગયા છે, છતાં આજે પણ આ રેકોર્ડ તેમના નામે કાયમ છે.

વિરાટ કોહલી 14,941 રન સાથે બિલકુલ તેમની પાછળ છે, પરંતુ સચિન તેંડુલકરને પછાડવો એ તેના માટે લગભગ અશક્ય છે. કોહલી ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે, તે હવે માત્ર વન-ડે ફોર્મેટમાં જ એક્ટિવ છે. જોકે, તેના હજુ 2027નો વર્લ્ડ કપ રમવા પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તેના માટે સચિનનો આ રેકોર્ડ તોડવો અશક્ય જ માનવામાં આવી રહ્યો છે.

જે રીતે વન-ડે ક્રિકેટમાં ઘટાડો આવ્યો છે તે જોતાં એ કહેવું પણ ખોટું નહીં હોય કે તેનો આ રેકોર્ડ હવે અમર થઈ ગયો છે. ભાગ્યે જ હવે કોઈ એવો ખેલાડી હશે જે વન-ડેમાં સચિન તેંડુલકરનો 18,426 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડી શકશે.

વન-ડે ક્રિકેટમાં સૌથી લાંબા સમય સુધી આ રેકોર્ડ પર રાજ

વન-ડે ક્રિકેટના ઘણા એવા રેકોર્ડ્સ છે જેના પર કાં તો ખેલાડીઓએ અથવા તો ટીમોએ ખૂબ જ લાંબા સમય સુધી રાજ કર્યું છે. જોકે આમાંથી કેટલાક રેકોર્ડ્સ આજે પણ કાયમ છે, તો કેટલાક રેકોર્ડ્સ ધ્વસ્ત થઈ ચૂક્યા છે.

સૌથી વધુ ટીમ ટોટલ: શ્રીલંકા (3710 દિવસ)

સૌથી વધુ વ્યક્તિગત સ્કોર: વિવ રિચર્ડ્સ (4738 દિવસ)

બેસ્ટ બોલિંગ ફિગર: ચમિંડા વાસ (25 વર્ષ)

સૌથી વધુ વિકેટ: મુથૈયા મુરલીધરન (17 વર્ષ)

સૌથી વધુ રન: સચિન તેંડુલકર (26 વર્ષ)

સૌથી ઝડપી સદી: શાહિદ આફ્રિદી (6298 દિવસ)

સૌથી ઝડપી ફિફ્ટી: સનથ જયસૂર્યા (6860 દિવસ)

સૌથી વધુ સદી: સચિન તેંડુલકર (9171 દિવસ)

સૌથી વધુ પાંચ વિકેટ હોલ: વકાર યૂનિસ (33 વર્ષ)