England Vs Nepal: ટી20 વર્લ્ડ કપ 2026નો 5મો મુકાબલો આજે(8 ફેબ્રુઆરી) ઇંગ્લેન્ડ અને નેપાળ વચ્ચે રમાયો હતો. જેમાં ઇંગ્લેન્ડની ટીમે માત્ર 4 રને જીત હાંસલ કરી. આ મેચનું પરિણામ અંતિમ બોલ પર આવ્યું. આ મેચ મુંબઈના વાનખેડે મેદાન પર રમાઈ. ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા. પરંતુ નેપાળે છેલ્લા બોલ સુધી લડાઈ લડી અને માત્ર 4 રનથી હાર્યું. નેપાળે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 180 રન બનાવ્યા હતા.
છેલ્લી 2 ઓવર રહી રોમાંચક
છેલ્લી 2 ઓવરમાં નેપાળને જીત માટે 24 રનની જરૂર હતી. 19મી ઓવરમાં વુડના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો અને પછી સતત 2 વાઇડ ગઈ. બીજા બોલ પર કોઈ રન ન આવ્યો. પરંતુ ત્રીજા બોલ પર લોકેશે ફરી ચોગ્ગો ફટકાર્યો. ત્યારબાદ ફરી એક વાઇડ આવ્યો. ચોથા બોલ પર 2 રન આવ્યા. 5માં બોલ પર એક રન આવ્યો. પછી 19મી ઓવરના છેલ્લા બોલ પર ગુલશન ઝા બોલ્ડ થઈ ગયો. એટલે છેલ્લા 6 બોલ પર જીત માટે નેપાળને 10 રનની જરૂર હતી.
20મી ઓવરના પહેલા બોલ પર કોઈ રન ન મળ્યો. બીજા બોલ પર એક રન આવ્યો. ત્રીજા બોલ પર પણ એક રન આવ્યો. ચોથા બોલ પર લોકેશે 2 રન લીધા. ત્યારે બે બોલમાં 6 રનની જરૂર હતી. 5માં બોલ પર લોકેશ રન ન બનાવી શક્યો. છેલ્લા બોલ પર 6 રનની જરૂર હતી. પરંતુ લોકેશ માત્ર એક જ રન બનાવી શક્યો. આમ, ઇંગ્લેન્ડે આ મેચ 4 રનથી જીતી લીધી.
ઇંગ્લેન્ડ (પ્લેઇંગ 11): ફિલ સાલ્ટ, જોસ બટલર, જૈકબ બેથેલ, ટોમ બેન્ટન, હૈરી બ્રૂક, સેમ કરેન, વિલ જૈક્સ, લિયામ ડોસન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, લ્યૂક વુડ.
નેપાળ (પ્લેઇંગ 11): કુશલ ભુર્ટેલ, આસિફ શેખ, રોહિત પૌડેલ, દીપેન્દ્ર સિંહ એરી, આરિફ શેખ, લોકેશ બામ, ગુલસન ઝા, કરણ કેસી, નંદન યાદવ, સંદીપ લામિછાને, શેર મલ્લા.


