જોકોવિચ બન્યા વિરાટના ફેન: કિંગ કોહલી પાસેથી ક્રિકેટની કઈ ખાસ કળા શીખવા માંગે છે ટેનિસના સરતાજ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Novak Djokovic on Virat Kohli: રમતગમતની દુનિયાના બે અલગ-અલગ છેડા પર રાજ કરતા બે મહાન એથ્લેટ્સ વચ્ચેનો પરસ્પર આદર અવારનવાર ફેન્સના દિલ જીતી લે છે. આવો જ એક રસપ્રદ નજારો તાજેતરમાં જોવા મળ્યો છે, જ્યારે ટેનિસની દુનિયાના બેતાજ બાદશાહ સર્બિયાના નોવાક જોકોવિચે ભારતીય ક્રિકેટના દિગ્ગજ વિરાટ કોહલીના મુક્તકંઠે વખાણ કર્યા છે. જોકોવિચે માત્ર કોહલીને ગ્લોબલ સ્ટાર જ નથી ગણાવ્યા, પરંતુ ક્રિકેટના આ સુપરસ્ટાર પાસેથી રમતની એક ખાસ કળા શીખવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.
વિમ્બલ્ડન દ્વારા તેમના ઓફિશિયલ પ્લેટફોર્મ પર જોકોવિચનું આ નિવેદન શેર કરવામાં આવ્યું હતું, જેને બાદમાં નોવાક જોકોવિચે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર રી-શેર કરીને બંને વચ્ચેની બોન્ડિંગને વધુ મજબૂત બનાવી છે.
વિરાટ કોહલી પાસેથી શું શીખવા માંગે છે જોકોવિચ?
વિમ્બલ્ડન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં નોવાક જોકોવિચે વિરાટ કોહલી પ્રત્યે પોતાનો ઊંડો આદર વ્યક્ત કર્યો હતો. જોકોવિચે જણાવ્યું કે,
"વિરાટ કોહલી એક સાચા ગ્લોબલ સ્ટાર છે, ખાસ કરીને ભારતમાં. હું છેલ્લા 10-15 વર્ષથી રમત વિશે ઘણું બધું શીખી રહ્યો છું. મારે હજી પણ મારી રમત સાથે જોડાયેલી સ્કિલ્સ પર કામ કરવાની જરૂર છે, તેથી કદાચ વિરાટ મારી સ્વિંગની ટેકનિકમાં મને મદદ કરી શકે. મારા દિલમાં તેમના માટે ઘણો આદર અને પ્રશંસા છે."

વિરાટ પણ કરી ચૂક્યો છે જોકોવિચની પ્રશંસા
બીજી તરફ વિરાટ કોહલી પણ અનેક પ્રસંગોએ નોવાક જોકોવિચની ખેલદિલી, તેમની ફિટનેસ અને માનસિક મજબૂતીના વખાણ કરતો જોવા મળ્યો છે. કોહલીએ જોકોવિચ સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતા અગાઉ કહ્યું હતું કે, "હું છેલ્લા કેટલાક સમયથી નોવાક જોકોવિચના સતત સંપર્કમાં છું. અમે બંને અવારનવાર મેસેજ દ્વારા એકબીજા સાથે વાતચીત કરીએ છીએ. તે ખૂબ જ દયાળુ વ્યક્તિ છે. દુનિયાના અત્યાર સુધીના મહાન ખેલાડીઓમાં નોવાકનું નામ હંમેશા સન્માન સાથે લેવાશે."
ભારત આવીને વિરાટને મળવાની ઈચ્છા
નોવાક જોકોવિચની ઈચ્છા વિરાટ કોહલીને રૂબરૂ મળવાની અને તેમની સાથે સમય વિતાવવાની પણ છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જોકોવિચે કહ્યું હતું કે,
"મને વિરાટ કોહલી સાથે થોડું ક્રિકેટ અને ટેનિસ રમવું ગમશે. હું ટૂંક સમયમાં જ ભારત આવવાનું પ્લાનિંગ કરી રહ્યો છું અને અમે આ અંગે વાતચીત પણ કરી રહ્યા છીએ. હું ઈચ્છીશ કે તેઓ મારા હોસ્ટ બને અને મને ભારત ફેરવે. હું વિરાટ અને ઇન્ડિયન ક્રિકેટની ખૂબ જ ઇજ્જત કરું છું. સર્બિયામાં ક્રિકેટ એટલું મોટું નથી, જ્યાંથી હું આવું છું, પરંતુ મારી ટીમમાં કેટલાક લોકો બ્રિટિશ છે અને તેમને ક્રિકેટ ખૂબ જ પસંદ છે."









