સીરિઝ જીતીને પણ ઘમંડ ન બતાવ્યો: ઇંગ્લૅન્ડના કૅપ્ટને ટીમ ઇન્ડિયાના વખાણ કરી ફેન્સના દિલ જીત્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

England Captain Harry Brook Calls India Best Team : બ્રિસ્ટલમાં ગુરુવારે રાત્રે રમાયેલી ચોથી T20 ઇન્ટરનેશનલ મેચમાં ઇંગ્લૅન્ડે ભારતને ખરાબ રીતે હરાવ્યું છે. ઇંગ્લૅન્ડે આ T20I મેચમાં 37 બોલ બાકી રહેતા ટીમે ઇન્ડિયાને 9 વિકેટે માત આપી દીધી. પાંચ મેચોની આ T20I સિરીઝ ઇંગ્લૅન્ડે જીતી લીધી છે, અને સિરીઝમાં 3-0થી અજેય લીડ મેળવી લીધી છે. ભારત સામે T20 સિરીઝ જીત્યા પછી પણ, ઇંગ્લૅન્ડના કૅપ્ટન હેરી બ્રૂક બિલકુલ પણ ઘમંડમાં આવ્યા નથી. હેરી બ્રૂકે ટીમ ઇન્ડિયાની મજાક ઉડાવવાને બદલે તેના જોરદાર વખાણ કર્યા છે.
ઇંગ્લૅન્ડે પહેલીવાર ભારત સામે દ્વિપક્ષીય (બાયલેટરલ) T20 સિરીઝ (બે અથવા તેથી વધુ મેચ) પોતાના નામે કરી છે. ઇંગ્લિશ કૅપ્ટન હેરી બ્રૂક ઇંગ્લૅન્ડની ટીમના પ્રદર્શનથી ખૂબ જ ખુશ જોવા મળ્યા. હેરી બ્રૂકે ચોથી T20માં મળેલી જીત બાદ કહ્યું, 'આ મેચમાં અમારું પ્રદર્શન શાનદાર રહ્યું. ભારતને હરાવવું હંમેશા ખાસ હોય છે. તે હંમેશાથી ખૂબ જ સારી ટીમ રહી છે. જે રીતે અમે પિચના હિસાબથી પોતાને ઢાળ્યા છે ,અને તે સપાટીનો સામનો કરવા માટે અલગ-અલગ સ્કિલ્સનો ઉપયોગ કર્યો છે, તેનાથી હું ખૂબ ખુશ છું. જોફ્રા અને ટંગ વચ્ચે ઘણું સારું બને છે. જોફ્રા સ્પિનરો સાથે પણ વાત કરે છે. બસ થોડી-ઘણી વાતચીતથી ઘણો ફરક પડે છે.'
નંબર-1 T20I ટીમ બનવું ગર્વની વાત
ઇંગ્લૅન્ડની ટીમ જો ભારત સામેની T20 સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ જીતવામાં સફળ રહેશે, તો તે આ ફોર્મેટમાં દુનિયાની નંબર-1 ટીમ બની જશે. હેરી બ્રૂકે કહ્યું કે, નંબર-1 બનવું હંમેશા સારું હોય છે. તેમણે કહ્યું, 'જો અમે દુનિયાની નંબર-1 ટીમ બનીશું તો, તે અમારા માટે ગર્વની વાત હશે. અમારો ધ્યેય એ જ છે કે, આ સિરીઝમાં જે પ્રકારનું ક્રિકેટ રમી રહ્યા છીએ, તેને આગળ પણ ચાલુ રાખીએ અને અંતમાં ટ્રોફી જીતીએ.'
અમારી બેટિંગની સૌથી મોટી તાકાત તેની ઊંડાઈ
હેરી બ્રૂકે ચોથી T20 મેચમાં માત્ર 35 બોલનો સામનો કરીને 79 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. પોતાની બેટિંગ વિશે વાત કરતા ઇંગ્લિશ કૅપ્ટને કહ્યું, 'પોતાની બેટિંગને લઈને હું ખુશ છું. મેચ પહેલા કોચ સાથે આ મેદાન પર બેટિંગની રણનીતિ અંગે સારી ચર્ચા થઈ હતી. ખુશી છે કે, હું ટીમ માટે કેટલાક મહત્ત્વના રન બનાવી શક્યો. અમારી બેટિંગની સૌથી મોટી તાકાત તેની ઊંડાઈ છે. આજે અમે રેહાનને ટીમમાં સામેલ કર્યો, જે નંબર 8 પર આવીને મોટા શોટ્સ લગાવવાની ક્ષમતા રાખે છે. આનાથી અમારી બેટિંગ વધુ મજબૂત થાય છે, અને ટીમને વધારાનો ભરોસો મળે છે.'









