Sports

ધોનીની નિવૃત્તિનું રિઝર્વ ડે સાથે છે ખાસ કનેક્શન, માહીના ફેન્સને સતાવી રહ્યો છે આ ડર

By GS Team
29 May 20232 mins read
This article was originally published on 29 May 2023
TukuTouch Logo
IPL 2023ની ફાઇનલ મેચ 28 મેના રોજ રમાવાની હતી, પરંતુ અમદાવાદમાં ભારે વરસાદને કારણે મેચ બીજા દિવસે સ્થગિત થતાં જ એમએસ ધોનીના ફેન્સના ધબકારા વધી ગયા હતા. ધોનીની નિવૃત્તિનો વરસાદ અને રિઝર્વ ડે સાથે ખાસ સંબંધ છે. જેના કારણે ફેન્સને ડર લાગવા લાગ્યો છે કે આ ધોનીની છેલ્લી મેચ હોઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધોનીની નિવૃત્તિનું રિઝર્વ ડે સાથે છે ખાસ કનેક્શન, માહીના ફેન્સને સતાવી રહ્યો છે આ ડર
Image:Twitter

IPL 2023ની ફાઇનલ મેચ 28 મેના રોજ રમાવાની હતી, પરંતુ અમદાવાદમાં ભારે વરસાદને કારણે મેચ બીજા દિવસે સ્થગિત થતાં જ એમએસ ધોનીના ફેન્સના ધબકારા વધી ગયા હતા. ધોનીની નિવૃત્તિનો વરસાદ અને રિઝર્વ ડે સાથે ખાસ સંબંધ છે. જેના કારણે ફેન્સને ડર લાગવા લાગ્યો છે કે આ ધોનીની છેલ્લી મેચ હોઈ શકે છે. IPL 2023ની ટાઈટલ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત જાયન્ટ્સની ટક્કર થશે. ચેન્નઈ IPLના ઈતિહાસમાં 10મી વખત ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે.

ધોનીએ વર્લ્ડ કપ હાર્યા બાદ કરી હતી નિવૃત્તિની જાહેરાત

ધોનીએ 2019 વર્લ્ડ કપ દરમિયાન ભારત માટે બ્લુ જર્સીમાં તેની છેલ્લી મેચ રમી હતી. વર્ષ 2019માં ન્યુઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં પણ વરસાદને કારણે ખલેલ પડી હતી અને મેચ રિઝર્વ ડે પર ગઈ હતી. ધોની ફિફ્ટી ફટકારીને રનઆઉટ થયો હતો અને ભારત આ મેચ હારી ગયું હતું . ધોની તે સમયે તેના કરિયરના અંતિમ પડાવમાં હતો પરંતુ તેનો નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો ન હતો, પરંતુ આ વર્લ્ડ કપ પછી આવેલા કોવિડ-19એ ક્રિકેટને ખરાબ રીતે અસર કરી હતી. આ પછી 15 ઓગસ્ટ 2020ના રોજ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

IPL : આજે ફાઈનલની મેચ જોવા જોતા પહેલા જાણી લેજો હવામાનની આગાહી

ધોનીના ફેન્સને સતાવી રહ્યો છે આ ડર

હાલ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ધોની તેના IPL કરિયરના અંતિમ પડાવમાં છે અને તે ગમે ત્યારે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. આવી સ્થિતિમાં ફાઈનલ દરમિયાન વરસાદ અને મેચના રિઝર્વ ડે સુધી પહોંચવું ફેન્સ માટે ખરાબ સંકેત માનવામાં આવે છે. ધોનીના ફેન્સને એવો પણ ડર છે કે ઈન્ટરનેશનલની જેમ માહીનો IPL કરિયર પણ હાર સાથે ખતમ થઈ શકે છે.