Sports

મેચ પહેલા કોચને હાર્ટ ઍટેક આવતા મેદાન પર ઢળી પડ્યા, લોકોએ CPR આપ્યો; હોસ્પિટલમાં નિધન

By GS TEAM
27 Dec 20251 min read
TukuTouch Logo
Bangladesh Premier League : 26 ડિસેમ્બરથી બાંગ્લાદેશ પ્રીમિયર લીગની શરૂઆત થઈ છે. લીગના બીજા દિવસે એક દુ:ખદ ઘટના થઈ. શનિવારે રાજશાહી અને ઢાકા કેપિટલ્સ વચ્ચે મેચ રમાવવાની હતી. જોકે મેચ પહેલા ઢાકા કેપિટલ્સના સહાયક કોચ મહબૂબ અલી જકી અચાનક જ મેદાન પર ઢળી પડ્યા. સપોર્ટ સ્ટાફે તાત્કાલિક CPR આપ્યું અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જોકે તેમનો જીવ બચાવી શકાયો નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

મેચ પહેલા કોચને હાર્ટ ઍટેક આવતા મેદાન પર ઢળી પડ્યા, લોકોએ CPR આપ્યો; હોસ્પિટલમાં નિધન

Bangladesh Premier League : 26 ડિસેમ્બરથી બાંગ્લાદેશ પ્રીમિયર લીગની શરૂઆત થઈ છે. લીગના બીજા દિવસે એક દુ:ખદ ઘટના થઈ. શનિવારે રાજશાહી અને ઢાકા કેપિટલ્સ વચ્ચે મેચ રમાવવાની હતી. જોકે મેચ પહેલા ઢાકા કેપિટલ્સના સહાયક કોચ મહબૂબ અલી જકી અચાનક જ મેદાન પર ઢળી પડ્યા. સપોર્ટ સ્ટાફે તાત્કાલિક CPR આપ્યું અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જોકે તેમનો જીવ બચાવી શકાયો નહીં. 

મેચ પહેલા અચાનક મેદાન પર ઢળી પડ્યા 

નોંધનીય છે કે ઢાકા કેપિટલ્સ ટીમ મેચ અફેલા સિલહટ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી હતી. કોચ મહબૂબ અલી તૈયારીઓ જોઈ રહ્યા હતા. ત્યારે તેઓ અચાનક જ મેદાન પર બેભાન થઈ ઢળી પડ્યા. લોકો તાત્કાલિક દોડ્યા અને CPR આપી તેમને હોસ્પિટલ લઈ જવાયા. જોકે ત્યાં તેમને મૃત જાહેર કરાયા. 

ઢાકા કેપિટલ્સ ટીમે કહ્યું, કે દુ:ખ સાથે સૂચિત કરવું પડે છે કે ઢાકા કેપિટલ્સ પરિવારના આસિસ્ટન્ટ કોચનું હાર્ટ ઍટેકના કારણે નિધન થયું છે. ઈશ્વર તેમના આત્મા શાંતિ આપે.