Sports

અફઘાનને 3-0થી કચડ્યાં છતાં ટીમ ઈન્ડિયાએ T20Iમાં નંબર-1 તાજ ગુમાવ્યું, હવે કઈ ટીમે બાજી મારી?

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
ICC T20 રેન્કિંગમાં મોટો ફેરફાર થયો છે. શ્રીલંકાને 3-0થી હરાવી ઇંગ્લેન્ડ હવે નંબર-1 બન્યું છે, જ્યારે ભારત બીજા સ્થાને સરકી ગયું છે. બંને ટીમોના 269 રેટિંગ્સ છે. ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે ટીમને નંબર-1 બનાવવાની ઈચ્છા પૂરી કરી. જોસ બટલરના 62 રનથી ઇંગ્લેન્ડે 8 વિકેટે જીત મેળવી. ભારત પાસે ફરી ટોચ પર આવવાની તક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અફઘાનને 3-0થી કચડ્યાં છતાં ટીમ ઈન્ડિયાએ T20Iમાં નંબર-1 તાજ ગુમાવ્યું, હવે કઈ ટીમે બાજી મારી?

ICC T20I Team Rankings : આઈસીસી (ICC) ટી20 ઇન્ટરનેશનલ ટીમ રેન્કિંગમાં એક મોટો અને રોમાંચક ફેરફાર જોવા મળ્યો છે. ઇંગ્લેન્ડે શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી રોમાંચક સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરતા 3-0થી ક્લીન સ્વીપ કર્યું છે અને આ સાથે જ ટીમ ઈન્ડિયા પાસેથી નંબર-1 નો તાજ છીનવી લીધો છે. બે દિવસ પહેલા જ ઇંગ્લેન્ડના યુવા કેપ્ટન હેરી બ્રુકે ટીમની નંબર-1 બનવાની પ્રબળ ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને તેમણે મેદાન પર સાર્થક કરી બતાવી છે. તાજા રેન્કિંગ અનુસાર ભારત અને ઇંગ્લેન્ડ બંનેના ખાતામાં સમાન 269 રેટિંગ્સ છે, પરંતુ શ્રેષ્ઠતા અને પોઈન્ટ ગણતરીના આધારે ઇંગ્લેન્ડ પ્રથમ અને ભારત બીજા સ્થાને છે.

શ્રીલંકા સામે ઇંગ્લેન્ડનો એકતરફી વિજય

શ્રીલંકા સામેની ત્રીજી અને નિર્ણાયક T20I મેચમાં ઇંગ્લેન્ડે આક્રમક રમત દાખવતા 8 વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ ઇંગ્લિશ બોલર્સના ઘાતક આક્રમણ સામે ટકી શકી નહીં અને 18.5 ઓવરમાં માત્ર 124 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી પથુમ નિસંકાએ 36 અને કમિન્દુ મેંડીસે 35 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન ચરિથ અસલંકા 15 રન પાર કરી શક્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડના ધુરંધર ઓપનર જોસ બટલરે માત્ર 32 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી ધાંસૂ 62 રન ફટકાર્યા હતા. કેપ્ટન હેરી બ્રુકે પણ 33 રનનું યોગદાન આપીને ટીમને માત્ર 9.4 ઓવરમાં જ વિજય અપાવ્યો હતો.

ટીમ ઇન્ડિયા પાસે નંબર-1 પદ પાછું મેળવવાની તક

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે તાજેતરમાં જ અફઘાનિસ્તાનને સીરિઝમાં 3-0થી હરાવ્યું હતું, પરંતુ અગાઉના પ્રવાસો અને મેચોના પરિણામોને કારણે ટીમની રેન્કિંગ પર અસર પડી છે. હવે ભારતીય ટીમ આગામી 22 સપ્ટેમ્બરના રોજ મેદાન પર ઉતરશે અને ફરીથી નંબર-1 બનવા માટે પ્રયાસ કરશે. આ ઉપરાંત એશિયન ગેમ્સમાં પણ ટીમ ઈન્ડિયા ગોલ્ડ મેડલ જીતવા માટે પ્રબળ દાવેદાર તરીકે ઉતરશે, જ્યાં શ્રેયસ અય્યરની આગેવાની હેઠળ ટીમ પોતાની સર્વશ્રેષ્ઠ રમત પ્રદર્શિત કરવા કટિબદ્ધ છે.

આઈસીસી ટી20 ટીમ રેન્કિંગની સ્થિતિ

હાલમાં જાહેર થયેલા આઈસીસી ટી20 ટીમ રેન્કિંગ પર નજર કરીએ તો ઇંગ્લેન્ડ પ્રથમ અને ભારત બીજા ક્રમે છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા ત્રીજા, ન્યુઝીલેન્ડ ચોથા અને સાઉથ આફ્રિકા પાંચમા સ્થાને છે. આ સિવાય પાકિસ્તાન છઠ્ઠા, વેસ્ટ ઇન્ડિઝ સાતમાં, બાંગ્લાદેશ આઠમા, શ્રીલંકા નવમા અને અફઘાનિસ્તાન દસમા ક્રમે છે.