'ટ્રોફી તમારી નથી...' BCCIએ મોહસીન નકવીને ઠપકો આપ્યો, કહ્યુ ACC હેડક્વાર્ટરમાં મુકો
ACC Meet Drama: ભારતે એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં ACC ચીફ મોહસીન નકવી સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ બેઠકમાં હાજર ભારત અને બોર્ડના અન્ય સભ્યોએ ખાતરી કરી કે નકવી ટીમ ઈન્ડિયાને અભિનંદન આપે. રાજીવ શુક્લા અને આશિષ શેલારે માંગ કરી હતી કે નકવી તાત્કાલિક એશિયા કપ ટ્રોફી ACC હેડક્વાર્ટરને સોંપી દે. ભારતે PCB ચીફને એમ પણ કહ્યું કે, તેઓ ICC સાથે આ મામલો આગળ વધારશે. ACC ચીફના વલણના વિરોધમાં આશિષ શેલારે મીટિંગનો બહિષ્કાર કર્યો.
આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લા અને બોર્ડના પૂર્વ ખજાનચી આશિષ શેલારે દ્વારા કરવામાં આવ્યું હતું. બંને ACC બોર્ડ સભ્યો છે. તેઓએ સંયુક્ત રીતે માંગ કરી કે મોહસીન નકવી તાત્કાલિક દુબઈમાં ACC હેડક્વાર્ટરમાં એશિયા કપ ટ્રોફી જમા કરાવે અને પાકિસ્તાની પક્ષને જાણ કરી કે તેઓ આ મુદ્દો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સ્તરે ઉઠાવવા તૈયાર છે. નવેમ્બરમાં એક મીટિંગ નક્કી કરી છે.
શેલારે મીટિંગનો અધવચ્ચે બહિષ્કાર કર્યો
રાજીવ શુક્લા ACC બોર્ડમાં BCCI એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય છે, જ્યારે આશિષ શેલાર બીસીસીઆઈના હોદ્દેદાર બોર્ડ સભ્ય છે. એવું પણ વાત જાણવા મળી છે કે, શેલારે એસીસી પ્રમુખના વિરોધમાં મીટિંગનો બહિષ્કાર કર્યો હતો.
નકવીના કબજામાં છે એશિયા કપ ટ્રોફી
ભારતનું માનવું છે કે મોહસીન નકવીએ એશિયા કપ ટ્રોફીનો વ્યક્તિગત રીતે કબજો કરી લીધો હતો. મેચ પછીના ઇનામ વિતરણ સમારોહ દરમિયાન તેને લઈને જતા રહ્યા હતા. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે એશિયા કપ ફાઇનલમાં તેમના હરીફ પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યું હતું. ત્યારબાદ, ભારતીય ખેલાડીઓએ નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. નકવી પાકિસ્તાનના ગૃહમંત્રી છે અને સોશિયલ મીડિયા પર તેમના ભારત વિરોધી વલણ અને મજાક ઉડાવતી પોસ્ટ્સ માટે કુખ્યાત છે.