Sports

રોહિત શર્મા, વિરાટ કોહલીની સેલેરી ઓછી કરશે BCCI? સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ગિલને પ્રમોશનની તૈયારી

By GS TEAM
29 Dec 20253 mins read
TukuTouch Logo
બે દિવસ બાદ નવું વર્ષ 202 શરૂ થવા જઈ રહ્યું છે. નવા વર્ષમાં ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે પહેલી વનડે સીરિઝ રમશે. આ સીરિઝ 11 જાન્યુઆરીથી શરૂ થશે, પરંતુ પહેલા આવેલા એક અહેવાલે રોહિત શર્મા અને વિરાટ કોહલીના ચાહકોને ચોંકાવી દીધા છે. આ અહેવાલ ટીમ ઈન્ડિયાના 2025-26 સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને લઈને છે, જેમાં આ વખતે ઘણા મોટા ફેરફારો જોવા મળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નવા વર્ષની શરૂઆતમાં જ ટીમ ઈન્ડિયાના 2025-26 સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનું એલાન કરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રોહિત શર્મા, વિરાટ કોહલીની સેલેરી ઓછી કરશે BCCI? સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ગિલને પ્રમોશનની તૈયારી

BCCI Central Contract 2026: બે દિવસ બાદ નવું વર્ષ 202 શરૂ થવા જઈ રહ્યું છે. નવા વર્ષમાં ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે પહેલી વનડે સીરિઝ રમશે. આ સીરિઝ 11 જાન્યુઆરીથી શરૂ થશે, પરંતુ પહેલા આવેલા એક અહેવાલે રોહિત શર્મા અને વિરાટ કોહલીના ચાહકોને ચોંકાવી દીધા છે. આ અહેવાલ ટીમ ઈન્ડિયાના 2025-26 સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને લઈને છે, જેમાં આ વખતે ઘણા મોટા ફેરફારો જોવા મળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નવા વર્ષની શરૂઆતમાં જ ટીમ ઈન્ડિયાના 2025-26 સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનું એલાન કરી શકે છે. બોર્ડ સામાન્ય રીતે ફેબ્રુઆરી-માર્ચમાં આ યાદી જાહેર કરે છે, પરંતુ આ વખતે તે વહેલા નિર્ણય લેવાની તૈયારી કરી રહ્યું છે.

અહેવાલમાં સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું છે કે, ટેસ્ટ ક્રિકેટમાં સંન્યાસ લેનારા રોહિત શર્મા અને વિરાટ કોહલીને ઝટકો લાગી શકે છે. આ બંને દિગ્ગજોને A+ ગ્રેડથી ડિમોટ કરવામાં આવી શકે છે. તેવી જ રીતે જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાની કેટેગરીમાં પણ ફેરફારની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બંને ખેલાડીઓ પણ A+ માં છે.

સેન્ટર કોન્ટ્રાક્ટમાં ગિલને પ્રમોશનની તૈયારી 

સૌથી મોટું અપડેટ એ છે કે ત્રણેય ફોર્મેટમાં રમનારા શુભમન ગિલને પ્રમોશન મળી શકે છે. તે હાલમાં ગ્રેડ Aમાં છે, પરંતુ ટેસ્ટ અને વનડે ટીમોની કેપ્ટનશીપ સંભાળ્યા પછી તેને સીધા ગ્રેડ A માંથી સીધો ટોપ ગ્રેડમાં પ્રમોટ કરી શકાય છે, જેમાં અગાઉ રોહિત, વિરાટ, બુમરાહ અને જાડેજાનું નામ હતું. A+ કોન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીઓને 7 કરોડ મળે છે. વિરાટ કોહલી એકમાત્ર એવો ખેલાડી છે, જે વર્ષ 2018માં તેની શરૂઆતથી જ આ એલિટ ગ્રુપનો હિસ્સો રહ્યો છે. 

આ બે ખેલાડીઓનું પત્તું કપાઈ શકે છે

નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને મુકેશ કુમારનું પત્તું કપાઈ શકે છે. શમી લાંબા સમયથી ટીમની બહાર છે, જ્યારે મુકેશ કુમારની પણ છેલ્લા ઘણા સમયથી પસંદગી નથી થઈ રહી.

આ પણ વાંચો: ઉન્નાવ દુષ્કર્મ કેસ: કુલદીપ સેંગરને ઝટકો, જેલમાં જ રહેવું પડશે, હાઇકોર્ટના ચુકાદા પર સુપ્રીમનો સ્ટે

આ ખેલાડીઓને પ્રમોશન આપવાની તૈયારી

આ વખતે જે ખોલાડીઓને પ્રમોશન મળવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે તેમાં તિલક વર્મા, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ અને હર્ષિત રાણાનો સમાવેશ થાય છે. આમાંના મોટાભાગના ખેલાડીઓ હવે મર્યાદિત ઓવરોની સાથે-સાથે ટેસ્ટ ટીમનો પણ ભાગ બની ચૂક્યા છે. નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ઈશાન કિશનને સામેલ કરવામાં આવે તેવી અપેક્ષા છે, કારણ કે તેને ઘરેલુ ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શન બાદ 2026 T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા માટે પસંદ કરવામાં આવ્યો છે.

2024-25નો BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ

A+ ગ્રેડ- વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા

ગ્રેડ A- રિષભ પંત, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા

ગ્રેડ- B- સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, શ્રેયસ અય્યર, યશસ્વી જયસ્વાલ

ગ્રેડ- C- રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, નીતિશ રેડ્ડી, ઈશાન કિશન, અભિષેક શર્મા, આકાશ દીપ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.