Sports

ગજબ! રૂમાલના કારણે આઉટ થવાથી બચ્યો બેટર, બોલર અને અમ્પાયર ચોંક્યા, જુઓ વીડિયો

By GS Team
28 Sep 20242 mins read
This article was originally published on 28 Sep 2024
TukuTouch Logo
કયારેક મેદાન પર એવી રમુજ ઘટનાઓ બને છે કે જેને જોઈને તમે હસવાનું રોકી શકતા નથી. ઇંગ્લેન્ડમાં યોજાઈ રહેલી કાઉન્ટી ચેમ્પિયનશીપ 2024 દરમિયાન એક એવી ઘટના બની કે તેને જોઇને હાજર સૌ કોઈ ખૂબ હસવાં લાગ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ગજબ! રૂમાલના કારણે આઉટ થવાથી બચ્યો બેટર, બોલર અને અમ્પાયર ચોંક્યા, જુઓ વીડિયો

County Championship 2024 : કયારેક મેદાન પર એવી રમુજ ઘટનાઓ બને છે કે જેને જોઈને તમે હસવાનું રોકી શકતા નથી. ઇંગ્લેન્ડમાં યોજાઈ રહેલી કાઉન્ટી ચેમ્પિયનશીપ 2024 દરમિયાન એક એવી ઘટના બની કે તેને જોઇને હાજર સૌ કોઈ ખૂબ હસવાં લાગ્યા હતા.

સમરસેટ અને હેમ્પશાયર વચ્ચે 26 સપ્ટેમ્બરના રોજ રમાયેલી મેચ દરમિયાન, બેટર બોલ્ડ થયો હોવા છતાં પણ નોટઆઉટ રહ્યો હતો. આ ઘટના સમરસેટની પહેલી ઇનિંગના અંતે બની હતી, જ્યારે દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર કાઇલ એબોટ સમરસેટના બેટર શોએબ બશીર સામે બોલિંગ કરી રહ્યો હતો. એબોટે પહેલો લેન્થ વાળો બોલ ફેંક્યો હતો, જેના કારણે મિડલ સ્ટમ્પ ઉખડી ગયો હતો, પરંતુ બશીર સદનસીબે બચી ગયો હતો, કારણ કે બોલિંગ કરતી વખતે એબોટનો હાથ તેની કમર પર લાગેલા રૂમાલને સ્પર્શ્યો જેના કારણે રૂમાલ નીચે નોન સ્ટ્રાઈકરના છેડે પડી ગયો હતો. અને બીજી તરફ બેટર શોએબ બશીર એ જ બોલ પર બોલ્ડ થયો હતો.

ત્યારબાદ શોએબ બશીરે અમ્પાયરને કહ્યું કે, રૂમાલ નીચે પડવાના કારણે કારણે મારું ધ્યાન ભટકી ગયું, જેના કારણે હું બોલને બરાબર જોઈ શક્યો નહીં. ત્યારે અમ્પાયરે પણ સ્વીકાર્યું કે,બેટર માટે આ મુશ્કેલ હતું. અમ્પાયરે આ ઘટનાને ધ્યાન ભડકાવનાર સમજીને આ બોલને નો-બોલ જાહેર કર્યો હતો. જેના કારણે બશીર પોતાની વિકેટ ગુમાવતા બચી ગયો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ ફેન્સ બેટરના નસીબને લઈને વખાણ કરી રહ્યા છે. તે જ સમયે બોલર એબોટ તેના નસીબ પર વિશ્વાસ કરી શક્યો નહીં. આ ઘટના બાદ કેટલાક ખેલાડીઓ નિરાશ પણ જોવા મળ્યા હતા. 

આ પણ વાંચો : ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઇતિહાસમાં આવો કમાલ કરનારો પહેલો ખેલાડી બન્યો રવિન્દ્ર જાડેજા

આ ઘટનાએ બશીરને થોડો સમય માટે બચાવી લીધો પરંતુ લાંબો સમય તે ક્રિઝ પર ટકી શક્યો નહીં. 54મી ઓવરમાં એબોટે શોએબ બશીરને LBW આઉટ કરી દીધો હતો. જેના કારણે સમરસેટ પહેલી ઇનિંગમાં 136 રન જ કરી શક્યું હતું. પહેલા દિવસના અંતે લક્ષ્યનો પીછો કરતા હેમ્પશાયરે 62 રન બનાવ્યા હતા, પરંતુ ટીમે 5 વિકેટ પણ ગુમાવી દીધી હતી. બીજા દિવસે હેમ્પશાયરની ટીમ 196 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.