Sports

IPLમાં KKR એ ખરીદેલો ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડી 31 વર્ષની વયે રિટાયર, ઘરેલું ક્રિકેટમાં મજબૂત રેકોર્ડ

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
ઓસ્ટ્રેલિયાના 31 વર્ષીય ઝડપી બોલર મેથ્યુ કેલીએ સતત ઈજાઓ સામે ઝઝૂમ્યા બાદ વ્યાવસાયિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. પર્થમાં સ્થાયી થયેલા આ બોલરે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને પર્થ સ્કોર્ચર્સ માટે 274 વિકેટ ઝડપી હતી. 2022-23ની શેફિલ્ડ શિલ્ડ ફાઇનલમાં 6 વિકેટ સહિત શાનદાર પ્રદર્શન કર્યું હતું. IPLમાં KKR સાથે હતા, પણ મેચ રમવાનો મોકો ન મળ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

IPLમાં KKR એ ખરીદેલો ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડી 31 વર્ષની વયે રિટાયર, ઘરેલું ક્રિકેટમાં મજબૂત રેકોર્ડ

Matthew Kelly Retirement : ઓસ્ટ્રેલિયાના 31 વર્ષીય ફાસ્ટ બોલર મેથ્યુ કેલીએ સતત ઈજાઓ સામે ઝઝૂમ્યા બાદ વ્યાવસાયિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને પર્થ સ્કોર્ચર્સ માટે શાનદાર પ્રદર્શન કરનાર કેલીએ પોતાની ડોમેસ્ટીક કારકિર્દી દરમિયાન કુલ 274 વિકેટ પોતાના નામે કરી હતી. જોકે, વારંવાર શારીરિક ઈજાઓ થવાના કારણે તેઓ લાંબો સમય સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે નિયમિત રમી શક્યા નહીં, જેના કારણે તેમણે રમતને અલવિદા કહેવાનો ભાવનાત્મક નિર્ણય લીધો છે.

વાકા ગ્રાઉન્ડ સાથે જોડાયેલી બાળપણની યાદો

સાઉથ આફ્રિકામાં જન્મેલા મેથ્યુ કેલી માત્ર 4 વર્ષની નાની ઉંમરે પોતાના પરિવાર સાથે પર્થમાં સ્થાયી થયા હતા. 6 ફૂટ અને 3 ઇંચ લાંબા આ ઝડપી બોલરે નિવૃત્તિ સંદર્ભે વાત કરતા પ્રખ્યાત વાકા (WACA) ગ્રાઉન્ડ સાથેની યાદો તાજી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેઓ પહેલીવાર વાકા ગ્રાઉન્ડના મુખ્ય દરવાજાથી અંદર પ્રવેશ્યા હતા, ત્યારે તેમને ક્યારેય અંદાજ નહોતો કે ક્રિકેટ તેમને કઈ ઊંચાઈઓ સુધી લઈ જશે. આ પવિત્ર સ્થળ ખૂબ જ ઓછા સમયમાં તેમના માટે બીજા ઘર સમાન બની ગયું હતું.

ઘરેલુ ક્રિકેટ અને શેફિલ્ડ શિલ્ડમાં ધમાકો

મેથ્યુ કેલીએ વર્ષ 2017માં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા માટે ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ-એ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ 2018ની શરૂઆતમાં તેમને પર્થ સ્કોર્ચર્સ તરફથી બિગ બૅશ લીગ (BBL) માં રમવાની તક મળી હતી. તેઓ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની તે વિજયી ટીમનો અભિન્ન ભાગ રહ્યા હતા જેણે 2019-20, 2021-22 અને 2022-23ની સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી વનડે કપ જીત્યો હતો. ખાસ કરીને 2022-23ની શેફિલ્ડ શિલ્ડ ફાઇનલમાં વિક્ટોરિયા વિરુદ્ધ 6 વિકેટ ઝડપીને તેમણે પોતાની ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને આખી સિઝનમાં 35 વિકેટ લીધી હતી.

આઈપીએલનું અધૂરું સ્વપ્ન અને ભવિષ્ય

મેથ્યુ કેલીની પ્રતિભાને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની પ્રખ્યાત ફ્રેન્ચાઇઝી Kolkata Knight Riders (KKR) દ્વારા તેમને પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. જોકે, ખરાબ નસીબ અને ફોર્મના કારણે તેમને પ્લેઇંગ ઇલેવનમાં એક પણ મેચ રમવાની તક મળી શકી નહોતી અને બાદમાં તેમને રિલીઝ કરવામાં આવ્યા હતા. આમ છતાં, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના જનરલ મેનેજર કેડ હાર્વે સહિતના દિગ્ગજોએ છેલ્લા એક દાયકામાં ટીમ માટે આપેલા તેમના નિઃસ્વાર્થ યોગદાનની ભરપૂર પ્રશંસા કરી છે, અને તેમની આ સફર હંમેશા યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ રહેશે.