‘વૈભવ સૂર્યવંશીના બેટમાં AI ચિપ’, આઈસલેન્ડ ક્રિકેટે રમૂજી પોસ્ટ કરી હુઆંગની ઉડાવી મજાક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iceland Cricket On Vaibhav Suryavanshi Explosive Batting : માત્ર 15 વર્ષની વયે વન-ડે મેચમાં 53 બોલમાં 28 છગ્ગાની મદદથી 204 રનની ઐતિહાસિક ઈનિંગ રમીને વૈભવ સૂર્યવંશીએ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી દીધી છે. તેની આ તોફાની બેટિંગ જોઈને ક્રિકેટ જગત આશ્ચર્યચકિત થઈ ગયું છે. સૌરવ ગાંગુલીથી લઈને કેવિન પીટરસન જેવા દિગ્ગજો પણ આ યુવા બેટ્સમેનના ભરપૂર વખાણ કરી રહ્યા છે. આ દરમિયાન આઈસલેન્ડ ક્રિકેટે પણ સોશિયલ મીડિયા પર એક રમૂજી પોસ્ટ કરી છે, જેમાં તેમણે વૈભવની બેટિંગના બહાને ટેક કંપની એનવીડિયા (Nvidia)ના CEO જેન્સેન હુઆંગ પર જોરદાર કટાક્ષ કર્યો છે.
પાકિસ્તાનની ચિંતા અને આઈસલેન્ડ ક્રિકેટનો કટાક્ષ
વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ જોઈને પાકિસ્તાનના ક્રિકેટ જગતમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે, જેના કારણે એક પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે વૈભવની ઉંમરને લઈને સવાલો ઉઠાવ્યા હતા. બીજી તરફ, આઈસલેન્ડ ક્રિકેટે રમૂજી અંદાજમાં વૈભવના બેટમાં AI ચિપ લાગેલી હોવાની વાત કરી છે. આ પોસ્ટ દ્વારા તેમણે હુઆંગની વાપસીને વૈભવની આ ઐતિહાસિક ઈનિંગ સાથે જોડીને મજાક ઉડાવી છે. ઉલ્લેખનીય છે કે એનવીડિયા એક અમેરિકન મલ્ટીનેશનલ કંપની છે, જે મુખ્યત્વે AI ચિપ, GPU, કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ અને ડેટા સેન્ટર હાર્ડવેર બનાવવા માટે જાણીતી છે.
આઈસલેન્ડ ક્રિકેટની વાયરલ X પોસ્ટ
આઈસલેન્ડ ક્રિકેટે પોતાના સત્તાવાર X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર લખ્યું છે કે, ‘આ કોઈ સંયોગ નથી કે મંગળવારે જેન્સેન હુઆંગ એનવીડિયાના CEO તરીકે પરત ફર્યા અને બુધવારે વૈભવ સૂર્યવંશીના બેટમાં AI ચિપ પાછી આવી ગઈ.’
ઓસ્ટ્રેલિયા પર પણ કસ્યો હતો તંજ
વૈભવ સૂર્યવંશીને લઈને આઈસલેન્ડ ક્રિકેટ દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને ક્રિકેટ ચાહકોને તેમની આ રમૂજવૃત્તિ ખૂબ પસંદ આવી રહી છે. નોંધનીય છે કે આ પોસ્ટના એક દિવસ પહેલા બુધવારે જ આઈસલેન્ડ ક્રિકેટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના બહુચર્ચિત 'સેન્ડપેપર ગેટ' વિવાદને લઈને પણ કટાક્ષ કર્યો હતો.




