Sports

14 બોલમાં ફિફ્ટી ફટકારનાર અભિષેક શર્માનો શરમજનક રેકોર્ડ, ભારતીય ક્રિકેટમાં આવો પાંચમો પ્લેયર

By GS TEAM
28 Jan 20262 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટના ઊગતા સિતારા અભિષેક શર્મા ગઈ મેચમાં હીરો હતો આ મેચમાં 'ઝીરો' થઈ ગયો. ન્યૂઝીલેન્ડ સામેની ચોથી T20 મેચમાં અભિષેક શર્મા ભારતીય ઈનિંગના પહેલા જ બોલે (ગોલ્ડન ડક) આઉટ થઈને પેવેલિયન ભેગો થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

14 બોલમાં ફિફ્ટી ફટકારનાર અભિષેક શર્માનો શરમજનક રેકોર્ડ, ભારતીય ક્રિકેટમાં આવો પાંચમો પ્લેયર

Abhishek Sharma: ભારતીય ક્રિકેટના ઊગતા સિતારા અભિષેક શર્મા ગઈ મેચમાં હીરો હતો આ મેચમાં 'ઝીરો' થઈ ગયો. ન્યૂઝીલેન્ડ સામેની ચોથી T20 મેચમાં અભિષેક શર્મા ભારતીય ઈનિંગના પહેલા જ બોલે (ગોલ્ડન ડક) આઉટ થઈને પેવેલિયન ભેગો થયો હતો.

એક જ સીરીઝમાં બીજી વાર 'ગોલ્ડન ડક'

ગજબની વાત તો એ છે કે આ જ સીરીઝમાં આ બીજી વખત બન્યું છે જ્યારે અભિષેક પોતાની ઈનિંગના પહેલા જ બોલે આઉટ થયો હોય. વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડના 215 રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી અભિષેક અને સંજુ સેમસન ઓપનિંગમાં આવ્યા હતા. મેટ હેનરીના પહેલા જ બોલ પર મોટો શોટ મારવાના ચક્કરમાં અભિષેકે ડેવોન કોનવેને કેચ આપી દીધો અને ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો. 

આ ક્લબમાં સામેલ થનારો 5મો ભારતીય

પહેલા જ બોલે આઉટ થનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં હવે અભિષેક શર્માનું નામ પણ જોડાઈ ગયું છે. અત્યાર સુધી માત્ર 5 બેટ્સમેનો જ T20માં ઈનિંગના પહેલા બોલે આઉટ થયા છે:

-કે.એલ. રાહુલ

-પૃથ્વી શો

-રોહિત શર્મા

-સંજુ સેમસન

-અભિષેક શર્મા

માત્ર 14 બોલમાં ફિફ્ટી ફટકારી હતી

ક્રિકેટ કેટલી અનિશ્ચિતતાઓથી ભરેલી રમત છે તેનું જીવતું જાગતું ઉદાહરણ અભિષેક શર્માની બેટિંગ પરથી જોવા મળ્યું. આ પહેલા ગુવાહાટીમાં રમાયેલી ત્રીજી T20માં આ જ અભિષેકે માત્ર 14 બોલમાં તોફાની ફિફ્ટી ફટકારીને મેચને ભારત તરફી કરી દીધી હતી, જે ભારત માટે બીજી સૌથી ઝડપી ફિફ્ટી હતી. પરંતુ તે બાદ આજની મેચમાં હવામાં શોટ રમવાની લાલચને રોકી શક્યો નહીં અને ગોલ્ડન ડકનો શિકાર બન્યો.

આ પણ વાંચો: IND vs NZ : ન્યૂઝીલેન્ડ સામે ભારતનો પરાજય, સિફર્ટની ફિફ્ટી, શિવમ દુબેની તોફાની બેટિંગ બેકાર

ચોથી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડનો 50 રને વિજય

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં ભારતનો 50 રને પરાજય થયો છે. મેચમાં ન્યૂઝીલેન્ડે પહેલી બેટિંગ કરીને 20 ઓવરમાં સાત વિકેટે 215 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 18.4 ઓવરમાં 165 રને ઓલઆઉટ થઈ થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ રન ટિમ સિફર્ટે નોંધાવ્યા હતા, જ્યારે ભારત તરફથી સંજુ શિવમ દુબેએ રન નોંધાવ્યા હતા. આ સાથે પાંચ ટી20 શ્રેણીની મેચમાં ભારતે 3-1થી આગળ છે. હવે બંને દેશો વચ્ચે શ્રેણીની અંતિમ અને પાંચમી મેચ તિરુવનંતપુરમમાં 31મી જાન્યુઆરીએ રમાશે.