Sports

રિષભ પંતને અચાનક શું થયું? ઉત્તરાખંડના CM પાસે માગી અડધી રાતે મદદ! દિલ્હી છોડવા તૈયાર

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટર રિષભ પંતે ઉત્તરાખંડમાં ઘર બનાવવા જમીન ખરીદવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પાસે મદદ માંગી છે. પંતે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, તે 3 વર્ષથી જમીન શોધી રહ્યો છે, પરંતુ પારદર્શિતાના અભાવે પ્રક્રિયા મુશ્કેલ બની છે. તેણે સરકારી દરે જમીન ખરીદવાની ઓફર કરી છે અને પોતાના રાજ્યના વિકાસમાં યોગદાન આપવા ઈચ્છે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રિષભ પંતને અચાનક શું થયું? ઉત્તરાખંડના CM પાસે માગી અડધી રાતે મદદ! દિલ્હી છોડવા તૈયાર

Rishabh Pant Uttarakhand: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર-બેટર રિષભ પંત હાલમાં જ એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ભારે ચર્ચામાં આવ્યો છે. પંતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પાસે ખાસ મદદની ગુહાર લગાવી છે. અડધી રાત્રે X પર એક લાંબી પોસ્ટ શેર કરીને પંતે દિલ્હીથી પોતાનું બેઝ ઉત્તરાખંડ શિફ્ટ કરવાની અને ત્યાં પોતાનું ઘર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે, તેણે આક્ષેપ કર્યો છે કે જમીન ખરીદવાની પ્રક્રિયામાં તેને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

3 વર્ષથી જમીનની રાહ જોઈ રહ્યો છે પંત

રિષભ પંતે પોતાની પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે તે છેલ્લા ત્રણ વર્ષથી ઉત્તરાખંડમાં જમીન મળવાની રાહ જોઈ રહ્યો છે. આ અંગે તેણે લખ્યું કે, 'હું ઉત્તરાખંડ સાથે સ્થાનિક રીતે જોડાયેલા છે અને પોતાના રાજ્યને ખૂબ પ્રેમ કરું છું. પરંતુ મને એવી યોગ્ય અને મોટી જગ્યા નથી મળી રહી જ્યાં હું રહી શકું. જમીન મેળવવાને લઈને પરિસ્થિતિ મારા માટે ખૂબ મુશ્કેલ બની ગઈ છે અને સમગ્ર પ્રક્રિયામાં સ્પષ્ટતાનો અભાવ જોવા મળી રહ્યો છે.'

પહાડી લોકો વચ્ચે પાછા ફરવાની ઈચ્છા

પોતાની લાગણીઓ વ્યક્ત કરતા પંતે જણાવ્યું કે, 'હું પોતાના મૂળ સ્થાન પર પાછો ફરવા માગું છું અને પોતાના 'પહાડી લોકો' વચ્ચે રહેવા માગું છું. હું ઉત્તરાખંડના વિકાસમાં મારું યોગદાન આપવા ઈચ્છું છું.' પંતે મુખ્યમંત્રીને યાદ અપાવ્યું કે, 'જ્યારે હું ઉત્તરાખંડને પ્રમોટ કરી રહ્યો હતો, ત્યારે જમીનને લઈને જે વાતો કે આશ્વાસન આપવામાં આવ્યા હતા તે પણ મને યાદ છે.'

સરકારી દરે જમીન ખરીદવાનો પ્રસ્તાવ

મુખ્યમંત્રી ધામી સમક્ષ એક વિકલ્પ મૂકતા પંતે કહ્યું કે, 'જો સરકાર મને જમીન ઉપલબ્ધ કરાવવાની મંજૂરી આપે, તો હું નક્કી કરેલા સરકારી દરે જ જમીન ખરીદવા માટે તૈયાર છું. આ બાબતમારા માટે ઉત્તરાખંડમાં પોતાનું પહેલું ઘર બનાવવાની તક સમાન છે.' પંતે મુખ્યમંત્રીને આ મામલે ગંભીરતાથી ધ્યાન આપવા અપીલ કરી છે અને પૂછ્યું છે કે આ પ્રક્રિયાને આગળ કેવી રીતે વધારી શકાય, કારણ કે મને સમજાતું નથી કે આ કામ કઈ રીતે પૂરું કરવું?

રિષભ પંતનો પરિવાર મૂળ ઉત્તરાખંડનો જ છે અને તે અવારનવાર પોતાના રાજ્ય પ્રત્યેનો પ્રેમ દર્શાવતો રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પંતની આ જાહેર અપીલ પર ઉત્તરાખંડ સરકાર તરફથી શું જવાબ આવે છે અને શું મને પોતાના જ રાજ્યમાં ઘર બનાવવામાં મદદ મળે છે કે નહીં. બીજી તરફ, સોશિયલ મીડિયા પર ચાહકો પણ આ પોસ્ટ પર વિવિધ રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.