6,4,4,6,6,4... ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટરે એક જ ઓવરમાં 30 રન ઝૂડી કાઢ્યાં, 49 બોલમાં 114 રન ફટકાર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Eng va sri lanka : ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી હેરી બ્રૂકે પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ ટી20 મુકાબલામાં બ્રૂકે અણનમ 114 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે શ્રીલંકાના બોલર દુનિથ વેલ્લાલગેના એક જ ઓવરમાં 30 રન કૂટી કાઢ્યા હતા, જેમાં તેણે 3 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. બ્રૂકની આ ધમાકેદાર બેટિંગના જોરે ઇંગ્લેન્ડે શાનદાર જીત મેળવી હતી.
હેરી બ્રૂકે એક ઓવરમાં બનાવ્યા 30 રન
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન હેરી બ્રૂકે શ્રીલંકા સામેની પહેલી ટી20 મેચમાં માત્ર 49 બોલમાં અણનમ 114 રનની તોફાની ઇનિંગ રમી હતી. પોતાની આ શાનદાર ઇનિંગ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને 6 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. મેચની પાંચમી ઓવરમાં બ્રૂકે શ્રીલંકાના બોલર દુનિથ વેલ્લાલગે પર એવો કહેર વર્તાવ્યો કે એક જ ઓવરમાં 30 રન વસૂલ કરી લીધા.
બ્રૂકે વેલ્લાલગેના પહેલા જ બોલ પર મિડ ઓન ની દિશામાં શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ બીજા અને ત્રીજા બોલ પર બે કડક ચોગ્ગા જડ્યા. સતત ત્રણ બાઉન્ડ્રી ફટકાર્યા પછી બ્રૂકે ચોથા અને પાંચમા બોલ પર પણ સિક્સરનો વરસાદ કર્યો. બોલરને એમ લાગ્યું કે તે છેલ્લા બોલ પર પુનરાગમન કરશે, પરંતુ બ્રૂકે છેલ્લા બોલ પર પણ ચોગ્ગો ફટકારીને ઓવરમાં પૂરા 30 રન બનાવી દીધા. આ તોફાની બેટિંગના કારણે બ્રૂકે માત્ર 20 બોલમાં જ પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી.
ઇંગ્લેન્ડે 20 ઓવરમાં બનાવ્યા 254 રન
શ્રીલંકા સામે હેરી બ્રૂકની વિસ્ફોટક બેટિંગના કારણે ઇંગ્લેન્ડની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને મસમોટા 254 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી બ્રૂક ઉપરાંત જોસ બટલરે પણ આક્રમક બેટિંગ કરી હતી. બટલરે માત્ર 44 બોલમાં 8 વિકેટ અને 3 છગ્ગાની મદદથી 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઉપરાંત વિલ જેક્સે 21 રન, એન્યુરિન ડોનાલ્ડે 12 રન અને ટૉમ બેન્ટને 10 રનનું યોગદાન આપ્યું હતું.
નબળી સાબિત થઈ શ્રીલંકાની બેટિંગ
ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા 254 રનના વિશાળ લક્ષ્યાંક સામે શ્રીલંકાની બેટિંગ અત્યંત નબળી સાબિત થઈ હતી. આખી ટીમ 19 ઓવરમાં માત્ર 135 રન બનાવીને ઓલઆઉ થઈ ગઈ હતી, જેના કારણે ઇંગ્લેન્ડે આ મુકાબલો 119 રનના મોટા અંતરથી જીતી લીધો હતો. શ્રીલંકા તરફથી આઠમા નંબરે બેટિંગ કરવા આવેલા દુનિથ વેલ્લાલગેએ સૌથી વધુ 37 રન બનાવ્યા હતા, જ્યારે અન્ય કોઈ બેટ્સમેન ખાસ કમાલ કરી શક્યા નહોતા. ઇંગ્લેન્ડ માટે બોલિંગમાં સની બેકરે સૌથી વધુ 3 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત લિયામ ડોસન અને જેમી ઓવરટને 2-2 વિકેટ મેળવી હતી, જ્યારે જોશ ટંગ, વિલ જેક્સ અને આદિલ રશીદને 1-1 સફળતા મળી હતી.




