Sports

51 છગ્ગા, 537 રન અને T20 ઇતિહાસનું સૌથી મોટું રન ચેઝ, ક્રિકેટની રૅકોર્ડ બુક હચમચી

By GS Team
16 Jul 20263 mins read
TukuTouch Logo
ઓકલૅન્ડમાં MLC 2026 એલિમિનેટરમાં વોશિંગ્ટન ફ્રીડમે MI ન્યુયોર્ક સામે ઐતિહાસિક જીત મેળવી. MI ન્યુયોર્કે 266/9 રન બનાવ્યા, જેમાં નિકોલસ પૂરને (106) સૌથી ઝડપી સદી ફટકારી અને પોલાર્ડે 1000 સિક્સર પૂરી કરી. જવાબમાં, ફ્રીડમે 267 રનનો ટી20 ઇતિહાસનો સૌથી મોટો ચેઝ કર્યો, જેમાં એન્ડ્રીસ ગોસ (132) અને સ્ટીવ સ્મિથ (110*)ની સદીઓ હતી. આ મેચમાં કુલ 3 સદી અને 51 સિક્સર જોવા મળી.

Summarized by AI; it may make mistakes. Check important info

51 છગ્ગા, 537 રન અને T20 ઇતિહાસનું સૌથી મોટું રન ચેઝ, ક્રિકેટની રૅકોર્ડ બુક હચમચી

MLC 2026 Eliminator Washington Freedom vs MI New York: જો કોઈએ એવું કહ્યું હોત કે 20-20 ઓવરની એક મેચમાં 537 રન બનશે, 51 સિક્સર લાગશે, 3 સદી ફટકારાશે અને ટી20 ઇતિહાસનો સૌથી મોટો રન ચેઝ જોવા મળશે, તો કદાચ કોઈને વિશ્વાસ ન આવત. પરંતુ મેજર લીગ ક્રિકેટ (MLC) 2026 ના એલિમિનેટર-1માં આવો જ કરિશ્મા થયો છે. ઓકલેન્ડ (Oakland) ખાતે રમાયેલા આ ઐતિહાસિક મુકાબલાએ ટી20 ક્રિકેટની વ્યાખ્યા જ બદલી નાખી છે. વોશિંગ્ટન ફ્રીડમે અશક્યને શક્ય કરીને ટી20 ઇતિહાસનો સૌથી મોટો સફળ રન ચેઝ પોતાના નામે કરી લીધો છે.

નિકોલસ પૂરનનું તોફાન અને પોલાર્ડની 1000 સિક્સર

મેચમાં પ્રથમ બેટિંગ કરતા MI ન્યૂયોર્કે 20 ઓવરમાં 266/9 નો પહાડ જેવો સ્કોર ઉભો કર્યો હતો. નિકોલસ પૂરને માત્ર 31 બોલમાં સદી ફટકારીને MLC ઇતિહાસની સૌથી ફાસ્ટ સેન્ચુરી (106 રન) ઠોકી દીધી હતી. તેમની સાથે કૅપ્ટન કીરોન પોલાર્ડે 25 બોલમાં 64 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી અને પોતાના ટી20 કરિયરમાં 1000 સિક્સર પૂરી કરવાનો વર્લ્ડ રૅકોર્ડ પણ બનાવ્યો હતો. ક્વિન્ટન ડી કોકે પણ અર્ધસદી ફટકારી હતી. 13 ઓવરમાં MI ન્યૂયોર્કનો સ્કોર 211/3 હતો અને એવું લાગતું હતું કે સ્કોર 300 પાર જશે, પરંતુ રચિન રવીન્દ્રએ છેલ્લી ઓવરોમાં 4 વિકેટ ઝડપીને તેમને 266 રન પર રોકી દીધા હતા.

10 રનમાં 2 વિકેટ પડી, પછી સ્મિથ-ગોસે મચાવ્યો તરખાટ

267 રનના ઐતિહાસિક લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વોશિંગ્ટન ફ્રીડમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. માત્ર 10 રનના સ્કોર પર શાકિબ અલ હસને તેમના બંને ઓપનર્સને પેવેલિયન ભેગા કરી દીધા હતા. આ પછી એન્ડ્રીસ ગોસ અને કૅપ્ટન સ્ટીવ સ્મિથે મેદાન પર પગ મૂક્યો અને ઇતિહાસ લખી દીધો. બંનેએ ત્રીજી વિકેટ માટે માત્ર 89 બોલમાં 241 રનની ભાગીદારી કરી હતી, જે ટી20 ઇતિહાસની સંયુક્ત રીતે બીજી સૌથી મોટી પાર્ટનરશિપ છે. ગોસે 56 બોલમાં 132 રન બનાવ્યા, જ્યારે સ્ટીવ સ્મિથે 49 બોલમાં અણનમ 110 રન ફટકાર્યા હતા. બંનેએ 40-40 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને વોશિંગ્ટન ફ્રીડમને 18.4 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવીને 270 રન બનાવી 6 વિકેટે ઐતિહાસિક જીત અપાવી દીધી હતી.

એક મેચમાં 3 સદી: પુરુષ ટી20નો પ્રથમ અનોખો રૅકોર્ડ

પુરુષ ટી20 ક્રિકેટના ઇતિહાસમાં આ પ્રથમ એવી મેચ બની છે, જ્યાં એક જ મુકાબલામાં ત્રણ-ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી હોય છે.
નિકોલસ પૂરન – 106 રન
એન્ડ્રીસ ગોસ – 132 રન
સ્ટીવ સ્મિથ – 110* રન

પંજાબ કિંગ્સનો વર્લ્ડ રૅકોર્ડ તૂટ્યો

આ જીત સાથે વોશિંગ્ટન ફ્રીડમે પંજાબ કિંગ્સનો રૅકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલા ટી20 ઇતિહાસનો સૌથી મોટો સફળ રન ચેઝ પંજાબ કિંગ્સના નામે હતો. જેણે IPL 2026માં દિલ્હી કેપિટલ્સ સામે 265 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. જ્યારે ત્રીજા સ્થાન પર પણ પંજાબ કિંગ્સ જ છે, જેણે IPL 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 262 રન ચેઝ કર્યા હતા.

મેચમાં બનેલા રૅકોર્ડ્સની સુનામી

537 રન: એક ટી20 મેચમાં બંને ટીમોનો સંયુક્ત સ્કોર.
51 સિક્સર: સમગ્ર મુકાબલા દરમિયાન ફટકારેલી કુલ સિક્સર.
267 રન: ટી20 ઇતિહાસનો સૌથી મોટો સફળ રન ચેઝ.
3 સદી: પુરુષ ટી20ની એક જ મેચમાં પ્રથમ વખત ત્રણ સેન્ચુરી.
નિકોલસ પૂરન: 31 બોલમાં MLC ઇતિહાસની સૌથી ફાસ્ટ સદી.
એન્ડ્રીસ ગોસ: MLCમાં સદી ફટકારનાર પ્રથમ અમેરિકન બેટ્સમેન.
કીરોન પોલાર્ડ: ટી20 ક્રિકેટમાં 1000 સિક્સર પૂરી કરનાર પ્રથમ ખેલાડી.
241 રનની ભાગીદારી: ગોસ અને સ્મિથ વચ્ચે ટી20ની બીજી સૌથી મોટી પાર્ટનરશિપ.