Sports

ટીમ ઇન્ડિયાના નામે 5 અનિચ્છનીય રેકોર્ડ: આયર્લેન્ડ સામે શરમજનક પરાજયના કારણે લાગ્યો 'ડાઘ'

By GS Team
27 Jun 20263 mins read
TukuTouch Logo
આયરલેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં ભારતનો 34 રને કારમો પરાજય થયો છે. બેલફાસ્ટમાં રમાયેલી આ મેચમાં 183 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ હાર સાથે ભારતના નામે કેટલાક શરમજનક રેકોર્ડ્સ નોંધાયા છે, જેમાં આયરલેન્ડ સામે પ્રથમ પરાજય અને પ્રસિદ્ધ ક્રિષ્નાની મોંઘી બોલિંગ મુખ્ય છે. શ્રેયસ અય્યર ડેબ્યૂ મેચ હારનાર ચોથો ભારતીય કેપ્ટન બન્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ટીમ ઇન્ડિયાના નામે 5 અનિચ્છનીય રેકોર્ડ: આયર્લેન્ડ સામે શરમજનક પરાજયના કારણે લાગ્યો 'ડાઘ'

India Shameful Record: આયરલેન્ડ સામેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ટીમને માત્ર કારમી હારનો જ સામનો નથી કરવો પડ્યો, પરંતુ આ પરાજય સાથે ટીમ ઇન્ડિયા અને તેના ખેલાડીઓના નામે કેટલાક એવા શરમજનક રેકોર્ડ્સ પણ નોંધાઈ ગયા છે જેને કોઈ પણ ક્રિકેટર યાદ રાખવા માંગશે નહીં.
બેલફાસ્ટના સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ ખાતે રમાયેલી આ મેચમાં આયરલેન્ડે ભારતને 34 રને હરાવીને ઇતિહાસ રચ્યો છે. 183 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 18.5 ઓવરમાં માત્ર 148 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આવો જાણીએ આ હાર સાથે ભારતીય ક્રિકેટના નામે નોંધાયેલા એ 5 શરમજનક રેકોર્ડ્સ વિશે, જેના કારણે ટીમની ભારે ટીકા થઈ રહી છે.

1. આયરલેન્ડ સામે ઇતિહાસમાં સર્વપ્રથમ પરાજય
ભારતીય ક્રિકેટ ટીમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં આયરલેન્ડ સામે પ્રથમ વખત હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. આ પૂર્વે બંને ટીમો વચ્ચે રમાયેલી તમામ 11 મેચોમાં ભારતે એકતરફી જીત મેળવી હતી. વર્ષ 2007માં બંને દેશો વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી અને હવે આયરલેન્ડ ભારતને હરાવનારી વિશ્વની 11મી ટીમ બની ગઈ છે.

2. વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ફરી પ્રથમ જ મેચ ગુમાવી
ટીમ ઇન્ડિયાના નામે એક અજીબોગરીબ નકારાત્મક રેકોર્ડ નોંધાયો છે, જ્યાં ટીમ સતત બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યા બાદ પોતાની આગામી પ્રથમ જ આંતરરાષ્ટ્રીય મેચ હારી ગઈ છે.

  • વર્ષ 2024: T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ભારત પ્રથમ જ મેચ હારી ગયું હતું.
  • વર્ષ 2026: આ વર્ષે પણ T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ઇતિહાસનું પુનરાવર્તન થયું અને ટીમ આયરલેન્ડ સામે પ્રથમ મેચ હારી ગઈ.

3. પ્રસિદ્ધ ક્રિષ્નાના નામે સૌથી ખર્ચાળ બોલિંગનો રેકોર્ડ
ભારતના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના માટે આ મેચ કોઈ ખરાબ સ્વપ્ન જેવી સાબિત થઈ હતી. તેમણે પોતાની 4 ઓવરમાં 57 રન લૂંટાવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, પોતાની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં પણ તેમણે 68 રન આપ્યા હતા. આ સાથે તે સતત બે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 125 રન આપનારા ભારતનો પ્રથમ બોલર બની ગયો છે.

4. આયરલેન્ડ સામે ઇતિહાસની સૌથી મોંઘી ઓવર
પ્રસિદ્ધ ક્રિષ્નાના નામે વધુ એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો છે. મેચની 17મી ઓવરમાં આયરલેન્ડના બેટ્સમેનોએ તેના પર પ્રહારો કરતા 27 રન ફટકારી દીધા હતા, જેમાં ગેરેથ ડેલાનીએ સતત 3 સિક્સર ફટકારી હતી. આ સાથે પ્રસિદ્ધ આયરલેન્ડ સામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મોંઘી ઓવર ફેંકનાર ભારતીય બોલર બની ગયો છે.

5. ડેબ્યૂ મેચ હારનારો ચોથો ભારતીય કેપ્ટન બન્યો શ્રેયસ
નિયમિત કેપ્ટનની ગેરહાજરીમાં શ્રેયસ અય્યર આ મેચમાં પ્રથમ વખત ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યા હતા, પરંતુ કેપ્ટન તરીકેની તેની પ્રથમ જ મેચ હારમાં પરિણમી હતી. આ સાથે તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની કેપ્ટનશિપની ડેબ્યૂ મેચ હારનારા ભારતનો ચોથો કેપ્ટન બની ગયો છે. આ પૂર્વે વિરાટ કોહલી, રિષભ પંત અને શુભમન ગિલ પણ પોતાની કેપ્ટનશિપની પ્રથમ T20 મેચ હારી ચૂક્યા છે.