એક જ મેચમાં 4 ઐતિહાસિક રેકોર્ડ્! કિંગ કોંગલીએ સચિન-દ્રવિડને પછાડીને રચ્યો ઈતિહાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Virat Kohli Records vs England 2nd ODI 2026 : ઇંગ્લેન્ડ સામે સોફિયા ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી વનડે સિરીઝની બીજી મેચમાં ભલે ભારતીય ટીમ મોટો સ્કોર ન કરી શકી, પરંતુ રન મશીન વિરાટ કોહલીએ પોતાની શાનદાર ઇનિંગ્સના જોરે વિશ્વ ક્રિકેટમાં ઇતિહાસ રચી દીધો છે. કોહલીએ 66 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 65 રનની ઇનિંગ્સ રમીને એક સાથે ક્રિકેટ જગતના અનેક મોટા કીર્તિમાન પોતાના નામે કરી લીધા છે.
દ્રવિડ અને સચિનને પછાડી બન્યો નંબર 1
વિરાટ કોહલી હવે SENA દેશો (સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) વિરુદ્ધ વનડેમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. સેના (SENA) દેશો સામે આ કોહલીની 30મી ફિફ્ટી હતી. આ યાદીમાં તેણે રાહુલ દ્રવિડ (29 ફિફ્ટી) અને સચિન તેંડુલકર (25 ફિફ્ટી) ને પાછળ છોડી દીધા છે.
કુમાર સંગાકારાનો વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો
વિરોધી ટીમના ઘરઆંગણે (અવે મેચોમાં) સૌથી વધુ વનડે રન બનાવવાની વૈશ્વિક યાદીમાં પણ વિરાટ કોહલી ટોચ પર પહોંચી ગયો છે. આ મામલામાં કોહલીએ શ્રીલંકાના દિગ્ગજ કુમાર સંગાકારાને પછાડ્યો છે.વિરાટ કોહલી: 5,538 રન
કુમાર સંગાકારા: 5,518 રન
રિકી પોન્ટિંગ: 5,090 રન
સચિન તેંડુલકર: 5,065 રન
વિદેશી ધરતી પર 8,000 વનડે રન પૂરા
આ શાનદાર ઇનિંગ્સની મદદથી વિરાટ કોહલીએ વિદેશી ધરતી પર વનડે ફોર્મેટમાં પોતાના 8,000 રન પણ પૂરા કરી લીધા છે. તે વિદેશમાં આ સિદ્ધિ મેળવનારો ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે. આ પહેલા માત્ર સચિન તેંડુલકર (11,450 રન) અને સૌરવ ગાંગુલી (8,111 રન) જ આ મુકામ સુધી પહોંચી શક્યા છે. આ સિવાય કોહલી ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ 33 વખત 50+ સ્કોર બનાવનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
બીજી વનડેમાં ભારત 233 રનમાં સમેટાયું
મેચની વાત કરીએ તો, ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 44 ઓવરોમાં માત્ર 233 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી શ્રેયસ અય્યરે સૌથી વધુ 66 રન ફટકાર્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ 65 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ વતી જોફ્રા આર્ચર અને ગસ એટકિન્સને ઘાતક બોલિંગ કરતા 3-3 વિકેટ ઝડપી હતી.









