Sports

27 ચોગ્ગા, 7 છગ્ગા અને 250 રન...! ચેપોક સ્ટેડિયમમાં ઈશાન કિશનની વિસ્ફોટક બેટિંગ; ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો

By GS Team
7 Sep 20262 mins read
TukuTouch Logo
ચેન્નઈમાં દુલીપ ટ્રોફી 2026-27ની ફાઇનલમાં ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશને સાઉથ ઝોન સામે 270 રનની શાનદાર બેવડી સદી ફટકારી હતી. 270 બોલમાં તેણે આ સિદ્ધિ મેળવી. ઈશાનની બેવડી સદીથી ઈસ્ટ ઝોને 708 રન બનાવ્યા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની આ બીજી બેવડી સદી છે. દુલીપ ટ્રોફી ફાઇનલમાં બેવડી સદી ફટકારનાર તે છઠ્ઠો બેટર બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

27 ચોગ્ગા, 7 છગ્ગા અને 250 રન...! ચેપોક સ્ટેડિયમમાં ઈશાન કિશનની વિસ્ફોટક બેટિંગ; ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો

Ishan Kishan: દુલીપ ટ્રોફી 2026-27ની ફાઇનલમાં ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશને સાઉથ ઝોન સામે શાનદાર બેટિંગ કરતાં બેવડી સદી ફટકારી છે. ચેન્નાઈના સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચના બીજા દિવસે ઈશાને 270 બોલમાં ડબલ સેન્ચુરી પૂર્ણ કરી હતી. આ ઇનિંગમાં તેણે 26 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ઈશાનની બેવડી સદીના દમ પર ઈસ્ટ ઝોને પ્રથમ ઇનિંગમાં 708 રનનો વિશાળ સ્કોર કર્યો હતો.

ઇશાન કિશનની ઐતિહાસિક સિદ્ધિ

ઈસ્ટ ઝોનની પ્રથમ ઇનિંગની 122મી ઓવરમાં દેવદત્ત પડિક્કલના બીજા બોલ પર ચોગ્ગો ફટકારી ઈશાન કિશન આ ઐતિહાસિક સિદ્ધિ સુધી પહોંચ્યો હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ તેની બીજી ડબલ સેન્ચુરી છે, જ્યારે દુલીપ ટ્રોફીમાં તેણે પ્રથમ વખત બેવડી સદી નોંધાવી છે. ઈશાને કુલ 334 બોલમાં 270 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં 30 ચોગ્ગા અને સાત છગ્ગાનો સમાવેશ થાય છે.

ફાઇનલમાં ડબલ સેન્ચ્યુયરી ફટકારનારો ઇસ્ટ ઝોનનો પ્રથમ ખેલાડી

ઈશાન કિશન દુલીપ ટ્રોફીની ફાઇનલમાં ડબલ સેન્ચુરી ફટકારનારો ઈસ્ટ ઝોનનો પ્રથમ બેટર બન્યો છે. આ સાથે જ દુલીપ ટ્રોફીના ઇતિહાસમાં ઈસ્ટ ઝોન તરફથી બેવડી સદી ફટકારનારો તે ત્રીજો ખેલાડી છે. આ પહેલાં અરુણ લાલ અને સબા કરીમે આ સિદ્ધિ હાંસલ કરી હતી. અરુણ લાલે 1986-87ની સિઝનમાં બે બેવડી સદી ફટકારી હતી, જ્યારે સબા કરીમે 1995-96માં આ સિદ્ધિ મેળવી હતી.

દુલીપ ટ્રોફીની ફાઇનલમાં ડબલ સેન્ચુરી ફટકારનારો ઈશાન કિશન છઠ્ઠો બેટર બન્યો છે. આ પહેલાં રમન લાંબા, અંશુમાન ગાયકવાડ, યુસુફ પઠાણ, ચેતેશ્વર પુજારા અને યશસ્વી જયસ્વાલ આ યાદીમાં સામેલ હતા. આ ઉપરાંત દુલીપ ટ્રોફીની ફાઇનલમાં કેપ્ટન તરીકે સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ પણ હવે ઈશાન કિશનના નામે નોંધાયો છે. અગાઉ આ રેકોર્ડ અંશુમાન ગાયકવાડના નામે હતો.

દુલીપ ટ્રોફી ફાઇનલમાં બેવડી સદી ફટકારનારા બેટર્સ

  • 216 – અંશુમાન ગાયકવાડ (નોર્થ ઝોન સામે, 1987)
  • 320 – રમન લાંબા (વેસ્ટ ઝોન સામે, 1987)
  • 210* – યુસુફ પઠાણ (સાઉથ ઝોન સામે, 2010)
  • 256* – ચેતેશ્વર પુજારા (ઈન્ડિયા રેડ સામે, 2016)
  • 209 – યશસ્વી જયસ્વાલ (સાઉથ ઝોન સામે, 2022)
  • 270 – ઈશાન કિશન (સાઉથ ઝોન સામે, 2026)