Sports

25 છગ્ગા, 15 ચોગ્ગા અને 233 રન! અભિષેક શર્માની વિસ્ફોટક ઈનિંગ્સથી ક્રિકેટ જગત ચોંક્યું, બોલર્સ લાચાર

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
અમૃતસરના ગાંધી ગ્રાઉન્ડ ખાતે રમાયેલી પંજાબ સ્ટેટ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ સિનિયર વનડે ટુર્નામેન્ટમાં અભિષેક શર્માએ તરન તારન સામે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. 2 ઓગસ્ટના રોજ અમૃતસર મેન સિનિયર તરફથી રમતા, તેણે માત્ર 91 બોલમાં 233 રન ફટકાર્યા હતા, જેમાં 25 છગ્ગા અને 15 ચોગ્ગા શામેલ હતા. આ ઇનિંગથી અમૃતસરે 533 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ઝિમ્બાબ્વે શ્રેણીના ખરાબ ફોર્મને પાછળ છોડી અભિષેકે શાનદાર વાપસી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

25 છગ્ગા, 15 ચોગ્ગા અને 233 રન! અભિષેક શર્માની વિસ્ફોટક ઈનિંગ્સથી ક્રિકેટ જગત ચોંક્યું, બોલર્સ લાચાર

Abhishek Sharma 233 Runs Domestic Cricket : ભારતીય ક્રિકેટ ટીમનો વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં એવો કહર વર્તાવ્યો કે હરીફ ટીમના બોલરો માત્ર તમાશા બનતા રહી ગયા. પંજાબ સ્ટેટ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ સિનિયર વનડે લિમિટેડ ઓવર્સ ટુર્નામેન્ટ 2026-27 માં અમૃતસર મેન સિનિયર તરફથી રમતા અભિષેક શર્માએ તરન તારન મેન સિનિયર સામે માત્ર 91 બોલમાં 233 રનની અત્યંત વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ મુકાબલો 2 ઓગસ્ટ (રવિવાર) ના રોજ અમૃતસરના ગાંધી ગ્રાઉન્ડ્સ પર રમાયો હતો.

ચોગ્ગા-છગ્ગાની આતશબાજી અને ધમાકેદાર સ્ટ્રાઇક રેટ

બાંયા હાથના બેટર અભિષેક શર્માની આ ઇનિંગ સંપૂર્ણપણે આક્રમક રહી હતી. તેણે પોતાની 233 રનની ઇનિંગમાં 25 છગ્ગા અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા. એટલે કે તેણે માત્ર બાઉન્ડ્રી દ્વારા જ 210 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 256.04 રહ્યો હતો. તેણે ઇનિંગની શરૂઆતથી જ વિરોધી ટીમના કોઈપણ બોલરને સેટ થવાની તક આપી ન હતી અને મેદાન ચારેય બાજુ લાંબા શૉટ્સ રમ્યા હતા.

અમૃતસરની ટીમ દ્વારા 533 રનનો વિશાળ સ્કોર

અભિષેક શર્માની આતિશી બેટિંગના દમ પર અમૃતસર મેન સિનિયરે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટના નુકસાને 533 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટીમ માટે અન્ય બેટરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
અભય ચૌધરી: 85 બોલમાં 93 રન
અભિનવ શર્મા: 33 બોલમાં 51 રન
સાહિલ શર્મા: 20 બોલમાં 37 રન
વરિન્દર સિંહ લોહટ: 36 રન
સલિલ અરોડા: 29 રન

ઝિમ્બાબ્વે શ્રેણીના ખરાબ ફોર્મને પાછળ છોડ્યું

ઉલ્લેખનીય છે કે અભિષેક શર્મા ઝિમ્બાબ્વે સામેની તાજેતરની T20 શ્રેણીમાં બેટથી ખાસ કમાલ કરી શક્યો ન હતો અને 3 ઇનિંગ્સમાં માત્ર 11 રન જ બનાવી શક્યો હતો. જોકે, ડોમેસ્ટિક ક્રિકેટમાં આ શાનદાર વાપસી કરીને તેણે સાબિત કરી દીધું છે કે તેનું ફોર્મ અને વિસ્ફોટક બેટિંગ શૈલી યથાવત છે.