10 છગ્ગા, 4 ચોગ્ગા... 49 બોલમાં ગ્લેન ફિલિપ્સની તોફાની સદી, ભારત સામે 260 રનનો કપરો ટારગેટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India vs New Zealand 4th T20I: ન્યુઝીલેન્ડે ઓકલેન્ડના ઈડન પાર્કમાં ચોથી T20 મેચમાં ભારત સામે 260 રનનો વિશાળ ટારગેટ રાખ્યો છે. યજમાન ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 259 રન બનાવ્યા છે. ગ્લેન ફિલિપ્સે ભારતીય બોલરોની ધુલાઈ કરતા 49 બોલમાં 107 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેણે 6 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. માઈકલ બ્રેસવેલે પણ 25 બોલમાં 65 રન ફટકારીને ન્યુઝીલેન્ડના સ્કોરને વેગ આપ્યો હતો. અગાઉ ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને ન્યુઝીલેન્ડને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર કરવામાં આવ્યા છે, ઈશાન કિશન અને મયંક યાદવની એન્ટ્રી થઈ છે, જ્યારે વૈભવ સૂર્યવંશી અને ભુવનેશ્વર કુમાર બહાર છે.
ભારતીય ટીમ અગાઉથી જ T20 સિરીઝ પોતાના નામે કરી ચૂકી છે. T20 સિરીઝની શરૂઆતની બે મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ હતી, જે ભારતીય ટીમે 4 વિકેટના સમાન માર્જીનથી જીતી હતી. ત્યારબાદ વેલિંગ્ટનમાં રમાયેલી મેચ જીતવામાં પણ ભારતીય ટીમ સફળ રહી હતી.
મયંક યાદવે પોતાની પહેલી જ ઓવરના છઠ્ઠા બોલ પર ભારતને સફળતા અપાવી દીધી. તેણે ટિમ સીફર્ટને ડીપ થર્ડ મેન પર પ્રિન્સ યાદવના હાથે કેચ આઉટ કરાવ્યો. સીફર્ટ 5 બોલમાં 3 રન બનાવીને આઉચ થઈ ગયો હતો.
મયંક યાદવે મિશેલને LBW કર્યો
ત્યારબાદ મયંક યાદવે પોતાની ઝડપથી ન્યુઝીલેન્ડને બીજો આંચકો આપ્યો. તેણે 143 કિમી પ્રતિ કલાકની ઝડપથી સચોટ યોર્કર નાખીને ડેરિલ મિશેલને LBW આઉટ કર્યા. મિશેલે રિવ્યુ પણ લીધો હતો, પરંતુ બોલ સીધો તેના પાછળના પગ પર વાગ્યો હતો અને અમ્પાયરનો નિર્ણય યથાવત રહ્યો. મિશેલે માત્ર 9 બોલમાં 24 રન બનાવ્યા, જેમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા.
અક્ષર પટેલે ફિન એલનને આઉટ કર્યો
અક્ષર પટેલે ફિન એલનની તુફાની ઈનિંગનો અંત કરી દીધો. તેણે 99 કિમી પ્રતિ કલાકની ઝડપથી શોર્ટ બોલ નાખ્યો, જેને એલને હવામા રમી દીધો. ડીપ કવર પર અભિષેક શર્માએ આસાન કેચ પકડી લીધો. એલન 17 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો. તેની ઈનિંગમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા.
મયંક યાદવે જેકબ્સને પેવેલિયન મોકલ્યો
મયંક યાદવે પોતાની રફ્તારથી ન્યુઝીલેન્ડને ચોથો ઝટકો આપ્યો. તેણે 142 કિમી પ્રતિ કલાકની ઝડપથી શોર્ટ બોલ નાખ્યો. જેકબ્સે પુલ શોર્ટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ હવામાં ઊંચે ચડી ગયો. મિડવિકેટ પર અર્શદીપ સિંહે આસાન કેચ પકડી લીધો. જેકબ્સ 7 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો.
પ્રિન્સ યાદવે માઈકલ બ્રેસવેલને LBW કર્યો
પ્રિન્સ યાદવે સચોટ યોર્કર નાખીને માઈકલ બ્રેસવેલની તુફાની ઈનિંગનો અંત કર્યો. બ્રેસવેલ બોલને સ્કૂપ કરવા માટે આગળ વધ્યો, પરંતુ ચૂકી ગયો અને બોલ સીધો પેડ પર જઈને વાગ્યો. અમ્પાયરે તેને LBW આઉટ આપ્યો. બ્રેસવેલે રિવ્યુ લીધો, પરંતુ નિર્ણય બદલાયો નહીં. ન્યુઝીલેન્ડે પોતાનો એક રિવ્યુ પણ ગુમાવી દીધો. બ્રેસવેલે 25 બોલમાં 65 રન ફટકાર્યા. તેની ઈનિંગમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ હતા.
અર્શદીપ સિંહે મિશેલ સેન્ટનરને આઉટ કર્યો, T20Iમાં 150 વિકેટ પૂરી
અર્શદીપ સિંહે મિશેલ સેન્ટનરને આઉટ કરીને ન્યુઝીલેન્ડને છઠ્ઠો ઝટકો આપ્યો. તેણે ઓફ સ્ટમ્પની બહાર ફૂલ બોલ નાખ્યો. સેન્ટનર જોરદાર શોર્ટ રમ્યો, પરંતુ બોલ સીધો ડીપ પોઈન્ટ પર ઉભેલા નીતિશ કુમાર રેડ્ડીના હાથમાં ગયો. સેન્ટનર 6 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો. આ વિકેટની સાથે જ અર્શદીપ સિંહે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની 150 વિકેટ પણ પૂરી કરી લીધી.
નીતિશ રેડ્ડીએ ગ્લેન ફિલિપ્સને આઉટ કર્યો, તુફાની સદી પૂરી કરીને પરત ફર્યો
નીતિશ કુમાર રેડ્ડીએ ગ્લેન ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગનો અંત કરી દીધો. તેણે ફૂલ બોલ નાખ્યો, જેના પર ફિલિપ્સે કવરની ઉપરથી મોટો શોર્ટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ સીધો ડીપમાં ઉભેલા અભિષેક શર્માના હાથમાં ગયો. ફિલિપ્સે 49 બોલમાં 107 રન બનાવ્યા. તેની આ આતિશી ઈનિંગમાં 6 ચોગ્ગા અને 10 છગ્ગા સામેલ હતા. તેણે 218.36ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી. ફિલિપ્સની વિદાય પર ઈડન પાર્કમાં દર્શકોએ ઊભા થઈને તાળીઓ પાડી હતી.
ન્યુઝીલેન્ડની વિકેટો
5 રન: ટિમ સીફર્ટ (0.6 ઓવર)
34 રન: ડેરીલ મિશેલ (2.5 ઓવર)
93 રન: ફિન એલન (7.6 ઓવર)
112 રન: બેવન જેકબ્સ (10.4 ઓવર)
227 રન: માઇકલ બ્રેસવેલ (17.2 ઓવર)
246 રન: મિશેલ સેન્ટનર (18.6 ઓવર)
252 રન: ગ્લેન ફિલ્ડ્સ (19.2 ઓવર)
ભારત (પ્લેઈંગ XI): અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધિર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મયંક યાદવ, પ્રિન્સ યાદવ.
ન્યુઝીલેન્ડની ટીમમાં કાઈલ જેમીસનની જગ્યાએ નાથન સ્મિથની વાપસી થઈ છે.
ન્યુઝીલેન્ડ (પ્લેઈંગ XI): ફિન એલન, ટિમ સીફર્ટ (વિકેટકીપર), ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, બેવન જેકબ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, એડમ મિલ્ને, જેકોબ ડફી, મેથ્યુ ફિશર.




