Shatdal

યુવાની એટલે જ આઝાદી ! વાંચો એક અનોખા 'જેન ઝી'ની કલમે જવાની ઝિંદાબાદ !

By GS Team
11 Aug 202611 mins read
યુવાની એટલે જ આઝાદી ! વાંચો એક અનોખા 'જેન ઝી'ની કલમે જવાની ઝિંદાબાદ !
  • અનાવૃત-જય વસાવડા
  • યુવાઓએ યાદ એ રાખવાનું જે સમજાવવાની એક બોખા વડીલ નામે મહાત્મા ગાંધીએ મહેનત કરી હતી. મહત્વની આઝાદી નથી. સ્વરાજ છે. સ્વરાજ શબ્દ અનોખો છે. સ્વ ઉપરનું રાજ. આઝાદ થયા પછી બેફામ વર્તવાની છૂટ ફરી ગુલામ બનાવી શકે

વ ધુ એક સ્વાતંત્ર્યદિન નજીક છે ત્યારે થોડું કષ્ટ લો, એ યાદ રાખીને કે આ આઝાદી માટે આપણા વડવાઓએ કેવી તકલીફો ઉઠાવી હતી! કોઈ જેલ ગયું. કોઈ ફાંસીએ ચડયું. કોઈ ભૂખ્યું રહ્યું. કોઈએ ગોળી ખાધી. કેટલાકની આખી જીવની, આખો પરિવાર, બધું સુખ ધુરંધરના જસકિરતસિંહની જેમ ધોવાઈ ગયું. પણ પોતાના ભોગે એમણે આપણા માટે દેશ સાચવવાની ખેવના કરી. એની સામે આપણે તો એક સાહિત્યિક હિન્દીમાં લખાયેલો લેખ માત્ર વાંચવાનો છે એ પણ આસાન રહે એ માટે ગુજરાતી લિપિમાં ! અને તમે એ જાણીને ચોંકી જાશો કે આ લેખ જેન ઝીએ લખેલો છે. માત્ર ૧૮ વર્ષની ઉંમરે કેવું ભાષા પર પ્રભુત્વ છે ! જરાક અઘરું લાગે તો પણ આખી ટેક્સ્ટમાંથી પસાર થઈને સમજો કે કવિતાની ભાષામાં કેવા સ્પષ્ટ દાહક અને મોહક વિચારો છે ! લો, વાંચો.


'યુવાવસ્થા માનવ-જીવન કા વસંતકાલ હૈ. ઉસે પાકર મનુષ્ય મતવાલા હો જાતા હૈ. હજારો બોતલ કા નશા છા જાતા હૈ. વિધાતા કી દી હુઈ સારી શક્તિયાં સહસ્ત્રધારા હોકર ફૂટ પડતી હૈ. મદાંધ માતંગ કી તરહ નિરંકુશ, વર્ષાકાલીન શોણભદ્ર કી તરહ દુર્ઘર્ષ, પ્રલયકાલીન પ્રબલ પ્રભંજન કી તરહ પ્રચંડ, નવાગત વસન્ત કી પ્રથમ મલ્લિકા કલિકા કી તરહ કોમલ, જ્વાલામુખી કી તરહ ઉચ્છૃંખલ ઔર ભૈરવી-સંગીત કી તરહ મધુર યુવાવસ્થા હૈ. ઉજ્જવલ પ્રભાત કી શોભા, સ્નિગ્ધ સંધ્યા કી છટા, શરદચન્દ્રિકા કી માધુરી ગ્રીષ્મ મધ્યાહ્ન કા ઉત્તાપ ઔર ભાદ્રપદી અમાવસ્યા કે અર્ધરાત્ર કી ભીષણતા યુવાવસ્થા મેં નિહિત હૈ.
જૈસે ક્રાંતિકારી કી જેબ મેં બમગોલા, ષડયંત્રી કી અસટી મેં ભરા-ભરાયા તમંચા, રણ-રસ-રસિક વીર કે હાથ મેં ખડ્ગ, વૈસે હી મનુષ્ય કી દેહ મેં યુવાવસ્થા. સોલાહ સે પચ્ચીસ વર્ષ તક હાડ-ચામ કે સન્દૂક મેં સંસારભર કે હાહાકારો કો સમેટકર વિધાતા બન્દ કર દેતા હૈ. દસ બરસ તક યહ ઝાઁઝરી નૈયા મંઝધાર તૂફાન મેં ડગમગાતી રહતી હૈ. યુવાવસ્થા દેખને મેં તો શસ્યશ્યામલા વસુંધરા સે ભી સુન્દર હૈ, પર ઇસકે અંદર ભૂકંપ કી-સી ભયંકરતા ભરી હુઈ હૈ. ઇસલિયે યુવાવસ્થા મેં મનુષ્ય કે લિયે કેવલ દો હી માર્ગ હૈ- વહ ચઢ સકતા હૈ ઉન્નતિ કે સર્વોચ્ચ શિખર પર, વહ ગિર સકતા હૈ અધ:પાત કે અંધેરે ખંદક મેં.
ચાહે તો ત્યાગી હો સકતા હૈ યુવક, ચાહે તો વિલાસી બન સકતા હૈ યુવક. વહ દેવતા બન સકતા હૈ, તો પિશાચ ભી બન સકતા હૈ. વહી સંસાર કો ત્રસ્ત કર સકતા હૈ, વહી સંસાર કો અભયદાન દે સકતા હૈ. સંસાર મેં યુવક કા હી સામ્રાજ્ય હૈ. યુવક કે કીર્તિમાન સે સંસાર કા ઇતિહાસ ભરા પડા હૈ. યુવક હી રણચંડી કે લલાટ કી રેખા હૈ. યુવક સ્વદેશ કી યશ-દુન્દુભિ કા તુમુલ નિનાદ હૈ. યુવક હી સ્વદેશ કી વિજય-વૈજયંતી કા સુદ્રઢ઼ દંડ હૈ.
વહ મહાભારત કે ભીષ્મપર્વ કી પહેલી લલકાર કે સમાન વિકરાલ હૈ, પ્રથમ મિલન કે સ્ફીત ચુમ્બન કી તરહ સરસ હૈ, રાવણ કે અહંકાર કી તરહ નિર્ભીક હૈ, પ્રહલાદ કે સત્યાગ્રહ કી તરહ દ્રઢ઼ ઔર અટલ હૈ. અગર કિસી વિશાલ હૃદય કી આવશ્યકતા હો, તો યુવકોં કે હૃદય ટટોલો. અગર કિસી આત્મત્યાગી વીર કી ચાહ હો, તો યુવકોં સે માંગો. રસિકતા ઉસી કે બાંટે પડી હૈ. ભાવુકતા પર ઉસી કા સિક્કા હૈ. વહ છંદશાસ્ત્ર સે અનભિજ્ઞા હોને પર ભી પ્રતિભાશાલી કવિ હૈ. કવિ ભી ઉસી કે હૃદયારવિન્દ કા મધુપ હૈ. વહ રસોં કી પરિભાષા નહીં જાનતા, પર વહ કવિતા કા સચ્ચા મર્મજ્ઞા હૈ.
સૃષ્ટિ કી એક વિષમ સમસ્યા હૈ યુવક. ઈશ્વરીય રચના-કૌશલ કા એક ઉત્કૃષ્ટ નમૂના હૈ યુવક. સન્ધ્યા સમય વહ નદી કે તટ પર ઘંટો બૈઠા રહતા હૈ. ક્ષિતિજ કી ઓર બઢ઼તે જાનેવાલે રક્તરશ્મિ સૂર્યદેવ કો આકૃષ્ટ નેત્રો સે દેખતા રહ જાતા હૈ. ઉસ પાર સે આતી હુઈ સંગીતલહરી કે મન્દ પ્રવાહ મેં તલ્લીન હો જાતા હૈ. વિચિત્ર હૈ ઉસકા જીવન. અદભુત હૈ ઉસકા સાહસ. અમોઘ હૈ ઉસકા ઉત્સાહ.
વહ નિશ્ચિન્ત હૈ, અસાવધાન હૈ. લગન લગ ગઈ હૈ, તો રાતભર જાગના ઉસકે બાયે હાથ કા ખેલ હૈ, જેઠ કી દુપહરી ચૈત કી ચાંદની હૈ, સાવન-ભાદોં કી ઝડી મંગલોત્સવ કી પુષ્પવૃષ્ટિ હૈ, સ્મશાન કી નિસ્તબ્ધતા, ઉદ્યાન કા વિહંગકલ કૂંજન હૈ. વહ ઇચ્છા કરે તો સમાજ ઔર જાતિ કો ઉદ્બુદ્ધ કર દે, દેશ કી લાલી રખ લે, રાષ્ટ્ર કા મુખોજ્જ્વલ કર દે, બડે-બડે સામ્રાજ્ય ઉલટ ડાલે. પતિતોં કે ઉત્થાન ઔર સંસાર કે ઉદ્ધારક સૂત્ર ઉસી કે હાથ મેં હૈ. વહ ઇસ વિશાલ વિશ્વ રંગસ્થલ કા સિદ્ધહસ્ત
ખેલાડી હૈ.
અગર રક્ત કી ભેટ ચાહિયે, તો સિવા યુવક કે કોન દેગા ? અગર તુમ બલિદાન ચાહતે હો, તો તુમ્હેં યુવક કી ઓર દેખના પડેગા. પ્રત્યેક જાતિ કે ભાગ્યવિધાતા યુવક હી તો હોતે હૈ. એક પાશ્ચાત્ય પંડિત ને ઠીક હી કહા હૈ-- It is an established truism that young men of today are the countrymen of tomorrow holding in their hands the high destinies of the land. They are the seeds that spring and bear fruit. ભાવાર્થ યહ કિ આજ કે યુવક હી કલ કે દેશ કે ભાગ્ય-નિર્માતા હૈ. વે હી ભવિષ્ય કે સફલતા કે બીજ હૈ.
સંસાર કે ઇતિહાસોં કે પન્ને ખોલકર દેખ લો, યુવક કે રક્ત સે લિખે હુએ અમર સંદેશ ભરે પડે હૈ. સંસાર કી ક્રાંતિયોં ઔર પરિવર્તનોં કે વર્ણન છાંટ ડાલો, ઉનમેં કેવલ એસે યુવક હી મિલેંગે, જિન્હેં બુદ્ધિમાનોં ને 'પાગલ છોકરે' યા 'પથભ્રષ્ટ' કહા હૈ. પર જો સડે હૈ, વે ક્યા ખાક સમઝેંગે કિ સ્વદેશાભિમાન સે ઉન્મત્ત હોકર અપની લોથોં સે કિલે કી ખાઇયોં કો પાટ દેનેવાલે જાપાની યુવક કિસ ફૌલાદ કે ટુકડે થે. સચ્ચા યુવક તો બિના ઝિઝક કે મૃત્યુ કા આલિંગન કરતા હૈ, ચૌખી સંગીનોં કે સામને છાતી ખોલકર ડટ જાતા હૈ, તોપ કે મુઁહ પર બૈઠકર ભી મુસ્કુરાતા હી રહતા હૈ, બેડિયોં કી ઝનકાર પર રાષ્ટ્રીય ગાન ગાતા હૈ ઔર ફાઁસી કે તખ્તે પર અટ્ટહાસપૂર્વક આરૂઢ઼ હો જાતા હૈ. ફાંસી કે દિન યુવક કા હી વજન બઢ઼તા હૈ, જેલ કી ચક્કી પર યુવક હી ઉદબોધન મંત્ર ગાતા હૈ, કાલકોઠરી કે અંધકાર મેં ધંસકર હી વહ સ્વદેશ કો અંધકાર કે બીચ સે ઉબારતા હૈ. અમેરિકા કે યુવક દલ કે નેતા પૈટ્રિક હેનરી ને અપની ઓજસ્વિની વક્તૃતા મેં એક બાર કહા થા- Life is a dearer outside the prisonwalls, but it is immeasurably dearer within the prison-cells, where it is the price paid for the freedom's fight. અર્થાત્ જેલ કી દીવારોં સે બહાર કી જિન્દગી બડી મહંગી હૈ, પર જેલ કી કાલ કોઠરિયોં કી જિન્દગી ઔર ભી મહંગી હૈ ક્યોંકિ વહાં યહ સ્વતંત્રતા સંગ્રામ કે મૂલ્યરૂપ મેં ચુકાઈ જાતી હૈ.
જબ એસા સજીવ નેતા હૈ, તભી તો અમેરિકા કે યુવકોં મેં યહ જ્વલંત ઘોષણા કરને કા સાહસ ભી હૈ કિ, ‘We believe that when a Government becomes a destructive of the natural right of man, it is the man's duty to destroy that Government.’ અર્થાત્ અમેરિકા કે યુવક વિશ્વાસ કરતે હૈ કિ જન્મસિદ્ધ અધિકારો કો પદદલિત કરને વાલી સત્તા કા વિનાશ કરના મનુષ્ય કા કર્તવ્ય હૈ.
ઐ ભારતીય યુવક! તૂ ક્યોં ગફલત કી નીંદ મેં પડા બેખબર સો રહા હૈ. ઉઠ, આઁખેં ખોલ, દેખ, પ્રાચી-દિશા કા લલાટ સિન્દૂરરંજિત હો ઉઠા. અબ અધિક મત સો. સોના હો તો અનંત નિદ્રા કી ગોદ મેં જાકર સો રહ. કાપુરુષતા કે કોખ મેં ક્યોં સોતા હૈ? માયા-મોહ-મમતા કા ત્યાગ કર ગરજ ઉઠ- Farewell Farewell My true Love / The army is on move / And if I stayed with you Love / A coward I shall prove.”
તેરી માતા, તેરી પ્રાત:સ્મરણીયા, તેરી પરમ વંદનીયા, તેરી જગદમ્બા, તેરી અન્નપૂર્ણા, તેરી ત્રિશૂલધારિણી, તેરી સિંહવાહિની, તેરી શસ્યશ્યામલાંચલા આજ ફૂટ-ફૂટકર રો રહી હૈ. ક્યા ઉસકી વિકલતા તુઝે તનિક ભી ચંચલ નહીં કરતી? ધિક્કાર હૈ તેરી નિર્જીવતા પર! તેરે પિતા ભી નતમસ્તક હૈ ઇસ નપુંસકત્વ પર! યદિ અબ ભી તેરે કિસી અંગ મેં કુછ હયા બાકી હો, તો ઉઠકર માતા કે દૂધ કી લાજ રખ, ઉસકે ઉદ્ધાર કા બીડા ઉઠા, ઉસકે આંસુઓં કી એક એક બૂંદ કી સૌગન્ધ લે, ઉસકા બેડા પાર કર ઔર બોલ મુક્ત કંઠ સે- વંદેમાતરમ્.'


વાંચ્યુ ? આ લેખ છપાયેલો 'મતવાલા' નામના સાપ્તાહિકનાં અંક નબર ૩૮માં. પણ ક્યારે ? આજથી બરાબર ૧૦૧ વર્ષ પહેલા ૨૫ મે, ૧૯૨૫ના રોજ. અને કોણ હતો એ ત્યારનો જેન ઝી યુવક જેણે માત્ર ૧૮ વર્ષની ઉંમરે આટલું સચોટ મૌલિક અને જગતભરના ઈતિહાસ ને વાચનથી સમૃદ્ધ લખાણ લખ્યું ? સર્વોચ્ચ ક્રાંતિકારી શહીદ ભગતસિંહ! ત્યારે એમણે સંપાદક આચાર્ય શિવપૂજનને આ લેખ લાહોરથી મોકલીને ત્યારના પોતાની ઓળખ ગુપ્ત રાખવા બલવંતસિંહ નામે છાપવાનું કહેલું એ પત્રવ્યવહાર અને ડાયરી પણ સદભાગ્યે સચવાઈ છે.
બોલો, થોડીક આધુનિક ભાષા કરી નાખો તો અત્યારની એજ્યુકેશનના કરપ્શન અને પાછલી પેઢીએ કોમવાદ અને સત્તાલોભ ખાતર ગિરવે મુકેલી નૈતિકતા સામે મરેલી મોરાલિટી જગાડવા સોશ્યલ નેટવર્કથી સમાજની ગલીઓમાં જંતર મંતર ફૂંકવા નીકળેલી મોડર્ન ભારતીય જેન ઝીનો જ અવાજ લાગે ને ! જલિયાંવાલા બાગમાં બ્રિટીશ રાજની જોહુકમી સામે એકઠા થયેલા ભારતવાસીઓ પર જે રીતે જનરલ ડાયરનું પોલીસ દમન થયું એનાથી વ્યથિત આક્રોશિત ભગતસિંહે તો અંતે મોત મીઠું કરી લીધું !
અને આજે કંઈ ના સુઝે તો કેવળ વ્યક્તિ કે સત્તાના ફોલ્ડર થવા નીકળતા ધાર્મિક ટ્રોલિયા ઇતહાસના પાંચ પાના કે ઉપનિષદના પાંચ શ્લોક પણ ના જાણતા હોય અને ગમે તેને સનાતનના નામે વામપંથી કહેવા લાગે છે એમણે તો એમનો ખાલી ઉપલો માળ ફાંકાપ્રચારના વિષવિદ્યાલયને એવો ભાડે આપેલો છે ! એમને એટલું જીકે પણ નહિ હોય કે ભગતસિંહ તો નાસ્તિક અને વામપંથી યાને ડાબેરી વિચારના જ હતા ! અને એ પણ એમને ખબર નથી કે એમની ફાંસી રોકાવવા માટે ગાંધીજીએ પ્રયાસો કરેલા, નેહરુ જેલમાં મળવા પણ ગયેલા. પણ ભગતસિંહને જ ઇન્કિલાબ ખાતર દેહત્યાગ કરવાનો દ્રઢ નિર્ધાર હતો. અને પોતાના કોંગ્રેસી પિતાને એમણે 'તમારા સરદાર' યાને ગાંધીજીના હાથ નીચે આઝાદીની લડત ચાલુ રાખવા અનુરોધ પણ કરેલો.
એ તો આ ભૂમિની ખાસિયત છે. કુછ બાત હૈ કિ હસતી મિટતી નહીં હમારી એટલે કે આ ધરતીએ કોઈ પણ ભોગે વિચારોની સ્વાધીનતા ટકાવી રાખી છે. એ અભિવ્યક્તિની કલાત્મક સંસ્કૃતિ ગુલામીમાં પણ મરવા નથી દીધી એટલે તો ઇસ્લામિક શાસનના દૌર વખતે પણ તુલસીદાસજી, મહાપ્રભુજી, કબીર, નરસિંહ પેદા થતા રહ્યા. અંગ્રેેજોની હકુમત વખતે પણ ગાંધી, સુભાષ, નેહરુ, સરદાર, ભગતસિંહ, ટાગોર વગેરે ચિંગારીઓ બળતી રહી !
સ્થાપિત સત્તાને ડર હંમેશા સત્ય કરતા વધુ સત્ય માટે બીજાને સંગઠ્ઠિત કરી શકે એવા દમદાર અવાજોનો જગતભરમાં લાગતો રહ્યો છે. અને યુવાઓને હંમેશા ગમે તે ભોગે ભૂખ આઝાદીની જ રહી છે. દુષ્યંતકુમારની એક પંક્તિ છે : ન હો કમીઝ તો પાંવ સે પેટ ઢક લેંગે, એ લોગ કિતને મુનાસિબ હૈ ઇસ સફર કે લિયે ! આ ગુલામીની માનસિકતા છે. બરાબર સમજો, ગુલામી નહિ પણ ગુલામીની માનસિકતા છે. ગુલામી તો કોઈ જોરજબરદસ્તીથી કરાવે. તાકાતથી ડરાવીને કે લાલચ, ભય, દબાણ, ધમકી કોઈ પણ રીતે કરાવે. એમાં મજબૂરી હોય છે. પણ એક વર્ગ એવો હોય છે જેને સ્વેચ્છાએ ચરણચંપી કરવાની આદત હોય છે. જેમની પાસે ઢળી પડતી ડોક છે, પણ ટટ્ટાર કરોડરજ્જૂ નથી. નમતું માથું તો છે, પણ એમાં ખુદ્દાર વિચારો કરતુ મગજ નથી. અરે, લોકલાગણી દુભાઈ જશે એમ માનીને જે ગણતરીબાજ લીડર્સ કે સેલિબ્રિટીઝ સાચું એમને કહી ના શકે, એ પણ સ્વાધીન નથી. સ્વાર્થના ગુલામ છે કે લોકોના હિતની કડવી વાતો લોકોને બતાવી નથી શકતા. કોઈ ધંધાદારી વેપારી પ્રોફિટનો ગુલામ છે, તો કોઈ નોકરિયાત સલામતીનો. કોઈ મહિલા સંસ્કૃતિના નામે સમાજની ગુલામ છે, તો કોઈ પુરુષ પરંપરાના નામે રૂઢિચુસ્તતાનો.
યુવા હોવું એટલે જ આઝાદમિજાજ હોવું. ફ્રીડમ યૂથ કોન્સેપ્ટ છે. યુવા ચિત્ત વિદ્રોહી જ હોય. ફિક્સ્ડ ફ્રેમ એમને ગમે નહિ. એમની ધીરજ પરિવર્તન માટે ઓછી અને ઉતાવળ મનગમતી મોજ માટે વધુ જ હોય. એમને માટે રિવોલ્યુશન એ જ ઈવોલ્યુશન હોવાનું. એમને હોશ કરતા જોશ વધુ અપીલ કરે જ. એમને વાઈરલ થવું એટલે તો ગમે છે કે એમાં સોસાયટીની વેલિડિટી છે. એમનો સેલ્ફ ડાઉટ ક્લીયર થાય છે. એમને લાગે છે કે પોતે ખોટું નહિ કરતા હોય જયારે આટલું સમર્થન હોય તો અને કન્ફયુઝન તથા કંટાળો એ યુવાનીના વાઈરસ બેક્ટેરિયા છે. જેનાથી એ દૂર ભાગવા કોશિશ કરે ! અને એટલે જ આજકાલ જેન ઝીને રિઝવવા મોટા માથાઓ દોડવા લાગ્યા છે.
બસ, યુવાઓએ યાદ એ રાખવાનું જે સમજાવવાની એક બોખા વડીલ નામે મહાત્મા ગાંધીએ મહેનત કરી હતી. મહત્વની આઝાદી નથી. સ્વરાજ છે. સ્વરાજ શબ્દ અનોખો છે. સ્વ ઉપરનું રાજ. આઝાદ થયા પછી બેફામ વર્તવાની છૂટ ફરી ગુલામ બનાવી શકે. બ્લોકબસ્ટર સફળતાથી બધા ઊંઘતા લોકોને પોતાની વાતો કરવા માટે મજબૂર કરનાર જેન ઝીનો એક નાનકડો વર્ગ વિવેક ચૂકી ગાળો બોલવા ગયો તો મૂળ મુદ્દો વિસારે પાડી એના પર ફોકસ કરવાનો રાજકારણી કોમેન્ટશૂરાઓને લુચ્ચો મોકો મળી ગયો. અભદ્ર ભાષા જવાની માટે જોક છે, પણ વર્ષોથી એ વાપરતા ટ્રોલિયાટપોરીઓને ઠપકો આપ્યા વિના એને જેન ઝી પુરતો સિરિયસ ઓફેન્સ પણ ગણવામાં આવ્યો. એમનો આક્રોશ કોઈ વ્યક્તિગત નહિ પણ એજ્યુકેશનની સડી ગયેલી સીસ્ટમ સામે હતો, પણ એનો તરીકો વ્યંગમાંથી વિવેકહીન ભાષા તરફ વળ્યો તો એ મુદ્દો અસલ પીડા કરતા મોટો થઇ ગયો. આ યુવાનીનો વાઈડ બોલ. જૂની પેઢી દંભી બદતમીઝ છે તો આપણે એની કોપી નથી કરવાની. કારના ડેશબોર્ડ પર મેક્સીમમ સ્પીડ દેખાય, પણ સારો ચાલક એ કે જેને સમયસર બ્રેક મારતા આવડે. ઝડપ એ જ લાંબો સમય જાળવી શકે, જેનો કન્ટ્રોલ સારો હોય.
બાકી, યુવાચેતનાને લિબર્ટી હશે તો જ નવા ભારતના નિર્માણ માટે પોતાની ક્રિએટીવિટી ખીલવી શકશે. એટલે જે આઝાદીના લડવૈયા એવા આઇકોનની પૂજા કરીએ એમાંથી પ્રેરણા પણ મેળવીએ થોડી સર્જકતાની, થોડી ફિતૂરીની, થોડી અન્યાય સામે જલતી આગની.
ઝિંગ થિંગ
भगत सिंह
पहला चिंतक था पंजाब का
सामाजिक संरचना पर जिसने
वैज्ञानिक नजरिए से विचार किया था
पहला बौद्धिक
जिसने सामाजिक विषमताओं की, पीडा की
जडों तक पहचान की थी
पहला देशभक्त
जिसके मन में
समाज सुधार का
एक निश्चित द्रष्टिकोण था
पहला महान पंजाबी था वह
जिसने भावनाओं व बुद्धि के सामंजस्य के लिए
धुंधली मान्यताओं का आसरा नहीं लिया था
ऐसा पहला पंजाबी
जो देशभक्ति के प्रदर्शनकारी प्रपंच से
मुक्त हो सका
पंजाब की विचारधारा को उसकी देन
सांडर्स की हत्या
असेम्बली में बम फेंकने और
फांसी के फंदे पर लटक जाने के कहीं अधिक है
भगतसिंहने पहली बार
पंजाब को
जंगलीपन, पहलवानी व जहालत से
बुद्धिवाद की ओर मोडा था
जिस दिन फांसी दी गर्ई
असकी कोढरी में
लेनिन की किताब मिली
जिसका एक पन्ना मोडा गया था
पंजाब की जवानी को
उसके आखिरी दिन से
इस मुडे पन्ने से बढता है आगे
चलना है आगे ।
(अवतारसिंह संधु पाश)