હત્યા થવાની ભીતિને લીધે ટ્રમ્પ કેટરિંગ કન્ટેનરમાં બીજા પ્લેન સુધી પહોંચ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ટ્રમ્પ ઉડતા કિલ્લા જેવાં એરફોર્સ વન બોઇંગ ૭૪૭-૮ના બદલે નાનાં સી-૩૨એ વિમાન દ્વારા તૂર્કીથી ઇંગ્લેન્ડ પહોંચ્યા હતા
વૉશિંગ્ટન : તૂર્કીમાં હત્યાના પ્રયાસથી બચવા ગયા મહિને પ્રમુખ ટ્રમ્પ તેમને માટેનાં ઉડતા કિલ્લા સમાન ખાસ વિમાન બોઇંગ ૭૪૭-૮, એરફોર્સ વનમાં અંકારાથી ઇંગ્લેન્ડ જવા માટે તે વિમાનમાં ન જતાં સી-૩૨ એ જેવાં નાનાં વિમાનમાં ઇંગ્લેન્ડ પહોંચ્યા હતા અને તે વિમાનમાં પણ બેસવા માટે કેટરિંગ કન્ટેનર ટ્રક દ્વારા વિમાન સુધી પહોંચ્યા હતા.
વૉશિંગ્ટન પોસ્ટના રીપોર્ટ મુજબ વિમાનની એ અદલા બદલી પણ છેલ્લી મીનીટે જ કરવામાં આવી હતી, ત્યાં સુધી આ સમગ્ર કાર્યવાહી પણ અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી. તમામ અધિકારીઓને પણ અજાણ રાખવામાં આવ્યા હતા. તેમને તથા પત્રકારોને તેમ જ જણાવાવમાં આવ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પ તો નિયમાનુસાર એરફોર્સ વનમાં જ અંકારાથી ઇંગ્લેન્ડ જઇ રહ્યા છે. સાથે તે બધાને એરોપ્લેનની બારીઓ ઉપરના પર્દા પાડી દેવાનું કહેવામાં આવ્યું હતું.
પ્રમુખ ટ્રમ્પ તૂર્કીમાં પાટનગર અંકારામાં યોજાયેલી નાટો દેશોની શિખર પરીષદમાં ભાગ લેવા ગયા હતા. આ પછી બ્રિટન જવા નીકળતાં તેમણે વિમાન જ બદલી નાખ્યું હતું. કારણ કે આઈઆરજીસીએ તેમની હત્યાનું કાવતરું ઘડયું હોવાના અહેવાલો હતા. પ્રમુખ ટ્રમ્પે પોતાની સલામતી સામેના જોખમથી સી-૩૨એ વિમાન સુધી પહોંચવા માટે સત્તાવાર વાહનનો ઉપયોગ કરવાને બદલે કેટરિંગ કન્ટેનરનો ઉપયોગ કર્યો હતો.
પ્રમુખે વિમાન બદલવાનો કરેલો નિર્ણય કતારનાં રોયલ ફેમીલીએ ભેટ આપેલા નવાં વિમાન (એર ફોર્સ વન)ની સલામતી અંગે પણ પ્રશ્નો ઉભા કરે છે.









