Shatdal

સોશિયલ મિડીયાના પાપે શું આવનારી પેઢીઓ અભણ રહી જશે?

By GS Team
11 Aug 20263 mins read
સોશિયલ મિડીયાના પાપે શું આવનારી પેઢીઓ અભણ રહી જશે?

જ્યારે પાઠયપુસ્તકોનું સ્થાન રીલ્સ લઈ લે અને અલ્ગોરિધમ શિક્ષક બની જાય, ત્યારે એક આખી અજ્ઞાની પેઢી તૈયાર થાય છે. આવી જનરેશન દેશની સુરક્ષા માટે જોખમ બની જાય છે. સમાચાર માટે માત્ર ટૂંકા સોશિયલ મીડિયા વીડિયોઝ અને વણચકાસાયેલા ડિજિટલ અલ્ગોરિધમ્સ પર નિર્ભર રહેવાથી યુવાનો સરળતાથી ગેરમાર્ગે દોરાઈ શકે છે. આનાથી એક એવી પેઢી તૈયાર થાય છે જેની પાસે સાચી માહિતી હોતી નથી, જે આગળ જતાં સમાજ અને દેશની સુરક્ષા માટે ચિંતાનો વિષય બની શકે છે.

  • પલકી શર્મા

પલકી, તો પછી તમે ટેલિપ્રોમ્પ્ટર પરથી ઉચ્ચારાતા ખોટાં નરેટિવ્ઝ અને જૂઠાણાં વિશે શું કહેશો? જુદી જુદી રાજકીય પાર્ટીઓનાં આઈટી સેલવાળા સોશિયલ મિડીયાનો ઉપયોગ કરીને ધિક્કાર ફેલાવે છે, ને નેગેટિવ કેમ્પેઇન ચલાવે છે એનું શું? આજનું વિશ્વ ખૂલી ગયું છે. આજે લોકો છૂટથી કમ્યુનિકેટ કરે છે અને જૂઠાણાંઓને પકડી પાડે છે. આજના જેન-ઝી માટે આ જ એજ્યુકેશન છે.

લોકશાહીમાં આવું જોખમ ત્યારે ઊભું થાય જ્યારે સંવાદ ન થાય. જરૂર છે, લોકોનું ક્રિટિકલ થિંકિંગ અને મિડીયા લિટીરસી વધે તે માટે પ્રયત્નો કરવાની.

ડિજિટલ મીડિયાનાં જાણીતાં પત્રકાર પલકી શર્માએ એક ઇવેન્ટ દરમિયાન એવી વાત કરી કે ચર્ચાનો મધપૂડો છેડાઈ ગયો. પહેલાં પલકી શર્માનું નિરીક્ષણ વાંચો અને પછી તેને મળેલી કેટલીક પ્રતિક્રિયાઓ પર નજર ફેરવો…

…પણ આમાં ફક્ત ભારત પર જોખમ ઊભું થવાની ક્યાં વાત આવી? રીલ્સ તો આખી દુનિયામાં જોવાય છેને? વિશ્વભરના દેશોની સરકારોને હવે જનતા ડિજિટલ માધ્યમો દ્વારા સીધા સવાલો કરે છે, જે સારું જ છે.

આનેવાલી જનરેશન ઇસ હિસાબ સે બેવકૂફ હો જાયેગી. ધીરે ધીરે સબ કુછ એઆઈ કે ભરોસે હોને લગેગા, ફિર વો દિન ભી આયેગા જબ ઇન્સાન કો એઆઈ કન્ટ્રોલ કરેગા…

સાવ સાચી વાત કહી તમે, મેડમ. આજની પેઢી જીવનના પાઠ અને ડહાપણની વાતો શીખવા માટે પણ ગૂગલ અને ચેટજીપીટીનો સહારો લે છે. એમનામાં પોતાનાં મા-બાપ પ્રત્યે કે દેશ પ્રત્યે આદરભાવ જેવું કશું રહ્યું જ નથી.

પ્રેસ કોન્ફરન્સનું સ્થાન જ્યારે ઇન્સ્ટાગ્રામ રીલ લઈ ત્યારે પછી આવું જ થાય ને?

લોકશાહીમાં આવું જોખમ ત્યારે ઊભું થાય જ્યારે સંવાદ ન થાય. જરૂર છે, લોકોનું ક્રિટિકલ થિંકિંગ અને મિડીયા લિટીરસી વધે તે માટે પ્રયત્નો કરવાની.

હું કોલેજમાં પ્રોફેસર છું અને હું જોઉં છું કે આજકાલના છાકરાઓ નથી પુસ્તકો ખરીદતા કે નથી લાઇબ્રેરીમાં જઈને વાંચતા.

સાવ સાચી વાત કહી તમે, મેડમ. આજની પેઢી જીવનના પાઠ અને ડહાપણની વાતો શીખવા માટે પણ ગૂગલ અને ચેટજીપીટીનો સહારો લે છે. એમનામાં પોતાનાં મા-બાપ પ્રત્યે કે દેશ પ્રત્યે આદરભાવ જેવું કશું રહ્યું જ નથી.

જુવાનિયાઓ, પલકી શર્મા જે કહી રહ્યાં છે તે ધ્યાનથી સાંભળો. તમે પરંપરાગત ભણતર અને સાચાં નરેટિવ્ઝને બદલે ડિજિટલ મિડીયા પર જે કંઈ પિરસાઈ રહ્યું છે તેમાં જ રચ્યાપચ્યો રહેશો તો અનર્થ થશે.

તમે કહો છો કે પાઠયપુસ્તકો વાંચવાને બદલે… હું પૂછું છું કે કોણે લખેલાં પાઠયપુસ્તકો?

ઓહ, પલકી આઈટી સેલની વાત કરી રહી છે.

તમે જોજો, પાંચ જ વરસ પછી આ જેન-ઝી પેઢી પસ્તાતી હશે.

ઓહ, પલકી આઈટી સેલની વાત કરી રહી છે.

એવું કંઈ નથી. સોશિયલ મિડીયા રોક્સ!

આંકડાબાજી
૧ કલાક
૧૩ મિનિટ
ઇન્સ્ટાગ્રામ યુઝર્સ રોજની સરેરાશ આટલી મિનિટ આ એપ પર ગાળે છે. આમાંનો મોટા ભાગનો સમય તેઓ રીલ્સ જોવામાં પસાર કરે છે.