Shatdal

જ્યારે જુના પ્રેમીઓ ફરી મળે...

By GS Team
25 Aug 20264 mins read
જ્યારે જુના પ્રેમીઓ ફરી મળે...
  • રજનીગંધા-વિભાવરી વર્મા
  • શૌનકે મોબાઈલમાંથી શોધીને એની પત્ની શનાયાનો ફોટો બતાડયો. શૈલજાને એ ફોટો જોતાં જ એક જાતની વિચિત્ર ફીલીંગ થઈ આવી…

ચ હેરો તો દેખાતો નહોતો પણ ગરદનની પાછળ જે ઘેરા લાલ રંગનું લાખું હતું તે જોતાં જ શૈલજાને લાગ્યું કે આ શૌનક જ હોવો જોઈએ !
પણ શૌનક અહીં ? દહેરાદૂનમાં ? એ પણ આ ફાઇવ સ્ટાર હોટલમાં ?
છતાં શૈલજાએ રીસ્ક લીધું. તેણે સ્હેજ નજીક જઈને ધીમા અવાજે કહ્યું 'શૌનક દીવાન ?'
તરત જ એની પીઠ ફરી ! હા, એ શૌનક જ હતો ! શૈલજાનો કોલેજના સમયનો બોયફ્રેન્ડ ! અરે, માત્ર બોયફ્રેન્ડ થોડો હતો ? બન્ને વચ્ચે ભરચક પ્રેમ હતો…
શૌનક તો શૈલજાને જોતો જ રહી ગયો ! ચહેરાથી સરકતી તેની નજર શૈલજાના આખા શરીરના તમામ વળાંકો ઉપરથી છેક પગની પાની સુધી જઈને પાછી વળી, તેની આંખોમાં હજી આશ્ચર્ય હતું :
'શૈલજા ? તું ? આઈ મિન, તમે ? અહીં ક્યાંથી
તમે નહીં, તું જ કહેવાનું છે !' શૈલજા હસી પડી. 'આ હોટલમાં હું સિનિયર મેનેજર છું, ત્રણ વરસ થયાં…'
'ઓહ વાઉ !' શૌનકની આંખ હજી શૈલજાના સૌંદર્યને જ પી રહી હતી એ બોલી ઉઠયો :
'પહેલી નજરમાં તો હું તને ઓળખી જ ના શકયો. યુ લુક સો -'
'બ્યુટિફુલ એન્ડ ચાર્મિંગ ! બોલી નાંખને ? શૈલજા ફરી હસી પડી. કોલેજમાં મારી સાથે સેટિંગ પાડવા માટે તે વખતે પણ તું પહેલું વાક્ય આ જ બોલ્યો હતો !'
'હા, પણ તે વખતે તો -'
'તે વખતે હું માત્ર ચાર્મિંગ હતી, પણ એટલી બ્યુટિફૂલ નહોતી, રાઇટ?'
'હા, વાત તો સાચી છે. પણ તું તો આખેઆખી બદલાઈ ગઈ છે અને અહીં દહેરાદૂનમાં શી રીતે ?'
શૈલજાએ હસીને કહ્યું 'કોલેજ પત્યા પછી મેં હોટલ મેનેજમેન્ટમાં એમબીએ કર્યું… અને આ જોબ જ એવી છે કે સતત ખુબસુરત દેખાવું જોઈએ ! એટલું જ નહીં, બોડી મેન્ટેન કરવા માટે જીમ, ડાયેટ… બધું જ કરતાં રહેવું પડે.'
શૌનક હજી તેના 'ફીગર'ને નીરખી રહ્યો હતો. આ લાગ જોઈને શૈલજાએ પૂછી લીધું :
'વેલ, શનાયા કેમ છે ? મજામાં?'
'શનાયા…' શૌનક સ્હેજ હસી પડયો 'અરે એ મેરેજ પછી જાડી ઢમઢોલ થઈ ગઈ છે.'
'અચ્છા ? મેરેજ કરતાંની સાથે જ ?' શૈલજા ખડખડાટ હસવા લાગી.
'વેલ, સાવ એવું તો નહીં, પણ એને બેબી આવી પછી, એટલે કે અમારી બેબીનો જન્મ થયો પછી એણે ખાવાપીવામાં ધ્યાન જ નથી આપ્યું ! જોને, તને એનો ફોટો બતાવું…'
શૌનકે મોબાઈલમાંથી શોધીને એની પત્ની શનાયાનો ફોટો બતાડયો. શૈલજાને એ ફોટો જોતાં જ એક જાતની વિચિત્ર ફીલીંગ થઈ આવી…
'હવે તું બોલ,' શૌનકે ફોન બંધ કરતાં પૂછ્યું 'તારાં મેરેજ થઈ ગયાં ?'
'ક્યાંથી ?' શૈલજા જુઠ્ઠું બોલી. 'કોઈ તારા જેવો ડેશિંગ, હેન્ડસમ અને અમીર મૂરતિયો પણ મળવો જોઈએને ?'
શૈલજા જુઠ્ઠું બોલી હતી કેમકે એના મનમાં એક પ્લાન આકાર લઈ રહ્યો હતો. એ પ્લાન અમલમાં મુકતાં પહેલાં થોડી માહિતી મેળવવી જરૂરી હતી.
'સો ? વોટ બ્રિંગ્સ યુ હિયર ? આ દહેરાદૂનમાં શૌનક દીવાનનાં પાવન પગલાં કેમ પડી રહ્યાં છે ?'
શૌનક ખડખડાટ હસી પડયો. 'તારી જુની સ્ટાઇલ હજી બદલાઈ નથી ! વેલ, અહીંની એક કંપની સાથે બિઝનેસ ડીલ કરવા આવ્યો છું. જો ડીલ થઈ જશે તો અવારનવાર આવવાનું થશે.'
'અને ડીલ ના થયો તો ?' શૈલજાએ પોતાના અવાજમાં અચાનક ભીનાશ ઉમેરી દીધી. તેણે હળવેકથી શૌનકનો હાથ પકડી લીધો અને તેની આંખોમાં આંખો પરોવતાં કહ્યું :
'જો ડીલ નહીં થાય તો તો ફરી આ રીતે મળવાનું નહીં જ થાયને ?'
શૌનક ઇમોશનલ થઈ ગયો. તેણે શૈલજાના હાથ ઉપર પોતાની હથેળી મુકતાં નિસાસો નાંખ્યો : 'હા, એવું પણ બને…'
'તો મારે શું સમજવું ? આ કદાચ આપણી છેલ્લી મુલાકાત હશે ?' શૈલજાનો અવાજ ધુ્રજવા લાગ્યો. તેની આંખો છલકાઈ રહી હતી.
શૌનકે તેનો હાથ પોતાના ખોળામાં લેતાં પૂછ્યું :
'તો તું શું ઈચ્છે છે ?'
'એ જ… 'શૈલજાએ કહ્યું' ફોર ઓલ્ડ ટાઇમ સેક… ?
એક રાત માટે આપણે સાથે ન રહી શકીએ ?'
શૌનક જરા ગુંચવાયો. પણ પછી શૈલજાની ભીની આંખ, ધુ્રજતા હોઠ અને ગરમ થઈ રહેલી હથેળીના મોહપાશમાં આવી ગયો તેણે સ્માઇલ ફરકાવીને કહ્યું :
'શ્યોર, પણ ક્યાં ?'
'તારા રૂમમાં નહીં, હું તને સાંજ સુધીમાં જણાવું છું…'

એ રાત શૈલજા માટે સાતમા આસમાનની જાદૂઈ સફર સમાન હતી. છેક સવાર સુધી બન્ને એકબીજાના બાહુપાશમાં રહ્યાં.
બીજા દિવસે સાંજે જ્યારે શૌનક હોટલ છોડીને એરપોર્ટ ગયો ત્યારે શૈલજાના ચહેરા ઉપર કુટિલ સ્મિત ફરકી રહ્યું હતું.
કેબિનમાં જઈને તેણે પોતાનો મોબાઈલ ખોલ્યો… એમાં આખી રાતની રંગીન ક્ષણો જુદાજુદા ત્રણ 'હિડન કેમેરા' વડે ઝડપાઈ ચૂકી હતી !
શૈલજાએ એમાંથી એડિટ કરીને એક ગરમા ગરમ ક્લિપ પસંદ કરી. પછી તેણે શૌનકની જાડી, ઢમઢોલ થઈ ગયેલી પત્ની શનાયાના મોબાઈલમાં સેન્ડ કરી દીધી !
પછી તે બબડી : 'શનાયા, કોલેજમાં તું મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. છતાં જેવી તને ખબર પડી કે શૌનક દીવાન નામનો અતિશય પૈસાદાર અને હેન્ડસમ છોકરો મારા પ્રેમમાં છે, કે તરત તેં એન્ટ્રી મારી ! તું મારા કરતાં વધારે ગોરી, વધારે બોલ્ડ અને વધારે સેક્સી હતી.. તે રીતસર મારા શૌનકને મારી પાસેથી છીનવી લીધો હતો…'
એ હોટ-ક્લિપ ફરીવાર જોતાં શનાયાએ દાંત કચકચાવ્યા : 'હવે જો, હું તારા સંસારમાં કેવી આગ લગાડું છું !'