એક કચોરી દો સમોસા ઈન મર્દોં કા ક્યા ભરોસા

- વાઈરલ ફિવર
દ ક્ષિણ દિલ્હીના આસ્થા કુંજ પાર્કમાં થોડા દિવસો પહેલાં ૧૭ વર્ષની એક કિશોરી પર ગેંગરેપ થયો હતો. ત્યાર બાદ મહિલાઓને સુરક્ષાના નામે રાત્રે બહાર ન જવા જેવી સલાહ આપવામાં આવી હતી, જેનો ખૂબ વિરોધ થયો, એટલું જ નહીં, દિલ્હી યુનિવસટીની વિદ્યાર્થિનીઓએ વિરોધ પ્રદર્શન પણ કર્યું, નારેબાજી કરી, જેમાંથી અમુક નારા ખૂબ વાઇરલ થયા. જેમ કે-
એક કચોરી દો સમોસા…
ઈન મર્દોં કા ક્યા ભરોસા
એક સુટ્ટા દો ચાય…
મર્દ જાત હાય હાય
મેરે સર મેં દર્દ હૈ…
ઇસકા કારણ મર્દ હૈ
ઠંડે સમોસે ગરમ કરો…
મર્દ જાત શરમ કરો
શર્મ નહીં હૈ મર્દોં મેં…
ઔરત ક્યું હૈ પર્દોં મેં
ચાય ગરમ દૂધ ગરમ…
મર્દ સમાજ બેશરમ
આલુ લો પૂરી લો…
ઇન મર્દોં સે દૂરી લો
એક જીરા દો અજવાઈન…
મર્દ જાત દો રિઝાઇન
સાચ્ચે, સ્લોગનબાજી છોકરાઓના હાથમાં હતી ત્યાં સુધી કંઈ મજા આવતી નહોતી. એ શું યાર, દર વખતે એકનું એક - 'હમ કો ચાહિયે આઝાદી…' પણ જ્યારથી જેન-ઝી ગર્લ્સ મેદાનમાં ઉતરી છે ત્યારથી સ્લોગનમાં ક્રિયેટિવિટીમેં જે સુનામી આવી છે… આહા! ઝાઝું વિચારવાનું જ નહીં, જે મનમાં આવે એનું સ્લોગન બનાવી નાખવાનું!
હું કેટલો બેશરમ છું… મને તો આ સ્લોગનો સાંભળીને ઊલટાની મજા આવે છે!
સ્લોગનમાં ય ખાવાપીવાની વસ્તુઓ, બોલો.
આ છોકરીઓ કિચનથી આગળ નીકળતી જ નથી!
મને તો નવાઈ લાગે છે કે હજુ સુધી પાણીપુરીનું સ્લોગન કેમ બન્યું નથી?
સમાજમાં ભાગલા જ થયા કરે છે. હવે સ્ત્રી-પુરુષોમાં ય તડાં પડયાં.
આ મજાક કરવાની સમય નથી, બ્રો. વાતને સિરીયસલી લો. ભારતની રેપિસ્ટ કન્ટ્રી તરીકે છાપ ઊભી થઈ રહી છે તેની પરવા નથી તમને લોકોને? આપણે અપરાધીઓ છૂટથી ફરવા દઈએ છીએ અને છોકરીઓના હરવાફરવા પર પાબંદી ફરમાવી દઈએ છીએ. કેમ?
અમે છોકરીઓ કોઈની સાથે ઝઘડો કરવા માગતા નથી. અમને ફક્ત અમારા આત્મસન્માન માટે અવાજ ઉઠાવી રહ્યા છીએ… અને આ અવાજ હવે કોઈ દબાવી શકશે નહીં.
જેન-ઝી છોકરીઓનાં આ સ્લોગનો કેટલાં ક્યુટ છે, નહીં?
છોકરીઓ આપણી સરખામણી પણ કોની સાથે કરે છે એ તો જુઓ! એટલે આપણે કચોરી અને સમોસા, એમ?
મને તો ખાવા-પીવાની આટલી બધી આઇટમો સાંભળીને એસિડિટી થઈ ગઈ.
અરે પણ આ પ્રોટેસ્ટ તો પુરુષોની વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. મારા બેટાઓ તેમાંથી ય આનંદ શોધી લે છે ને ડાન્સની રીલ્સ બનાવે છે. ગજબના છે ભારતના જેન-ઝી છોકરાઓ.
એક ચાય દો કપ… મહિલાઓં કા સમ્માન કરો સબ.
ગાય ભેંસ ખા રહે હૈં ચારા… કહાં જાએ મર્દ બેચારા.
એક જીરા દો અજવાઈન, મર્દ જાત દો રિઝાઇન… અરે પણ એ તો કહો કે રિઝાઇન શેમાંથી કરવાનું છે? મર્દાનગીમાંથી?
પિતૃસત્તાક સમાજનું હવે આવી બન્યું.




