Shatdal
લાગણીઓનું વિજ્ઞાન અને આરોગ્ય
By GS Team
4 Aug 20266 mins read

- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- યોગ અને ધ્યાન માત્ર શારિરીક વ્યાયામ નથી પણ તે શરીર, શ્વાસ, મન અને ચેતનાની વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની એક સમગ્ર પદ્ધતિ છે
- નિયમિત ધ્યાનથી અનેક લોકોમાં ચિંતા, માનસિક તણાવ અને ભાવનાત્મક અસંતુલનમાં નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળ્યો છે. ધીમો અને નિયંત્રિત શ્વાસ પેરાસિમ્પેથેટિક નર્વસ સીસ્ટમને સક્રિય કરવામાં સહાય કરી શકે છે. જેનાથી શરીરમાં વિશ્રામ અને સંતુલનની સ્થિતિમાં વધારો થાય છે. ‘When emotions are expressed, all systems are united and made whole. when emotions are repressed, denied or not allowed to be whatever they, may be our network pathways get blocked.
જ્યારે લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરવામાં આવે છે ત્યારે શરીરની તમામ પ્રણાલીઓ એકતા અને સંતુલન સાથે કામ કરે છે. પરંતુ જ્યારે લાગણીઓને દબાવી દેવામાં આવે છે, નકારી કાઢવામાં આવે છે અથવા તેમને સ્વાભાવિક રીતે વ્યક્ત થવા દેવામાં આવતી નથી ત્યારે શરીરના સંચાર માર્ગોમાં અવરોધ ઊભા થાય છે.' - Candace Pert (fuLzmo vxo), Molecules of Emotion & The Science Between Mind - Body Medicine.
‘The Chemicals that are running our body and our brain are the same chemicals that are involved in emotions.'
જે રસાયણો આપણા શરીર અને મગજને કાર્યરત રાખે છે, તે જ રસાયણો આપણી લાગણીઓ સાથે પણ સંકળાયેલા છે.' - કેન્ડસ પર્ટ
‘Since emotions run every system in the body, dont underestimate their power to treat and heal.
લાગણીઓ શરીરની દરેક પ્રણાલીને અસર કરે છે તેથી સારવાર કરવા અને સ્વસ્થતા લાવવા તેમની શક્તિને ક્યારેય ઓછી ના આંકો.' - કેન્ડસ પર્ટ
‘We simply can't live without emotions It is when you get stuck or disconnected from reality that emotions become problem. આપણે લાગણીઓ વિના જીવી શક્તા જ નથી. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે આપણે લાગણીઓમાં અટવાઈ જઈએ છીએ કે વાસ્તવિક્તાથી વિખૂટા પડી જઈએ છીએ.' - Huda Akil (હુદા અકીલ)
‘small moments of joy make a difference to the health of the brain.'
આનંદની નાની-નાની ક્ષણો પણ મગજના સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ હકારાત્મક ફેરફાર લાવે છે.' - હુદો અકીલ
અમેરિકાના વોશિંગ્ટન ડી.સી.માં આવેલ જ્યોર્જ ટાઉન યુનિવર્સિટી ઑફ મેડિસિનના ડિપાર્ટમેન્ટ ઑફ ફિઝીયોલોજી એન્ડ બાયોફિઝિક્સના રિસર્ચ ન્યૂરો સાયન્ટિસ્ટ ડૉ. કેન્ડસ બી. પર્ટ (Candace B. Pert) ને સાઈકોન્યૂરો ઇમ્યૂનોલોજીના ક્ષેત્રમાં એક અગ્રણી શરીર વિજ્ઞાની માનવામાં આવે છે. તેમણે એવું સાબિત કર્યું કે લાગણીઓ અને શરીરના સ્વાસ્થ્યને એકબીજા સાથે ગાઢ સંબંધ છે. કેન્ડસ પર્ટ કહે છે કે સામાન્ય રીતે આપણે 'શરીરની તંદુરસ્તી' અને 'શરીરનો રોગ' એવા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ, એના બદલે 'લાગણીની તંદુરસ્તી' અને 'લાગણીનો રોગ' એવા શબ્દોનો પ્રયોગ કરવો જોઇએ. મોટાભાગના રોગોના મૂળમાં લાગણી જ કામ કરે છે. પ્રેમ, પ્રસન્નનતા, પરમાર્થ, સમીપતા, સહકાર જેવી હકારાત્મક લાગણીઓ સેલ્યુલર લેવલ પર સ્વસ્થતા લાવવાનું કામ કરે છે. લાગણી આપણી અંદર કોષો સાથે રાસાયણિક ક્રિયા કરે છે. આપણી અંદર જ રોગોનો નાશ કરવાનું અદ્ભૂત વ્યવસ્થાતંત્ર છે. આપણી ઇમ્યૂન સીસ્ટમમાં એવા કોષો છે જે 'નેચરલ કીલર'નું કામ કરે છે. તે ટયુમરને પણ નાશ કરી શકે છે. રોગોની જેમ ગાંઠ (tumor) પણ મનોદૈહિક રીતે જ ઉત્પન્ન થાય છે અને એ રીતે નાશ પણ પામી શકે છે. કૅન્સરના કોષો પોતે જ હરતા-ફરતા પેપ્ટાઇડસ છે. પેપ્ટાઇડ રિસેપ્ટર્સ એ કોષોને સંગઠિત થવાની કે વિઘટિત થઇ વિભાજિત થવાની વ્યવસ્થા ગોઠવે છે.
લાગણીઓના ઉદ્ભવ સ્થાન રૂપ આપણા મનની સ્થિતિ આપણી ઇમ્યૂન સીસ્ટમ (રોગ પ્રતિકારક શક્તિ વ્યવસ્થા તંત્ર) પર પ્રભાવ ઉત્પન્ન કરે છે. જો એને સંતુલિત રાખીએ તો રોગોનું નિવારણ કરી શકીએ છીએ. લાગણીઓ સતત ઘવાયા કરે તો ઇમ્યૂન સીસ્ટમમાં બ્રેકડાઉન આવી જાય છે. તે વધારે સક્રિય થઇ ઓટો-ઇમ્યૂન રોગો જેવા કે રુમેટોઇડ આર્થાઇટિસ, ટાઇપ-૧ ડાયાબિટીસ, સિસ્ટમિક લ્યૂપસ એરિથેમેટોસસ, મલ્ટીપલ સ્કલેરોસિસ, હાશિમોટો થાયરોઇડાઇટિસ ઉત્પન્ન કરે છે, અથવા ઓછી સક્રિય થઇ ઝેરી ગાંઠ (malignanttumor) બની કેન્સર લાવે છે.
ડૉ. કેન્ડસ પર્ટ માત્ર ૨૭ વર્ષની ઉંમરના એક વિદ્યાર્થીની હતા ત્યારે તેમણે મસ્તિષ્કમાં એ રિસેપ્ટરની શોધ કરી જેના પર મોર્ફિન અને બીજી ઓપિઓઇડ દવાઓ અસર કરે છે. આ વિષય પર તેમણે મહત્વપૂર્ણ પુસ્તકો અને ૨૫૦ જેટલા રિસર્ચ લેખો લખ્યા છે. તેમને સાઇકોન્યૂરોઇમ્યૂનોલોજી ક્ષેત્રના જનની કહેવામાં આવે છે. 'મોલિક્યુલ્સ ઑફ ઇમોશન: ધ સાયન્સ બિટવિન માઇન્ડબોડી મેડિસિન (Molocules of Emotion & The Science Between Mind-Body Medicine) તેમનું પ્રસિદ્ધ પુસ્તક છે. તે રીતે એવરીથિંગ યુ નીડ ટુ નો ટુ ફીલ ગોડ (ગુડ) (Everything You Need to Know to Feel Go(o)d' પુસ્તક પણ જાણીતું છે.
અર્વાચીન ન્યૂરોસાયન્સમાં એ ધારણા વિકસિત થઇ છે કે માનવ મસ્તિષ્ક માત્ર વિચારો અને ભાવનાઓનું કેન્દ્ર નથી, પણ તે આખા શરીરની જૈવિક પ્રક્રિયાઓને નિયંત્રિત કરનારું એક જટિલ નિયામક તંત્ર પણ છે. આ વ્યાપક દ્રષ્ટિકોણને સમજવામાં સાઇકોન્યૂરોઇમ્યૂનોલોજીનું મહત્વપૂર્ણ યોગદાન છે. આ વિજ્ઞાન મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ, તંત્રિકા તંત્ર અને પ્રતિરક્ષા પ્રણાલી (રોગ પ્રતિકારક તંત્ર) વચ્ચે થનાર પારસ્પરિક સંબંધોનું અધ્યયન કરે છે.
ડૉ. હુદા અકીલ (Huda Akil) આધુનિક ન્યૂરોસાયન્સના મુખ્ય સંશોધકોમાંના એક છે. જેમના કાર્યોએ મસ્તિષ્ક, લાગણીઓ, તણાવ પીડા અને વ્યવહારના જૈવિક આધાર ને સમજવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમના સંશોધને એ સ્પષ્ટ કર્યું છે કે ભાવનાત્મક અનુભવ માત્ર માનસિક ઘટનાઓ નથી, પરંતુ તે મસ્તિષ્કના રાસાયણિક બને તંત્રિકા સંબંધી તંત્રો સાથે ગાઢ પણે જોડાયેલા હોય છે. મસ્તિષ્ક હાઈપોથેલમસ, પિટયુટરી, અધિવૃક્ક અક્ષ તથા સ્વાયત્ત તંત્રિકા તંત્રના માધ્યમથી શરીરની પ્રતિરક્ષા પ્રતિક્રિયાઓને પ્રભાવિત કરી શકે છે. બીજી બાજુ પ્રતિરક્ષા કોશિકાઓ દ્વારા ઉત્પન્ન સાઇટોકાઇન્સ જેવા રાસાયણિક સંદેશવાહક મસ્તિષ્ક સુધી સંકેત મોકલીને મનોદશા, વ્યવહાર, અને ઊર્જા સ્તરને પ્રભાવિત કરી શકે છે.
યોગ અને ધ્યાન માત્ર શારિરીક વ્યાયામ નથી પણ તે શરીર, શ્વાસ, મન અને ચેતનાની વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની એક સમગ્ર પદ્ધતિ છે. ધ્યાન વખતે મસ્તિષ્કની ગતિવિધિમાં પરિવર્તન જોવા મળે છે જેનો સંબંધ તણાવ નિયંત્રણ, ભાવનાત્મક સંતુલન અને તંત્રિકા તંત્ર (નર્વસ સીસ્ટમ)ની સ્થિરતા સાથે જોડવામાં આવે છે. લાંબા સમય સુધી રહેનારો તણાવ શરીરમાં તણાવ પ્રતિક્રિયા પ્રણાલીને સક્રિય રાખી શકે છે. હાઈપોથેલમ્પિટયુટરી અધિવૃક્ક અક્ષ અને ્સ્વાયત્ત તંત્રિકા તંત્રના માધ્યમથી તણાવ હોર્મોન જેમ કે કાર્ટિસોલમાં બદલાવ આવી શકે છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી બની રહે તો શરીરમાં સોજા (Inflamation) સંબંધી પ્રક્રિયાઓ અને પ્રતિરક્ષા પ્રણાલીની કાર્યપ્રણાલીને પ્રભાવિત કરી રોગો ઉત્પન્ન કરે છે.
યોગ અને ધ્યાન તણાવ પ્રતિક્રિયાને સંતુલિત કરવામાં સહાયક બની શકે છે. નિયમિત ધ્યાનથી અનેક લોકોમાં ચિંતા, માનસિક તણાવ અને ભાવનાત્મક અસંતુલનમાં નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળ્યો છે. ધીમો અને નિયંત્રિત શ્વાસ પેરાસિમ્પેથેટિક નર્વસ સીસ્ટમને સક્રિય કરવામાં સહાય કરી શકે છે. જેનાથી શરીરમાં વિશ્રામ અને સંતુલનની સ્થિતિમાં વધારો થાય છે. સાઇકોન્યૂરોઇમ્યૂનોલોજી આપણને એ સમજવામાં મદદ કરે છે કે સ્વાસ્થ્ય માત્ર શરીરના અંગોની સ્થિતિ નથી, પણ તેમાં માનસિક અવસ્થા, ભાવનાઓ, જીવનશૈલી અને સામાજિક વાતાવરણ પણ સામેલ છે. ડૉ. કેન્ડસ પર્ટ અને ડૉ. હુદા અકીલ જેવા શરીર વિજ્ઞાનીઓના કાર્યોએ મસ્તિષ્ક અને વ્યવહારના જૈવિક આધારને સમજવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ભવિષ્યની ચિકિત્સામાં આવી પદ્ધતિઓનું મહત્વ વધશે એ નિશ્ચિત છે જે આધુનિક ચિકિત્સા ઉપચાર સાથે સાથે માનસિક સંતુલન, તણાવ પ્રબંધન અને સ્વસ્થ જીવનશૈલીને પણ મહત્વ આપે છે. યોગ-ધ્યાન અને વૈજ્ઞાનિક ચિકિત્સાના સમન્વયથી પૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.




