આંકડાની ગોઠવણથી પરિણામ બદલાઈ શકે છે

મ નુષ્યના જન્મથી મરણ સુધી આંકડાનું મહત્વ ઘણું છે, જેમ કે જન્મની તારીખ, રહેવાના મકાનનો નંબર, બંગલાનો નંબર, બેંકના એકાઉન્ટ નંબર, મોબાઈલ નંબર, સ્કૂટર-મોટર જેવાં વાહનોના નંબર, ચલણી નોટોના નંબર, વગેરે. વેપારીના ચોપડાના હિસાબોમાં પણ આંકડા જ હોય છે. આમ, મનુષ્યના જીવનની આજુબાજુ સમગ્ર વાતાવરણ જાણે કે આંકડા જ છવાયેલા છે. અંકશાસ્ત્ર આમ તો પશ્ચિમની દેન છે. તે ગણિતના સિદ્ધાંતો ઉપર રચાયેલું છ. આંકડાને યોગ્ય રીતે, સમજીવિચારીને ઉપયોગ કરવાથી સારાં પરિણામો મેળવી શકાય છે. આંકડાની ગોઠવણથી પરિણામ બદલાઈ શકે છે.જન્મ તારીખ ઉપરથી દિનાંક, માસાંક, ભાગ્યાંક, મૂલાંક અને ગ્રહના વાર વગેરે બાબતો જોઈને ફળકથન કરી
શકાય છે
મૂળ અંક ૧થી ૯ છે, ૦ એ અંક નથી, પરંતુ જો તે અંકની પાછળ લાગે તો દસ ગણું ફળ વધારી દે છે.
૧૦થી ૩૧ મિશ્ર અંક છે.
મૂળ અંકમાં એક ગ્રહની અસર થાય છે. મિશ્ર અંકમાં ત્રણ ગ્રહોની અસર થાય છે. મૂળાંકના પોતાના ગ્રહો નક્કી છે, જેમ કે - ૧ - સૂર્ય, ૨- ચંદ્ર,
૩ - ગુરુ, ૪ - રાહુ - હર્ષલ, ૫ - બુધ, ૬ - શુક્ર, ૭ - કેતુ - નેપ્ચ્યુન,
૮ - શનિ, ૯ - મંગળ. આ રીતે જોતાં દરેક વ્યક્તિના જીવનમાં જે અંક જોડાયેલો હોય તે ગ્રહોના ગુણધર્મોને ધ્યાનમાં લઈએ તો તે પ્રમાણે વ્યક્તિના સ્વભાવના ગુણધર્મો આપણે અંક જ્યોતિષ અનુસાર જોઈ શકીએ છીએ. આ થઈ પ્રાથમિક માહિતી. હવે પછીના અંકમાં આપણે અંકોની અસરો વિશે વિગતવાર વાત કરીશું.
- સ્મિતા સુથાર









