સંકટ કટે મિટે સબ પીરા... જો સુમિરે હનુમંત બલબીરા

- સલામ, કેપ્ટન સ્મિત:
- ખરેખર, કામ એવું કરવું કે આખો દેશ તમારા માટે પ્રાર્થના કરે, આખી દુનિયા તમને શાબાશી આપે. સ્મિત મચ્છરે આ કરી દેખાડયું.
સ્મિત મચ્છરની શૌર્યકથાનું એક ઝડપી ફ્લેશબેક: ૩૦ સપ્ટેમ્બરે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની એફઝેડ ૧૦૭૩ ફ્લાઇટમાં કેપ્ટન સ્મિત મચ્છરને આતંકવાદી મનસૂબો ધરાવતા ઓમાની કો-પાઇલટે હમામ અલ-હમ્મામીએ છરી મારી, જેના કારણે વિમાન ઝડપથી નીચે તરફ જવા લાગ્યું. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કેપ્ટન સ્મિતે સામનો કર્યો અને કોકપિટનો લોક થયેલો દરવાજો ખોલી નાખ્યો. ત્રણ ઇઝરાયેલી મુસાફરો - યાનિવ હાયુન, ત્ઝ્વિકા મન્સ અને અસફ રજુઆન - કોકપિટમાં ધસી આવ્યા અને હુમલાખોરને કાબૂમાં લીધો. ઇઝરાયેલી ડેન્ટિસ્ટ ડોક્ટર શોટા મુસાયેવે સ્મિતની તરત સારવાર કરી. વિમાનમાં હાજર બે ઓફ-ડયુટી પાઇલટ્સે અંતે કંટ્રોલ સંભાળ્યો અને વિમાનને સાઉદી અરેબિયાના તબુક ખાતે સુરક્ષિત રીતે ઉતાર્યું. બધા બચી ગયા. વઢવાણમાં મૂળિયાં ધરાવતા બમ્બૈયા ગુજરાતી સ્મિત મચ્છર એક હીરો બનીને વિશ્વફલક પર ઉપસી આવ્યા. સોશિયલ મિડીયા પર સ્મિત મચ્છર પ્રત્યે પ્રેમ, શાબાશી અને શુભેચ્છાઓનું સુનામી ઉછાળી. હજારો-લાખો કમેન્ટ્સ થઈ. અદ્ભુત મીમ બન્યાં. આ રહી એક ઝલક…
ગુજરાતની ધરતી પર માથાં કપાઈ ગયાં હોય તો પણ ધડ લડયા હોય તેવા દાખલા બન્યા છે, હો! આપણા સ્મિત મચ્છરમાં ગુજરાતનું ખમીરવંતુ લોહી વહે છે.
આહા! નરેન્દ્ર મોદી અને સ્મિતભાઈએ ફોન પર છેલ્લે થોડીક વાર ગુજરાતીમાં વાત કરી તે જોઈને હું તો ઝૂમી ઉઠયો હતો.
નાસે રોગ હરે સબ પીરા… જપર નિરંતર હનુમંત વીરા
જબ સુખ લહૈ તુમ્હારી સરના… તુમ રક્ષક કાહૂ કો ડરના
આ માણસે સુપર હીરો જેવું કામ કર્યું છે, પણ એની નમ્રતા તમે જુઓ. નરેન્દ્ર મોદી સાથેની વાતચીતમાં સ્મિત મચ્છરની સંવેદનશીલતા અને સંસ્કાર કેટલી સરસ રીતે ઝળકે છે. વાતચીતનો આ વીડિયો જોઈને મારી આંખો છલકાઈ આવી.
હું તો કહીશ કો માત્ર સુપરહીરો નહીં, કટોકટીની એ ક્ષણો પૂરતા સાક્ષાત્ ભગવાને સ્મિત મચ્છરના દેહમાં પ્રવેશ કર્યો હશે. તે સિવાય આવું કામ થાય નહીં.
નરેન્દ્ર મોદીએ ફક્ત સ્મિત મચ્છર સાથે જ નહીં, એમના આખા પરિવાર સાથે વાત કરી એ મને બહુ ગમ્યું.
આજે ખબર પડી એક સિંહ લાગણીભીનો થઈને રડતો હોય ત્યારે કેવો દેખાય…
જાકે રાખો સાંઈયા માર સકે ના કોઈ…. હર હર મહાદેવ!
સ્મિત, બ્રો… આઈ એમ સ્પીચલેસ. આઈ લવ યુ.
સ્મિત મચ્છર અને બીજા ચાર ઇઝરાયલી નાગરિકો - આ સૌ આદર અને પ્રેમ માટે એકસરખા અધિકારી છે.
હું તો કહું છું કે દુનિયાની બધી ફ્લાઇટ્સ સ્મિતભાઈએ જ ઉડાડવી જોઈએ!
૧૫ જાન્યુઆરી ૨૦૦૯ના રોજ કેપ્ટન ચેસ્લી સલનબર્ગે ન્યુ યોર્કની હડસન નદી પર સફળતાપૂર્વક પ્લેન લેન્ડ કરાવીને ૧૫૫ લોકોના જીવ બચાવ્યા હતા. હોલિવુડમાં પછી ટોમ હેન્ક્સને લઈને આના પરથી 'સલી' નામની ફિલ્મ પણ બની હતી. સ્મિત મચ્છરે સાહસ દેખાડયું ત્યારથી મને આ ફિલ્મ યાદ આવ્યા કરે છે.
ઉમંગ ઇઝરાયલનો…
સ્મિત મચ્છર સાજા થઈને હરતાફરતા થાય એટલી જ વાર છે. એમના સન્માનમાં માત્ર ભારતમાં નહીં, ઇઝરાયલમાં પણ ખૂબ બધાં પ્લાનિંગ થઈ રહ્યા છે. ઇઝરાયલના ડેપ્યુટી મિનિસ્ટર અલમોગ કોહેને પ્રસ્તાવ મૂક્યો છે કે તેલ અવિવના બેન ગુરિઓન એરપોર્ટના લાઉન્જને કેપ્ટન સ્મિત મચ્છરનું નામ આપવામાં આવે. ઇઝરાયલની લોકો કેપ્ટન સ્મિત મચ્છરને અને ભારતને થેન્ક્યુ હૃદયપૂર્વક થેન્ક્યુ કહી રહ્યા હોય તેવી કંઈકેટલીય રીલ્સ બની રહી છે.
ઇઝરાયલની જનતાની બેસ્ટ વસ્તુ કોઈ હોય તો તે આ છે - એમના માટે કોઈએ નાનું અમથું કામ કર્યું હોય તો પણ તેઓ એમને હંમેશા યાદ
રાખે છે… જ્યારે અહીં તો સ્મિત મચ્છરે આટલા બધા યહૂદીઓનો જીવ બતાવ્યો છે.
આવું ફક્ત ઇઝરાયલ જ વિચારી શકે. એટલે જ ભારતીયોને ઇઝરાયલ માટે હંમેશા પ્રેમ અને આદર રહ્યો છે.
સ્મિત મચ્છરના નામનું લાઉન્જ. વાઉ! કૃતજ્ઞાતા વ્યક્ત કરવાની ઇઝરાયલની આ રીત કેટલી સુંદર છે!




