Shatdal

ફેંગ શુઈમાં ગાય અને ડ્રેગનનો ઘણો મહિમા છે

By GS Team
1 Sep 20263 mins read
ફેંગ શુઈમાં ગાય અને ડ્રેગનનો ઘણો મહિમા છે

ચી ની વિદ્યા ફેગશુઈમાં આમ તો અનેક પ્રતીકો અને વસ્તુઓ પ્રચલિત છે, પણ એમાંય ગાયને વિશિષ્ટ મહત્વ આપવામાં આવ્યુ છે. ફેંગ શુઈનંુ માનવુ છે કે ગાય કામઘેનુ છે એટલે કે કામના પૂત કરનારી અને માનસિક શાંતિ આપનારું પ્રાણી છે.
હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ગાયમાં ૩૩ કોટિ દેવી દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે. ફેંગ શુઈમાં એવું માનવામાં આવે છે કે પોતાના વાછરડાને દૂધ પીવડાવી રહેલી ગાયનું પ્રતીક ઘરમાં સ્થાપિત કરવાથી ફક્ત ને ફક્ત યોગ્ય સંતાનની જ પ્રાપ્તિ થાય છે. આ સંતાનને ક્યારેય ધનનો અભાવ નથી થતો.
સંતાન પ્રાપ્તિ માટે વાછરડાને સ્તનપાન કરાવી રહેલી ગાયનું પ્રતીક ઘરમાં રાખવું જોઈએ. આ પ્રતીક રૂપને ઘરમાં સ્થાપિત કરવાથી નિ:સંતાનપણું અને વંધ્યત્વ જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે તેમજ સ્વસ્થ અને ગુણવાન સંતાનની પ્રાપ્તિત થાય છે.
સિક્કાનો ઢગલા પર બેસેલી ગાયનું પ્રતીક ફેંગ શુઈમાં ખાસ્સું લોકપ્રિય છે. આવંુ પ્રતીક-રૂપ ઘર ઉપરાંત ઓફિસમાં પણ સ્થાપિત કરી શકાય છે. તે પરિવાર અને સંસ્થા માટે સૌભાગ્ય અને સમુદ્ધિ આમંત્રિત કરે છે.
જો તમને લાગે છે કે તમારી મહેનતનું યોગ્ય ફળ નથી મળી રહ્યું તો ફેંગ શુઈ ગાયને તમારા ઓફિસના ટેબલ પર સ્થાપિત કરો. તે તમને મહેનતનુ યોગ્ય પ્રતિફળ આપવામાં સહાયક રહેશે.
આજનો મનુષ્ય અતિ મહત્વાકાંક્ષી છે. એનાં સપનાં પૂરાં ન થાય તો એ અશાંત અને વ્યાકુળ થઈ જાય છે. આવા વ્યક્તિઓએ પણ માનસિક શાંતિ માટે ફેગ શુઈ ગાયને ઘરમાં સ્થાપિત કરવી જોઈએ. તે માનસિક શાંતિ પ્રદાન કરવા ઉપરાંત આપણી યોગ્ય ઈચ્છાઓને પૂરી કરવામાં મદદરૂપ પણ થાય છે.
ગાયનું પ્રતીક મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ પ્રદાન કરે છે. આ પ્રતીકને ઘરમાં દક્ષિણ-પૂર્વમા સ્થાપિત કરવા જોઈએ. તેને તસવીરના રૂપમાં પણ દીવાલ પર લગાવી શકાય છે.
અભ્યાસમાં એકાગ્રતા અને પરીક્ષામાં સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓએ ફેંગ શુઈ ગાયને સ્ટડી-ટેબલ પર મૂકવું જોઈએ.
તંદુરસ્ત સ્વસ્થ જીવન
માટે ફેંગ શુઈ ઉપાયો અજમાવવા જેવા છે
સ્વસ્થ શરીર સૌથી મોટો ખજાનો માનવામાં આવે છે. ઘરમાં જો કોઈ બીમાર છે કે પછી સ્વસ્થ્યને લઈને સતત પરેશાની બની રહી છે તો આ માટે ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા પણ જવાબદાર હોઈ શકે છે.
ફેંગશુઈમાં સારા સ્વાસ્થ્યને લઈને અનેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપાયોને અપનાવીને આરોગ્યપ્રદ જીવન મેળવી શકો છો.

  • જો પરિવારમાં કોઈ સભ્યનુ સ્વાસ્થ્ય સારુ નથી રહેતુ તો તેણે હંમેશા ઉત્તર દિશા તરફ મોઢુ કરીને સુવુ જોઈએ. પેટના રોગોથી પરેશાન છો તો સૂતી વખતે ઓશીકુ લેવાનુ છોડી દો. લાલ અને કાળા રંગની ચાદરો પર ન સુવુ જોઈએ. આ રંગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
  • જો હંમેશા માથાનો દુખાવો રહે છે તો બેડરૂમમાં જે બાજુ કાચ લાગેલો છે તે બાજુ ન સુવો. બીમની નીચે સૂવાનુ ટાળવુ જોઈએ. બીમ નીચે સૂઈ જવાથી માથાનો દુખાવો થઈ શકે છે.
  • જે રૂમની ઉપર ટાયલેટ કે બાથરૂમ હોય એ રૂમમાં ન સુવુ જોઈએ. ઘરના જે રૂમનો દરવાજો સીડી તરફ ખૂલતો હોય એ રૂમમાં ન સુવું જોઈએ. ફેંગશુઈમાં માનવામાં આવે છે કે એ રૂમમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ હોય છે.
  • ફેંગ શુઈ શાસ્ત્ર મુજબ ઘરની રક્ષા ડ્રેગન કરે છે. તેથી ઘરમાં ડ્રેગનની મૂત કે ચિત્ર રાખવુ જોઈએ. ઘરના પૂર્વ ભાગને વધુ મહત્વ આપવુ જોઈએ. પૂર્વ ભાગને સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુનો કારક માનવામાં આવે છે.
  • ઘરમાં પ્રવેશ કરતી વખતે ચપ્પલ, જૂતાં બહાર ઉતારી દેવા જોઈએ. જૂતાં પહેરીને ઘરમાં આંટા મારવા માત્ર સાદી શિસ્ત અનુસાર જ નહીં, પણ ફેંગ શુઈ અનુસાર પણ અશુભ છે.
  • ફેંગશુઈમાં બોનસાઈ અને કેકટસને હાનિકારક માનવામાં આવે છે. ભૂલથી પણ આ પ્રકારના છોડ ઘરમાં ન મુકો. ફેંગશુઈમાં કાચબાને શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં મૂકવાથી ખુશી આવે છે.