- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- 'પેનલ્ટી સિસ્ટીમ' અને 'પહેલા સેક્રીફાઈસ અને પછી સકસેસ' આ બે નિયમો અમલમાં મુકવા જેવા છે.
૨૦૨૬નાં નવા વર્ષની તમને કોટીકોટી શુભકામનાઓ. મને ખાતરી છે કે હવે નવા વર્ષની ઉજવણીની પાર્ટીઓ પૂરી થઇ ગઈ હશે અને તેના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ થઇ ગયા હશે અને આ તમામ પોસ્ટો ઉપર તમને કેટલી લાઈક અને કોમેન્ટ્સ મળી તે પણ તમે ચકાસી લીધું હશે. નવા વર્ષના કેટલાક નવા રેઝોલ્યુશન્સ પણ તમે કરી નાંખ્યા હશે. દા.ત. નવા વર્ષના પહેલા દિવસથી રોજ જીમ જઈશ, પૌષ્ટિક આહાર લઈશ, આજથી બહારનું ખાવાનું બંધ કરી દઈશ, નવી નોકરી શોધી લઈશ, નોકરી છોડીને બીઝનેસ શરુ કરી દઈશ, ટૂંકમાં મારું જીવન બદલી નાખીશ. આવા કઈ કેટલાય રેઝોલ્યુશન્સ તમે કરી નાંખ્યા હશે પણ મારા અનુભવની વાત જો તમે માનવા તૈયાર હોવ તો આ રેઝોલ્યુશન્સ કરનારાઓમાંથી ૯૯% લોકો એક મહિનામાં જ તેમના આ રેઝોલ્યુશન્સ તોડી નાખે છે. જાન્યુઆરીમાં બનાવેલા રેઝોલ્યુશન્સ ફેબ્રુઆરીનું મોઢું જોઈ શકતા નથી. એટલે જ આજે હું અહીં કોઈ રેઝોલ્યુશન્સની વાત કરવાનો નથી કે નવા વર્ષની શરૂઆતમાં એવા રેઝોલ્યુશન્સ કરવા જોઈએ એવો કોઈ લેખ મેં લખ્યો નથી. તમારા રેઝોલ્યુશન્સ તૂટવાની અણી પર પહોંચે અને તમે ફરી એકવાર નાસીપાસ થઇ જાઓ એ પહેલા હું એક પડકાર લઈને આવ્યો છું. આ પડકાર છે ૨૦૨૬માં પાળવાના પાંચ ગોલ્ડન રુલ્સનો.
તમે તમારી જિંદગીને બદલવા માટે એકાદ ટકો પણ ગંભીર હોવ તો આ ગોલ્ડન રુલ્સનું પાલન કરીને ૨૦૨૬માં તમારી જિંદગીમાં તમે બદલાવ ચોક્કસ લાવી શકો છો. જો આ નિયમોનું તમે પાલન કરશો તો ૨૦૨૬માં તમે એક સામાન્ય માણસમાંથી સમ્રાટ બની જશો. ખરેખર દોસ્તો, મારો દાવો છે કે જો આ ગોલ્ડન રુલ્સને તમે વાંચશો, સમજશો અને અનુસરશો તો ૨૦૨૬માં એ તમારી આંખો ખોલી નાખશે અને એક જબરજસ્ત બદલાવ લાવશે.
૧. ગોલ્ડન રુલ -૧. : ૨૦૨૬નો સૌથી પહેલો ગોલ્ડન રુલ છે The Penalty System- ધ પેનલ્ટી સિસ્ટીમ. સાઈકોલોજીમાં એક વિચારધારા છે 'ન્ર્જજ ચપીર્જિહ'ની. મતલબ માણસ ફાયદો મેળવવા કરતા નુકશાન ટાળવા માટે કોઈપણ એક્શન લેવા જલ્દીથી તૈયાર થઇ જાય છે. એટલે જ ‘Late Fee ylu Penalty System’ હંમેશા કામ કરી જાય છે.
જે કામ આપણે કાલ ઉપર મુલતવી રાખવાનું વિચારીએ છીએ. એ કામ પર જો કોઈ પેનલ્ટી મુકવામાં આવે તો એ કામ આપણે તુરંત પૂરું કરી નાખીએ છીએ. કારણ માણસને નુકશાન પસંદ નથી. દા.ત. આપણે ટ્રાફિક સિગ્નલ પર કેમ રોકાઈએ છીએ? કારણ આપણને એક્સિડન્ટથી વધારે પોલીસનાં ચલાનનો ડર હોય છે અને માણસને નુકસાન પસંદ નથી. તેવી જ રીતે ઓફીસ પર રોજ સમયસર કેમ પહોંચીએ છીએ? આમાં આપણું કામ પૂરું ન કરી શકીએ એના કરતાં પગાર કપાવાનો ડર હોય છે. હું ફરીથી ભારપૂર્વક કહું છું કે માણસને નુકસાન પસંદ નથી. જેમ કે કોઈપણ દુકાનદાર પોતાના કસ્ટમરને પ્રોડક્ટ ખરીદવાના ફાયદા કરતા ન ખરીદવાના નુકસાન વિશે વિસ્તૃતમાં સમજાવશે. તો કદાચ ગ્રાહક એ પ્રોડક્ટ ખરીદી લેશે કારણ કે માણસને નુકશાન પસંદ નથી.
આજથી તમારે તમારા જીવનમાં આ 'Penalty system' ને લાગુ કરવાની છે. એટલે કે કોઈ સારું કામ કાર્ય બદલ 'Reward' કરતાં ન કરવા બદલ આ 'Penalty system' ને તમે અનુસરો. તમને દાખલો આપું. એક કોર્પોરેટ ઓફીસમાં ગયા વર્ષે એક એવો નિયમ લાવવામાં આવ્યો કે સવારે ૯ વાગ્યે દરેક જણા ડિસ્કશન ટેબલ પર હાજર રહેશે અને જે હાજર નહીં રહી શકે તેમને ૨૫૦૦ રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે. અને આ પેનલ્ટીનાં જમા થયેલા રૂપિયા કોઈ સામાજિક સંસ્થાને સારા કાર્ય માટે દાનમાં આપી દેવામાં આવશે. બન્યું એવું કે આ નિયમનો કડક અમલ થવાનો શરુ થયો ત્યાર પછી એકપણ વ્યક્તિ મોડું ન આવ્યું. કારણ માણસને નુકસાનનો ડર વધારે હોય છે.
ફરીથી એકવાર યાદ અપાવી દઉં કે આપણને ફાયદા કરતા વધારે નુકશાન નાપસંદ છે એટલે જ આ વર્ષે આવો નિયમ બનાવી તમે તમારી લાઈફસ્ટાઈલમાં જબરજસ્ત પરિવર્તન લાવી શકો છો. દા.ત. તમે એવું નક્કી કરો કે રોજ અડધો કલાક એક સારું પુસ્તક વાંચીશ અને જો નહીં વાંચી શકું તો રોજ ૫૦૦ રૂપિયાનું દાન મંદિરમાં જઈ દાનની પેટીમાં નાખી દઈશ. જો તમે એવું નક્કી કરો કે રોજ સવારે ૬ વાગ્યે ઉઠી અને દિનચર્યા શરુ કરી દેવી જોઈએ અને જો આમ ન કરી શકું તો ૨૦૦૦ રૂપિયાનો દંડ હું મારી જાતને કરીશ. અહીં લોકો એવો પ્રશ્ન ચોક્કસ કરી શકે કે જો દંડ ભરવાના પૈસા જ ન હોય તો પછી આ Penalty System રાખવાનો અર્થ શો? આનો પણ ઉપાય છે. જો તમારી પાસે પેનલ્ટી ભરવાના પૈસા ન હોય તો તમારા સૌથી મનગમતા શર્ટને આગ લગાડી દેવી. એટલે કે જે નક્કી કર્યું એ ન થયું તો એની પેનલ્ટી સ્વરૂપે શર્ટને આગ લગાડી દેવી. હવે કહો કેટલા લોકો મોડા ઉઠશે? અથવા તો પોતાની જાતને આપેલા વચનનું ઉલ્લંઘન કરશે?. હું ખાતરીપૂર્વક કહું છું કે એવો એક પણ વ્યક્તિ નહીં હોય કારણ પેનલ્ટીની આ તાકાત છે.
૨. ગોલ્ડન રુલ - ૨ : - ત્યાગ એટલે કે સેક્રીફાઈસ.
આ નવા વર્ષનો સૌથી મોટો ગોલ્ડન રુલ છે. એટલે કે આ વર્ષે શું મેળવવું છે એના કરતા પણ વધારે જરૂરી છે કે શેનો ત્યાગ કરવો છે. તમે પૌરાણિક કથાઓમાં વાંચ્યું હશે કે દુર્યોધનનું પૂરું ધ્યાન હસ્તિનાપુરની ગાદી મેળવવા તરફ જ રહ્યું. એને આ ગાદી કોઈપણ કિંમતે જોઈતી હતી. અંતિમ પરિણામ શું આવ્યું? હસ્તિનાપુરની ગાદી તો ખોઈ પણ આખા કુટુંબનો નાશ પણ થઇ ગયો. જ્યારે બીજું ઉદાહરણ ભગવાન રામનું છે. એમણે ગાદી છોડી દીધી. વનવાસનો સ્વીકાર કર્યો અંતે પરિણામ શું આવ્યું? એ મર્યાદાપુરષોત્તમ રામ બની ગયાં. બસ જીવનનો આ સૌથી મોટો પાઠ છે કે થોડોક ત્યાગ કરીને ઘણુબધું મેળવી શકાય છે.
ઘણાં લોકોને હું પ્રશ્ન પૂછું છે કે તમારી જિંદગીનું ધ્યેય શું છે? જવાબ મળે છે એક મોટી ગાડી, એક મોટો બંગલો, ખૂબ બધાં પૈસા અને ખૂબ બધું માનસન્માન. એ લોકોને હું પ્રશ્ન પૂછું છે કે આ બધું મેળવવા માટે તમે શું ખોવા તૈયાર છો? બસ આ પ્રશ્નનો કોઈ જવાબ આપતું નથી. બધા ચુપ થઇ જાય છે. યાદ રાખો, આ દુનિયામાં જે પણ કઈ કિમતી છે એની કિંમત જરૂર હોય છે. સાયકલની કિંમત ૫૦૦૦ હોય છે અને મર્સીડીઝનાં બેઝિક મોડલની કિંમત ૫૦ લાખ હોય છે. એટલે જ હું વારંવાર કહું છું કે જીવનમાં જો વધારે લક્ઝરી જોઈએ તો વધારે મોટા ત્યાગની કે સેક્રીફાઈસની જરૂર હોય છે. ૧૨મું પાસ કરવાનો સેક્રીફાઈસ ઘણો નાનો છે. રોજ એક-બે કલાક વાંચી લો તો ૧૨મુ પાસ થઇ જશે. પણ જો આઈ.એ.એસ. કે ડોક્ટર બનવું હોય તો એનો સેક્રીફાઈસ ઘણો મોટો છે. રોજ ૮થી ૧૦ કલાક વર્ષો સુધી વાંચવું પડે છે. ૧૨મા પાસને કોઈ નથી પૂછતું પણ આઈ.એ.એસ કે ડોકટરનો વટ અલગ હોય છે. વાત બહુ સ્પષ્ટ છે, ઈચ્છાઓ જેટલી મોટી, લક્ઝરી મેળવવાની ચાહના જેટલી વધારે એટલી જ એની કિંમત ચૂકવવી પડશે. તમે આ વર્ષે જે કંઈ મેળવવા માંગતા હશો તો એની પાછળ કેટલી કુરબાની આપવી પડશે એ વાત તમારે નક્કી કરી લેવી પડશે. દોસ્તો, કુદરત પાસે આપણને આપવા માટે બધું જ છે. જેનો આપણે વિચાર કરી શકીએ છીએ એ પણ અને જેનો આપણે વિચારમાત્ર નથી કરી શકતા એ પણ. કુદરતનો સિધ્ધાંત છે જો તમારે કંઇક મોટું મેળવવું હોય તો મોટો ત્યાગ કરવો પડશે. પછી આ સેક્રીફાઈસને તમે તમારી બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થાના ટ્રોમા તરીકે જોશો તો તમારા માતા પિતાને ભાંડતા રહેશો કે અમને જીવનમાં કોઈ મઝા કરવાજ ન દીધી બસ ટ્રોમા જ આપ્યા કર્યો આ લોકો એ. આ વાત એટલા માટે કરવી પડે છે કે આજકાલ નાની નાની વાતમાં અમને ટ્રોમા આપ્યો એમ કહેતા યુવક યુવતીઓની સંખ્યા ઘણી વધતી જાય છે. તો યાદ રહે દોસ્તો આ બીજો ગોલ્ડન રુલ કે પહેલા સેક્રીફાઈસ અને પછી સકસેસ.
ન્યુરોગ્રાફ
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી (ક્રમશ:)


