Entertainment

ઓસ્કરની વોટિંગ પેનલમાં વિશાલ ભારદ્વાજ અને દિપા ભાટિયાને આમંત્રણ

By GS TEAM
26 Jun 20261 min read
TukuTouch Logo
ઓસ્કર એકેડમીએ વિશ્વભરમાંથી 529 નવા સભ્યોને આમંત્રણ આપ્યું છે, જેમાં છ ભારતીયોનો સમાવેશ થાય છે. મુંબઈના કોશ્ચ્યુમ ડિઝાઇનર ઇકા લાખાણી, વિશાલ ભારદ્વાજ, દિપા ભાટિયા, દિલિપ શંકર અને એ. શ્રીકાર પ્રસાદને આ સભ્યપદ માટે આમંત્રણ મળ્યું છે. આનાથી ઓસ્કર એવોર્ડમાં ભારતીયોનું પ્રભુત્વ વધશે. કુલ સભ્યોની સંખ્યા 11,319 થશે, જેમાં 10,338 મતદાન કરી શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓસ્કરની વોટિંગ પેનલમાં વિશાલ ભારદ્વાજ અને દિપા ભાટિયાને આમંત્રણ
  • કોશ્ચ્યુમ ડિઝાઇનર ઇકા લાખાણીને ઓસ્કર તેડું
  • ઓસ્કર એકેડમીએ દુનિયાભરમાંથી 529 નવા સભ્યોને આમંત્રણ આપ્યું, જેમાં છ ભારતીયો
    મુંબઈ : ધ એકેડમી ઓફ મોશન પિકચર આર્ટ્સ એન્ડ સાયન્સીઝ દ્વારા તેના નવા આમંત્રિતોની યાદી જારી કરવામાં આવી છે. એકેડમીએ દુનિયાભરમાં ૫૨૯ નવા ફિલ્મ પ્રોફેશનલ્સને તેનું સભ્યપદ ઓફર કર્યું છે. આ યાદીમાં છ ભારતીયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે દર્શાવે છે કે ઓસ્કર એવોર્ડ એનાયત કરતી એકેડમીમાં પણ ભારતીયોનું વજન વધી રહ્યું છે.
    ભારતમાં જે છ ફિલ્મ પ્રોફેશનલ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં ફિલ્મ દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ, એડિટર દિપા ભાટિયા, કાસ્ટિંગ ડાયરેકટર દિલિપ શંકર,નેશનલ એવોર્ડ વિજેતા એડિટર એ. શ્રીકાર પ્રસાદ અને કોશ્ચ્યુમ ડિઝાઇનર ઇકા લાખાણીનો સમાવેશ થાય છે. જો ૫૨૯ આમંત્રિતો સભ્યપદનું આમંત્રણ સ્વીકારશે તો એકેડમીના સભ્યોની સંખ્યા વધીને ૧૧,૩૧૯ થશે જેમાં ૧૦,૩૩૮ સભ્યો મતદાન કરવાનો અધિકાર ધરાવે છે.
    એકેડમીની કુલ મેમ્બરશિપમાં વિદેશી સભ્યોનો હિસ્સો બાવીસ ટકા છે. ૯૯મો એકેડમી એવોર્ડ ૧૪ માર્ચ ૨૦૨૭ના રોજ યોજાશે.