આજનું રાશિ ભવિષ્ય: જાણો તમામ 12 રાશિઓનું સચોટ રાશિફળ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : બપોર સુધી આપને કામકાજમાં સરળતા જણાય. મિલન- મુલાકાત થઈ શકે, બપોર પછી વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
વૃષભ : આપના કામમાં હરીફ વર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. બપોર પછી આપને રાહત થતી જાય.
મિથુન : મહત્ત્વના નિર્ણયો લેવાના હોય તો બપોર સુધીમાં લઈ લેવા. પરદેશના કામકાજ અંગે મિલન- મુલાકાત થઈ શકે.
કર્ક : બેચેની- વ્યગ્રતા સાથે શરૂ થયેલો દિવસ જેમ પસાર થાય તેમ આપને રાહત થતી જાય. આપના કામમાં વ્યસ્ત થતા જાવ.
સિંહ : અડોશ- પડોશના કામકાજ અંગે દોડધામ- ખર્ચ જણાય બપોર પછી આરોગ્યની કાળજી રાખવી પડે.
કન્યા : આપના કાર્યની સાથે કૌટુંબિક- પારિવારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. સંયુક્ત ધંધામાં આવક જણાય.
તુલા : આપના કાર્યમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ જાહેર ક્ષેત્રના કામમાં કે સંસ્થાકીય કામમાં આપને દોડધામ જણાય.
વૃશ્ચિક : બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. માનસિક પરિતાપ વ્યગ્રતા રહ્યા કરે.
ધન : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને ઉચાટ- ઉદ્વેગ જણાય. દિવસના પ્રારંભે કામકાજમાં સાનુકૂળતા રહે.
મકર : કામકાજ અંગે દોડધામ- શ્રમ જણાય, બપોર પછી ધીરે ધીરે તેમાં ઘટાડો થતો જાય. કામનો ઉકેલ આવતો જાય.
કુંભ : ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. બઢતી- બદલીના કામમાં પ્રગતિ જણાય. બપોર પછી દિવસ મધ્યમ રહે.
મીન : દિવસનો પ્રારંભ સુસ્તી બેચેની સાથે થાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. બપોર પછી આપને રાહત શાંતિ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ








