- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- માનવ અવાજમાં સમૃદ્ધ ફ્રીક્વન્સી સિગ્નલ હોય છે જે સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સ્થિતિને દર્શાવે છે અને યોગ્ય, જરૂરી ધ્વનિ આવૃત્તિઓના સંપર્કથી શરીરને સંતુલન અને સ્વાસ્થ્ય પ્રાપ્તિ થઇ શકે છે
‘BioAcoustics voice spectral Analysis can detect hidden or underlying stresses disease.'
બાયોએકોસ્ટિક વોઇસ સ્પેક્ટ્રલ વિશ્લેષણ શરીરમાં છુપાયેલા કે અંતનિર્હિત તણાવને શોધી શકે છે જે રોગના રૂપે વ્યક્ત થાય છે.
The human voice carries rich frequency information that reflects physiological and emotional states and that exposing the body to appropriate frequencies via toning or Bioacoustic feedback can support balance and healing.
માનવ અવાજમાં સમૃદ્ધ ફ્રીક્વન્સી સિગ્નલ હોય છે જે સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સ્થિતિને દર્શાવે છે અને યોગ્ય, જરૂરી ધ્વનિ આવૃત્તિઓના સંપર્કથી શરીરને સંતુલન અને સ્વાસ્થ્ય પ્રાપ્તિ થઇ શકે છે.
- Sharry Edwards, શેરી એડવર્ડઝ, Human Bioacoustics Research.
‘A whiny weak voice will suck in negativity attrcting lingering illness... No healing will be possible until the person reverses his tonal pattern.
એક ચીડિયો, રોતલ અને નબળો અવાજ નકારાત્મકતાને ખેંચે છે જે દીર્ઘકાલિક બીમારીને આકર્ષિત કરે છે. જ્યાં સુધી વ્યક્તિ એની ધ્વનિની પેટર્નને ઊલટાવી ન દે ત્યાં સુધી ઉપચાર સંભવ નથી બનતો.'
‘The human voice has vast potential for healing, toning is not about performance but about resonance and restoring balance.'
માનવ અવાજમાં ઉપચારની વ્યાપક ક્ષમતા છે. ટોનિંગ પ્રદર્શન માટે નહીં પણ પ્રતિધ્વનિ અને સંતુલન પ્રસ્થાપિત કરવા માટે છે.
‘Toning awakens the body's natural vibration for wholeness.
ટોનિંગ શરીરના પ્રાકૃતિક કંપનને પૂર્ણતા માટે જાગૃત કરે છે.
- Laurel Elizabeth keyes (લોરે એલિઝાબેથ કેઇસ)
ટોનિંગ માનવ અવાજના ઉપયોગની એક પ્રાચીન અને વૈજ્ઞાનિક પ્રવિધિ છે. એનો ઉદ્દેશ્ય સ્વર અને ધ્વનિના માધ્યમથી શરીર, મન અને ભાવનાઓને સંતુલિત કરવાનો છે. ટોનિંગ માત્ર ગાયન નથી તે અવાજના કંપનના ઉપયોગથી શરીરની પ્રાકૃતિક ઊર્જા પેટર્નને પુનસ્થાપિત કરવાનું વિજ્ઞાન છે. ડેનવરની સંશોધક ચિકિત્સક લોરેલ એલિઝાબેથ કેઇસ ટોનિંગનો પ્રભાવ દર્શાવતા કહે છે કે શબ્દ કે સ્વરની ધ્વનિ મૂર્ચ્છના દ્વાર સજીવોની આંતર-બાહ્ય સંરચનાને બદલી શકાય છે. આપણા શબ્દો અને ધ્વનિ સાથે સદા સંકલાયેલા રહીએ છીએ. આપણી બધી ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ શબ્દોથી ઉદ્ભવે છે. આપણે શબ્દો કે પ્રતીકો વિના વિચારી શક્તા નથી. શબ્દો સાથે સંકળાયેલા છે. સ્વર (Tone) ના સ્પંદનો જેના પર તે સવારી કરે છે. સ્વર કે અવાજ આપણા જીવનમાં કાર્યાન્વિત થતી એની છૂપી શક્તિ છે. ધ્વનિ સૂક્ષ્મ અને સ્થૂળ, અપ્રકટ અને પ્રકટને જોડતી કહી છે. ધ્વનિ પદાર્થને ગતિમાન કરી શકે છે અને સ્પંદનો પરમાણ્વિક સંરચનામાં પરિવર્તન લાવી શકે છે. અવાજ સ્પંદનો છે. આપણા અવાજનો આપણે જે રીતે ઉપયોગ કરીએ છીએ તે આપણા શરીરની પારમાણ્વિક રચનાને અસર કરનારું મહત્વનું ઘટક બને છે. વ્યક્તિ તેના અવાજનો સ્તર બદલે તો તેના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે.
ટોનિંગ તમામ તણાવોને દૂર કરે છે. ટોનિંગ કલીલ દ્રાવણ સંરચના (Colloidal structure) પર અસર કરે છે. અણુ અને પરમાણુથી આગળ વધીને આપણે કોલોઇડના ક્ષેત્રમાં આગળ વધીએ છીએ જ્યાં આપણે તે ઊર્જા સ્વરૂપો સાથે કામ પાડવું પડે છે જે સ્વરોના સ્પંદનોથી ખૂબ જલદી અસર પામે છે. સ્વરવિજ્ઞાન, મંત્રોચ્ચારણ, શાબ્દિક પ્રાર્થના, શાંતિપૂર્વક આત્મ વિશ્વાસવાળા શબ્દોનો સભાન પ્રયોગ આપણી શ્લેષ્મ સપાટી (Colloidal Surface) માટે જરૂરી એવો પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન કરે છે જે રોગોનું નિવારણ કરી પૂર્ણ સ્વાસ્થ્ય સંપાદિત કરે છે. મોનોન્યૂક્લિયોસિસ (Mononucleosis) ની તકલીફ ભોગવી રહેલી એક સ્ત્રીને લોરન કેઇસે ટોનિંગથી પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન કરી તેના રોગમાંથી મુક્ત કરી દીધી હતી. 'ટોનિંગ - ધ ક્રિયેટિવ પાવર ઑફ ધ વોઇસ (Toning - The Creative Power of the Voice) નામના તેમના પુસ્તકમાં લોરેન કેઇસે ટોનિંગ ઉપચાર પધ્ધતિ વિશે અનેક ઉદાહરણો સાથે સવિસ્તર માહિતી આપી છે.'
અમેરિકાના ઓહાયો (Ohio) ના આલ્બનીમાં આવેલી હોકિંગ કૉલેજના હ્યુમન બાયોએકોસ્ટિક સાઉન્ડ વિભાગના અધ્યક્ષ, ધ્વનિ વિજ્ઞાની, નિષ્ણાત સાઉન્ડ થેરાપિસ્ટ શેરી એડવર્ડઝ (Sharry Edwards) નું માનવ જૈવ - ધ્વનિક સ્વર વિજ્ઞાન ક્ષેત્રે અપ્રતિમ યોગદાન છે. તે તેમની વિશિષ્ટ સ્વર શક્તિ (Toning Power) થી ઉપચાર કરે છે. જેના માની ન શકાય તેવા અકલ્પ્ય પરિણામો જોવા મળ્યા છે. આના જડબેસલાક પુરાવા રૂપ બે -ત્રણ ઉદાહરણો જોઇએ. ૧૯૯૩માં મેકઆર્થર ઓહાયોના રહેવાસી બોબ બેથેલ (Bob Bethel)) ને મોટર સાઇકલ અકસ્માત થતાં ગંભીર ઇજાઓ થઇ હતી જેમાં તેના જમણા પગનો નીચેનો ભાગ સખત રીતે ખરાબ થઇ ગયો હતો. સ્વસ્થ માનવીની જેમ તે ચાલી શકે તેવી કોઈ આશા નહોતી. તે વખતે તેણે શેરી એડવર્ડઝની સારવાર શરૂ કરી. શેરીએ એના અવાજનું વિશ્લેષણ કરી પોર્ટેબલ ટોન-બોક્સમાં વિશિષ્ટ ટોન (Tone) ભરી તેને સાંભળવા આપ્યા હતા જે એના માટે જરૂરી ધ્વનિ ફ્રીક્વન્સી ધરાવતા હતા. એનાથી એના સ્નાયુઓમાં દ્રઢતા આવી હતી અને તેની તકલીફ દૂર થઇ ગઈ હતી. તે ચાલવા લાગ્યો હતો, દોડવા લાગ્યો હતો અને તેની પ્રિય રમત ટેનિસ પણ પહેલાંની જેમ રમવા લાગ્યો હતો.
શેરી એડવર્ડઝના પુત્ર જેસી (Jesse) ને પણ મોટર સાઇકલ અકસ્માત થતાં ડાબા પગના ગોઠણ પાસેનું પેટેલા (Patella) હાડકું તૂટી ગયું હતું અને તેના ૩૬ ટુકડા થઇ ગયા હતા. એ ઉપરાંત પગના હાડકાની અંદરનો ટિબિયા પણ છેદાઈ ગયો હતો અને એક રક્તવાહિની ધમની પણ કપાઇ ગઈ હતી. શેરી એડવર્ડઝે જેસીને લૉ ફ્રીક્વન્સી મોડયુલેટર (Low Frequency Modulato)થી ટોનિંગ કરી ધ્વનિ ચિકિત્સા આપવાની શરૂ કરી હતી. એનું ચમત્કારિક પરિણામ આવ્યું હતું. માત્ર ત્રણ અઠવાડિયા જેટલા ઓછો સમયમાં જેસીનું ૩૬ ટુકડા થઇ ગયેલું પેટેલા હાડકું સંધાઈ ગયું હતું, ટિબિયાં અને રક્તવાહિની ધમની જોડાઈ ગયા હતાં. જેસી વૉકર કે વૉકિંગ સ્ટિકનો ઉપયોગ કર્યા વગર સ્વસ્થ વ્યક્તિની જેમ નોર્મલ રીતે ચાલવા લાગ્યો હતો.
શેરી એડવર્ડઝ હ્યુમન બાયોેએકોસ્ટિક સાઉન્ડના સંશોધનો બાદ જણાવે છે કે દરેક વ્યક્તિ અને એના શરીરના ભાગનું ફ્રીક્વન્સી સમરૂપ (Frequency Equivalent) હોય છે. મનુષ્યોમાં આ વિશેષતાને 'સિગ્નેર સાઉન્ડ' તરીકે ઓળખવામાં આવે છે જે વાસ્તવમાં ધ્વનિના અનેકવિધ સ્તરો (Octaves) ધરાવે છે. એ એનું 'વોકલ પ્રોફાઈલ' બનાવે છે. દરેક પ્રાણી એની વ્યક્તિગત પેટર્નનો સેટ બહાર પાડે છે અને અસ્તિત્વ પણ એક ફ્રીક્વન્સી જ છે. ધ્વનિના સ્પંદનોનું ફ્રીક્વન્સી રૂપે જે પ્રક્ટીકરણ થાય છે તે જ આપણું શરીર અને જીવન છે. માનવ અવાજ એ દરેક વ્યક્તિના શારિરીક, માનસિક, ભાવનાત્મક અને વિદ્યુત ચુંબકીય સ્થિતિનો એક પ્રકારે 'હોલોગ્રામ' બની જાય છે. એટલે જ એના અવાજ પરથી એના આખા શરીર અને મસ્તિષ્કની સ્થિતિની પૂર્ણ જાણકારી મળી રહે છે. The vocal print can identify toxins, pathogens and nutritional supplements that are too low or too high. In addition, vocal print can be used to match the most compatible treatment remedy to each client -વૉકલ પ્રિન્ટથી શરીરમાં રહેલા વિષાક્ત પદાર્થો, રોગની ઉત્પત્તિ કરનારા અને પોષણ સંબંધી પૂરક તત્ત્વોના વધારા કે ઘટાડાની ઓળખ થઇ શકે છે. એ ઉપરાંત વૉકલ પ્રિન્ટનો દરેક દરદી માટે સૌથી અનુકૂળ ઉપચાર ઉપાયનો મેળ કરવા માટે પણ ઉપયોગ કરી શકાય છે. વોઇસ સ્પેક્ટ્રલ વિશ્લેષણ શરીરમાં છુપાયેલા તણાવ અને અસંતુલનને શોધી કાઢે છે જે રોગોના રૂપે પ્રકટ થાય છે. હ્યુમન બાયોએકોસ્ટિક સાઉન્ડ, ટોનિંગ અનેક રોગોનો સફળ ઉપચાર પણ કરે છે.


