Get The App

પુનર્જન્મના સિદ્ધાંતને પુરવાર કરતો એક અદ્ભુત કિસ્સો

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
પુનર્જન્મના સિદ્ધાંતને પુરવાર કરતો એક અદ્ભુત કિસ્સો 1 - image

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- પૂનર્જન્મ યાદ આવવાની ઘટનાઓ મહદંશે બાળપણમાં જ બને છે. પુનર્જન્મ થયા બાદ પહેલાના જન્મની વિગતો બાળપણમાં તાજી હોય છે. સમય જતાં તે ભૂલાતી જાય છે

'વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય, નવાનિ ગૃહણાતિ નરો।પરાણિ ।

તથા શરીરાણિ વિહાય જીર્ણાન્ અન્યાનિ સંયાતિ નવાનિ દેહી ।।

 જેમ મનુષ્ય જૂના વસ્ત્રો છોડીને નવા વસ્ત્રો ધારણ કરે છે તે રીતે આત્મા જૂના શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે.'

- શ્રીમદ્ ભગવદ્ ગીતા, અધ્યાય-૨, શ્લોક-૨૨

 'યોનિમન્યે પ્રપદ્યન્તે શરીરત્વાય દેહિન: ।

સ્થાણુમન્યે।નુસંયન્તિ યથા કર્મ યથા શ્રુતમ્ ।।

 પોતાના કર્મો અને જ્ઞાન અનુસાર કેટલાક જીવાત્મા શરીર ધારણ કરવા માટે ફરી યોનિ (ગર્ભ)માં પ્રવેશ કરે છે જ્યારે બીજા જીવાત્મા અચળ (વૃક્ષ કે જડ પદાર્થ)ની સ્થિતિને પ્રાપ્ત કરે છે.'

- કઠોપનિષદ (૨-૨-૭)

 The soul of man is immportal and imprishable - મનુષ્યનો આત્મા અમર અને અવિનાશી છે.' - પ્લેટો

  ‘ The Soul is not born, it does not die. It passes from one body to another.

 આત્મા જન્મ લેતો નથી. તે મરણ પામતો નથી. તે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે.' - સ્વામી વિવેકાનંદ

 The consciousness after death experiences variour stages before taking rabirth -મરણ પછી ચેતના અનેક અવસ્થાઓમાંથી પસાર થાય છે, તે પછી પુનર્જન્મ પ્રાપ્ત કરે છે.

Children reporting memories of previous lives provide the most compelling cases for studing reincarnation scientifically -પુનર્જન્મની યાદો જણાવતા બાળકો પુનર્જન્મનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવા માટે સૌથી પ્રભાવશાળી કિસ્સા પૂરા પાડે છે.'

- Ian Stevenson 

(ઈયાન સ્ટીવન્સન)

પુનર્જન્મનો સિદ્ધાંત હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિએ જગતને આપેલી એક અમૂલ્ય ભેટ છે. દુનિયાના અનેક ધર્મો મરણ પછીના જીવનને અને પુનર્જન્મના સિદ્ધાંતને અનુમોદન આપે છે. બ્રાઉન યુનિવર્સિટીના પ્રાધઅયાપક સી. જે. ડુકારો પ્રકાશિત કરેલા રીસર્ચ પેપરમાં પ્રાગૈતિહાસિક કાળથી માંડીને અત્યાર સુધીની પુનર્જન્મ સંબંધિત ઘટનાઓનું વર્ણન કર્યું છે. અર્વાચીન સમય યુનિવર્સિટી ઑફ વર્જિનિયાની સ્કૂલ ઓફ મેડિસિનમાં સાઈક્રિયાટ્રી ડિપાર્ટમેન્ટમાં ડાયરેક્ટર તરીકે કામગીરી કરનારા ઇયાન સ્ટીવન્સને પુનર્જન્મ વિશે ખૂબ સંશોધન કર્યું છે. આ સંદર્ભે તેમણે દુનિયાભરના અનેક દેશોમાં પરિભ્રમણ કરી ૧૬૦૦ જેટલા પુનર્જન્મના પ્રસંગોનું અધ્યયન કરી તેમનું સમર્થન કર્યું છે. તેમણે ૩૦૦ જેટલા પેપર્સ અને ૧૪ જેટલા પુસ્તકોમાં પુનર્જન્મની ઘટનાઓનું વિવરણ કર્યું છે. આમાં આ પુસ્તકો ખૂબ પ્રસિદ્ધ થયેલાં છે -

1. Twenty cases suggestive of Reincarnation

2. European cases of the Reincarnation Type.

3. Reincarnation and Biology - A contribution to the Etiology of birth marks and birth defects.

4. Children who remember previous lives.

ઇયાન સ્ટીવન્સનના સંશોધનો દર્શાવે છે કે પૂનર્જન્મ યાદ આવવાની ઘટનાઓ મહદંશે બાળપણમાં જ બને છે. પુનર્જન્મ થયા બાદ પહેલાના જન્મની વિગતો બાળપણમાં તાજી હોય છે. સમય જતાં તે ભૂલાતી જાય છે. જો કે હિપ્નોટિક રીગ્રેસનની પ્રક્રિયાથી પૂર્વજન્મની સ્મૃતિ ગમે તે ઉંમરે પાછી લાવી શકાય છે. બાલ્યાવસ્થામાં જ પૂર્વજન્મની ઘટનાઓ યાદ આવી જવાના કિસ્સાઓમાં જેમ્સ લીનિંગર (James Leininger) નો કિસ્સો અત્યંત રસપ્રદ અને નોંધપાત્ર છે. જેમ્સનો જન્મ ૧૦ એપ્રિલ ૧૯૯૮ ના રોજ અમેરિકાના લુઇસિયાનામાં થયો હતો. બૂ્રસ અને એન્ડ્રિયા લીનિંગર તેના પિતા અને માતા છે.

લગભગ બે વર્ષની ઉંમરે જેમ્સને વારંવાર ભયંકર સ્વપ્નો આવતા હતા. તે વખતે તે બૂમો પાડતો હતો - 'મારું વિમાન સળગી રહ્યું છે. હું એમાં ફસાઈ ગયો છું.' જેમ્સ બાળપણથી જ ઘણી અસામાન્ય વાતો કરતો હતો. તે કહેતો હતો કે તે પહેલાં પાઈલોટ હતો. તેનું વિમાન જાપાનીઓએ તોડી પાડયું હતું. તેમણે કોરસેટ (Corsair) નામનું ફાઈટર પ્લેન ઓળખી બતાવ્યું હતું. તે  Vought FAU Corsair હતું. તેણે નાટોમાં (Natoma) નામના હવાઈ જહાજનો ઉલ્લેખ કર્યો જે પાછળથી USS Natoma Bay નીકળ્યું. તે તેના મિત્ર જેક લાર્સનનું નામ પણ બોલતો હતો.

જેમ્સના માતા-પિતાએ તેમના પુત્રના દાવાઓને ચકાસવાનું નક્કી કર્યું. તેમણે એ બધાની વ્યવસ્થિત નોંધ કરી અને એની વિગતો સાચી છે કે ખોટી તેની તપાસ શરૂ કરી. તેમની તપાસમાં એ જાણવા મળ્યું કે બીજા વિશ્વયુદ્ધમાં જેમ્સ એમ. હ્યુસ્ટન જુનિયર નામનો પાયલોટ RJtu Sbt (Iwo Jimo) સાથે જોડાયેલો હતો. ૩ માર્ચ ૧૯૪૫ ના રોજ RJtu Sbt (Iwo Jimo)  પાસે તેના વિમાનને જાપાનીઓએ તોડી પાડયું હતું. તે કોરસેર(Corsair)  વિમાન જ ઉડાડી રહ્યો હતો. જેક લાર્સન (Jack Larson)  હકીકતમાં તે હવાઈ જહાજનો એક જીવિત સભ્ય હતો. આ બધાને કારણે પરિવારના લોકોને ખાતરી થઈ કે જેમ્સ તે પાયલોટનો જ પુનર્જન્મ છે. જેમ્સ માત્ર પાયલોટ કે અન્ય વ્યક્તિઓના નામ જ આપ્યા એવું નથી. તેણે વિમાનના નાના-મોટા બધા ભાગોના નામ પણ જણાવ્યા અને તેમનો ઉપયોગ શેના માટે કરાય છે. તેની પણ તે માહિતી આપતો. વિમાનના ઉડ્ડયનની જટિલ કાર્યદક્ષતાથી પણ તે વાકેફ હતો. એક અત્યંત અનુભવી, પરિપક્વ, પુખ્ત વયના કુશળ પાયલોટ પાસે હોય તેવું સૂક્ષ્મ એ એના પુર્વજન્મમાં પાયલોટ હોય અને આ જન્મમાં તે સંક્રામિત થયું હોય તો જ એ સંભવ બને.

જેમ્સના પિતા બૂ્રસ લીનિંગર અને કેન ગ્રોસે આ વિષય પર સોલ સર્વાઈવર (Soul Survivor) નામનું પુસ્તક પણ લખ્યું છે. ટેલિવિઝન કાર્યક્રમો અને ડોક્યુમેન્ટરીમાં પણ જેમ્સના પૂર્વજન્મ-પુનર્જન્મને લગતો કિસ્સો બતાવવામાં આવ્યો હતો. ઇયાન સ્ટીવન્સને લગભગ ૪૦ વર્ષ સુધી તે બાળકોના કિસ્સાઓનું અધ્યયન કર્યું જે ૨ થી ૬ વર્ષની ઉંમરે 'પૂર્વજન્મ'ની વિગતો આપતા હતા. તેમણે ૨૫૦૦ થી પણ વધારે આવા કિસ્સાઓનું દસ્તાવેજીકરણ કર્યું. તેમના અભ્યાસ-સંશોધનોમાં તેમને એવું જાણવા મળ્યું કે મોટા ભાગના બાળકો એમની બહુ જ નાની ઉંમરે લગભગ ૨ થી ૪ વર્ષના એમના પાછલા જન્મની વાતો કરતા હતા. તે તેમના કુટુંબ, ગામ કે શહેર અને કામકાજનું વિશિષ્ટ વર્ણન કરતા હતા. કેટલાકમાં પૂનર્જન્મની ઉપલબ્ધિથી અમુક વિશિષ્ટ જ્ઞાન, કલા કે આવડત વગર શીખ્યે સહજ પ્રગટ થઈ ગયેલી જોવા મળતી હતી. જેમ્સ લીનિંગરને પણ આ જ રીતે વિમાનની નાની-મોટી તમામ માહિતી પૂર્વજન્મના પ્રભાવથઈ માત્ર બે-ત્રણ વર્ષની ઉંમરે આપમેળે પ્રાપ્ત થઈ ગઈ હતી.

જે બાળકો એમના પૂર્વજન્મના મરણની વિશિષ્ટ બાબતો કહેતા સ્ટીવન્સન તે મૃત વ્યક્તિના મેડિકલ રિપોર્ટ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મેળવતા પછી તે બાળકના શરીર પર રહેલા જન્મ ચિન્હ  (Birth Mark)  કે જન્મજાત ખોડખાંપણ સાથે તેની સરખામણી કરતા. ઘણા બધા કિસ્સા એવા હતા જેમાં પાછલા જન્મમાં ગોળી વાગવાથી મરણ થયું હોય તેમાં બાળકના શરીર પર તે જ જગ્યાએ જન્મ ચિન્હ જોવા મળ્યું જ્યાં ગોળી વાગવાથી ઘા પડયો હતો. કેટલાક કિસ્સામાં શરીરના અંગોપાંગોમાં ખામી કે ખોડ હોય, તેની તપાસ કરતાં જાણવા મળ્યું કે તે પૂર્વજન્મમાં તેવી જ ખામી ધરાવતા હતા. સ્ટીવન્સન તેને 'સંભાવિત જૈવિક સંકેત(Possible biological correlation) કહેતા, પણ તેને પૂર્ણ પ્રમાણ જાહેર કરતા નહોતા. પુનર્જન્મ થયા બાદ કેટલાક લોકોમાં જન્મજાત અકારણ વિકૃત ભય   (Phobia)  જોવા મળે છે. તેનો સંબંધ પણ પુનર્જન્મની ઘટના સાથે જ જોડાયેલો હોય છે. એવું પણ એમના સંશોધનમાંથી તારણ નીકળ્યું છે. જે ખૂબ ઊંચાઈ પરથી નીચે પડીને મરણ પામ્યા હોય છે તે બીજા જન્મમાં એક્રોફોબિયા (Acrophobia) એટલે કે ઊંચાઈનો ડર ધરાવતા હોય છે. મનોચિકિત્સા અને ન્યૂરોબિહેવિયરલ સાયન્સના એસોસિએટ પ્રોફેસર જિમ ટક (Jim Tucker) પુનર્જન્મનો દાવો કરતા બાળકો સ્ટીવન્સનની રિસર્ચ આગળ વધારી હતી. તેમણે ‘Live Before Life & A Scientific Investigation of children’s memories of previous lives’ નામના તેમના પુસ્તકમાં તેની વિગતો આપી છે.