Get The App

કાશ્મીરની માટીકલા જીવંત રાખી સાઈમાએ

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
કાશ્મીરની માટીકલા જીવંત રાખી સાઈમાએ 1 - image

- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- જે સાચો કલાકાર છે, તે પોતાની કલાને સંપૂર્ણ સમર્પિત હોય છે. પોતાના જીવનના સંપૂર્ણ લાભો છોડી ને કલાની પાછળ આખું આયખું પસાર કરી દે છે

કો ઈપણ કલાકાર તેની કલાને લુપ્ત થતી જોઈ શક્તો/શક્તી નથી. સાચો કલાકાર જીવનના બધા જ લાભછોડી, પોતાની જાતને પોતાની કલાને સમર્પીત કરી દે છે.

કાશ્મીરની સાઈમા સફીએ આ જ રીતે પોતનું જીવન તેની પેશન અને કાશ્મીરની લુપ્ત થતી કલા, 'પોટરી' માટીકામને સમર્પીત કરી દીધું છે.

'પોટરી' એ કાશ્મીર રાજ્યની સદીઓ જૂની કલા છે. પરંતુ આધુનીક સમયની રફતારમાં તે લુપ્ત થતી જાય છે. સાઈમાએ આ કલા પાછળ, પોતાની સીવીલ એનજીનીયરીંગની કારકિર્દીને પણ છોડી દીધી છે અને કાશ્મીરની આ લુપ્ત થતી કલા 'પોટરી' માટીકામને પુર્નજીવીત કરી, યુવાન અને આધુનીક પેઢી સુધી પહોંચાડવા માગે છે.

આ લેખનો હાર્દ જ એ છે કે કલાકાર પોતાની કલાને કેટલો સમર્પીત હોય છે.

જાણીએ 'પોરટરી' કલાકાર જે હવે આખા કાશ્મીરમાં,Karl Koor  (આ કાશ્મીરી ભાષાનો શબ્દ છે એટલે પોટરી કલાકાર) તરીકે જાણીતી થઈ છે, તેની 'પોટરી' કલાની યાત્રા વિષે કેવી રીતે શરૂઆત થઈ, શું તેણે આ કલા માટે છોડયું, અને કેવી રીતે મૃતપ્રાય થતી કલાને નવી પેઢી સુધી પહોંચાડવા પ્રયત્ન કરી રહી છે અને તેના પ્રયત્નોની સફળતા.

સાઈમા સફીના શબ્દોમાં 'મને બાળપણથી કંઇક જીવનમાં આગવું કરવાની ઇચ્છા મતે નાનપણથી માટીની ઢીંગલીઓ જ રમવી ગમે. ફળીયાની દીકરીઓ બાર્બી વગેરેથી રમે, જ્યારે હું માટીની ઢીંગલીઓથી રમું, મને માટીકામ માટે આકર્ષણ.'

સમયની રફતારમાં તે આકર્ષણ ભૂલાઈ ગયું. મેં સીવીલ એન્જીનીયરીંગની કારકિર્દી પસંદ કરી. આ અભ્યાસ દરમ્યાન અમારે શૈક્ષણિક ટુરમાં, ચંડીગઢ જવાનું થયું. અહીં મેં 'પોટરી કલા'ની વિવિધ પ્રોડક્ટસ જોઈ અને મારા બાળપણનું આકર્ષણ અને પસંદગી તાજા થયા અને મેં આ પોટરીના કાર્યક્ષેત્રમાં વધુ કારકિર્દીની જાણકારી મેળવવાનું નક્કી કર્યું.

સાઈમાએ આ પછીના વર્ષોમાં સીવીલ એન્જીનીયરીંગ કર્યું અને અનુસ્નાતક કરવા બનારસ ગઇ. અહીં તેણીએ પોરટરીની પ્રોડક્ટસ બનાવતી પ્રક્રીયા જોઈ અને તેનુ પોટરી - માટીકામ માટેનું આકર્ષણ વધ્યું. હવે સીવીલ એન્જીનીયરીંગમાં અનુસ્નાતક થયા પછી માતા-પિતાની ઇચ્છા પ્રમાણે કાશ્મીરની પી.ડબલ્યુમાં સરકારી નોકરી લીધી. આ તેના માતા-પિતાની ઇચ્છા પરંતુ સાઈમાની પોતાની સ્વયમની ઇચ્છા પોટરીની કલાને જીવંત કરી કારકિર્દી બનાવવાની હતી.

થોડો સમય, પી.ડબલ્યુડીમાં નોકરી કરી સાઈમાએ બેંગ્લોરમાં પોટરીની ટ્રેનીંગ લેવા માટે નક્કી કર્યું અને તેની આ પેશનને અમલમાં મૂકી.

બેંગ્લોરની ટ્રેનીંગ દરમ્યાનની વાત સાઈમાના જ શબ્દોમાં જોઇએ, 'અહીં બેંગ્લોરની ટ્રેનીગમાં, સાઈમાં પોટરી માટેની જૂની પદ્ધતિઓ અને આધુનિક પદ્ધતિઓ વિષે શીખી. પોરટરીની શરૂઆતમાં તે પથ્થરના સ્વરૂપ એટલે કે ઢેફાના સ્વરૂપમાં આવે, તેને તોડવાની પ્રક્રીયા પછી તેને માટીના લોંદો બનાવવા માટે વીલ પર ફેરવવાની પ્રક્રિયા, પછી તેને સીધી કરવી, ત્યારબાદ તાપવાળી ભઠ્ઠીઓમાં અને આધુનીક ઇલેક્ટ્રીક ભઠ્ઠીમાં તપાવવા અને ત્યારબાદ પોરટરી માટે તૈયાર થાય પછી તેની જુદી જુદી પ્રોડક્ટસ બનાવવા વિષે શીખી. જુદા જુદા તાપમાને માટીને કેવી રીતે તપાવવાય, તાપમાનની અસરો વિષે વગેરે શીખી. ઉપરાંત પ્રોડક્ટસ તૈયાર થાય પછી કેવી રીતે ' ફાયનલ ટચ આપવવો, ગ્લેસીંગ વગેરે શીખી.

અહીં મને પોટરી વિષે લગભગ સંપૂર્ણ જ્ઞાન મળ્યું અને મને આગળ વધવાનો રસ્તો મળ્યો અને મેં નિર્ણય કર્યો કે પોરટરી કાશ્મીરી કલાને પુર્નજીવીત કરી લુપ્ત થતી બચાવીશ અને સ્ટુડીયો બનાવી, આગલી પેઢી સુધી આ કલાને પ્રચલીત કરી.'

કાશ્મીર પાછા આવ્યા પછી સાઈમા સફીએ જૂના પોર્ટર કલાકારોને મળવાનું શરૂ કર્યું. તેમની પાસેથી આ કલા વિષે માહિતી મેળવી. માટીકામની પ્રોડક્ટસને વધુ કેવી રીતે સુંદર બનાવવી તે વિષે ચર્ચા કરી, પોતાની આ કલાની યાત્રામાં જોડાવવાનું સૂચન કર્યું. આ પોટરી કલાકારોને પોતાનો અવાજ ઉઠાવનાર કોઈ મળ્યું આથી તેઓ સાઈમા સફી સાથે જોડાયા.

પરંતુ કહેવાય છે ને સારા કામમાં અનેક વિઘ્નો આવે અને સાઈમાની પોટરી સ્ટુડીયો બનાવી આ કલાની યાત્રાને આગળ વધારવાની યાત્રામાં આર્થિક અને સરકારી તેમજ બીજા વિઘ્નો આવ્યા.

પોરટરીની આધુનીક સાધનો માટે આર્થિક જરૂરીયાત વધારે હતી જે તેની પાસે નહતી. ઉપરાંત એ દરમ્યાન કાશ્મીરમાં, ૩૭૦ કલમ રદ થતો કાયદો આવ્યો આથી તેનો આ પોટરી સ્ટુડીયોનો પ્રોજેક્ટ પાછો ઠેલાયો. પરંતુ સાઈમાએ આ વિઘ્નોનું સમાધાન મેળવ્યું અને પોરટરી સ્ટુડીયો ચાલુ કર્યો.

ક્યારેક સંતાને પોતાની નીજી પેશન કારકિર્દી અને માતા-પિતાની ઇચ્છાવાળી કારકિર્દીની તુમુલ યુદ્ધની કેનાલમાંથી પસાર થવું પડે છે. સાઈમા પણ આ કેનાલમાંથી પસાર થઈ, પરંતુ માતાની પ્રેરણાથી સીવીલ એન્જીનીયરીંગની કારકિર્દી છોડી સંપૂર્ણપણે પોટરીની કારકિર્દી માટે સમર્પીત થઈ.

આ પ્રકારના તુમુલ યુદ્ધમાં માતા-પિતાએ ઝૂકવું પડે છે અને સાઈમાના માતા-પિતાએ સાઈમાને પોતાના રસ્તે જવાની સ્વતંત્રતા આપી.

સામાએ પોતાનો નાનો પોટરીનો સ્ટુડીયો શરૂ કર્યો. જેમાં અદ્યતન પોટરી માટેના સાધનો, ઇલેક્ટ્રીક ફરનેસ, સ્લેબ રોલરસ, ગેસની સગડીનો, ચાકડો, ને ઇલેક્ટ્રીકથી ફરે તે ગ્લેઝીંગ માટેની સામગ્રી પ્રોડક્ટસ પર ચિત્રકામ માટેની સામગ્રી વગેરે પારંપારિક અને અદ્યતન બન્ને સામગ્રીઓથી પોરટરી સ્ટુડિયો વસાવ્યો. સાઈમા માટીકામ માટે કાશ્મીરી ટોરાકોટાની માટીનો ઉપયોગ કરવા લાગી. પરંતુ આ માટી ચળકાટવાળી હોય છે પરંતુ સખત હોય છે. આથી ખાસ ઉત્તરપ્રદેશથી માટી મંગાવવા માંડી. આ ઉપરાંત બીજા રાજ્યોમાંથી પણ માટીના ઓર્ડરો આપવા માંડી.

પરંતુ સામા જણાવે છે કે, આ માટીનો મોટો સ્ટોક લાવવામાં ટ્રાન્સપોર્ટેશન, ઠંડીની મોસમ અને કાશ્મીરમાં પડતા બરફને લીધે ઘણી મુશ્કેલીઓ પડે છે. પરંતુ શરૂઆતમાં તે કામ મુશ્કેલ લાગતું હતું હવે તેમાં પણ ફાવટ આવી ગઈ છે.

સાઈમા સફી પોતાની પોટરીની પ્રોડક્ટસનો સાદો દાખલો આપતા કહે છે કે કાશ્મીરનો કાવો ખૂબ પ્રખ્યાત છે. તે માટેનો પોટરી કપ પારંપારિક સાદો આવતો. હવે તેમાં સુધારો કરી માઈક્રોવેવમાં મુકાય, તેમજ તેના પર ગ્લેઝીંગ કરી, આકર્ષક બનાવ્યો. આમ રસોડાના ઘણા વાસણો તેણે પોરટરી પારંપારિક ને નવો ઓપ આપ્યો.

સાઈમાએ પોતાના એન્જીનીયરીંગનું ડીઝાઈનીંગ, ને પ્લાનીંગનો પણ આમા ઉપયોગ કર્યો. તેમજ ડીજીટલ માર્કેટીંગનો પણ આધાર લીધો છે.

સાઈમાસાફી જણાવે છે કે, 'આ પ્રકારના વાસણો રોજીંદા ઉપયોગમાં વપરાશથી વૈજ્ઞાનિક રીતે પણ વ્યક્તિગત સ્વાસ્થ્યમાં પણ ફાયદાકારક છે.'

સાઈમાસફીની પોરટરી હવે કાશ્મીર કે ભારત પૂરતી જ સીમીત નથી રહી, પરંતુ વિશ્વના દેશો જેવા કે ચીન, જાપાન, તુર્કી, (જ્યાં આ પ્રકારના પોરટરીના વાસણોનો ઉપયોગ થા છે) ત્યાંથી ઓર્ડરો આવે છે.

પોટરીનો નાનો સ્ટુડીયો હવે, સતત કામથી ધમધમે છે અને સાઇમા સફીનું પોટરીની કલાને મૃતપ્રાય થતી અટકાવવાનું સફળ થયું છે.

સાઈમાસફીની પોટરી કલાના સમર્પણને સેલ્યુટ.