Get The App

એલિયનની ડીંગ! .

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
એલિયનની ડીંગ!                                             . 1 - image

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

બ્રા ઝિલમાં હમણાં એક બખેડો થઈ ગયો. અરાક્રુઝ શહેરના લોકોના એક ટોળાએ પોલીસને જણાવ્યું કે અહીં અમે એક સળગતા દડાને આભમાંથી ખરતો જોયા છે. આ ફાયર બોલ ઉપર સવાર થયેલો ઍલીયન અટલે કે પરગ્રહવાસી જીવ આપણી ભૂમિ પર પટકાયો છે. એટલું જ નહીં, એ ગંભીર રીતે દાઝી પણ ગયો છે. અમે બધા મળીને ઍલિયનને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જઈએ છીએ. તમેય ત્યાં પહોંચો. જોતજોતામાં વાત પ્રસરી ગઈ. ઍલીયનને હોસ્પિટલ લઈ જવાયો. ડોક્ટરે ઍલીયનની નાડી પકડી અને નિદાન કર્યું. આ તો રબ્બરનો ઢીંગલો છે!'' ડોક્ટર અને પોલીસને એ વાતની ઉત્સુક્તા છે કે આ નાના શહેરના શાંત પાણીમાં કાંકરીચાળો કર્યો કોણે!

પાયલટ બનવા શું શીખવું પડે? 

પાઇલટ બનવાની ઇચ્છા ધરાવતી વ્યક્તિનું હૃદય કેટલું કાર્યક્ષમ છે તે જાણવા માટે તેનો ઇસીજી કરવામાં આવે છે તેમ જ તેનું મગજ કેટલું સંતુલિત રહી શકે તેમ છે તે જાણવા માટે ઇઇજી (ઇલેક્ટ્રો અન્સેલો ગ્રાફ) નામનો મગજનો ટેસ્ટ હાથ ધરવામાં આવે છે અને એ ટેસ્ટમાં પાસ થનારને જ પાઇલટ બનવા માટેની તાલીમ આપવામાં આવે છે. મિટિયોરોલોજી (હવામાનશાસ્ત્ર), નેવિગેશન, રેડિયો ઍઇડ્સ, ઍર રેગ્યુલેશન, ઍન્જિન ઍન્ડ ઍર ફ્રેમ, રેડિયો ટેલિફોની જેવા વિષયો પાઇલટ બનવા ભણવાના હોય છે, પરંતુ આપણે ત્યાં આ માટે કોઈ વ્યવસ્થિત કોલેજ નથી. ખાનગી ક્લાસિસમાં આ વિષયો ભણાવાય છે.

લાઉડ મ્યુઝિક સાંભળતા જીવ ખોયો!

દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગથી નૈઋત્ય દિશામાં ૧૨૦ કિલોમીટરના અંતરે આવેલા જાબરટન શહેરમાં એક માતાને તેના બાવીસ વર્ષના દીકરા સાથે મ્યુઝિક સિસ્ટમનું વોલ્યુમ ઓછું કરવા બાબતે ઝઘડો થયો. માતાએ દીકરાને વોલ્યુમ ઘટાડવા સમજાવ્યો, પણ દીકરો માન્યો નહીં. પછી દીકરો જ્યારે સંગીતના તાલે ઝૂમી રહ્યો હતો ત્યારે માતાએ પાછળથી આવીને બ્રેડ કાપવાના ચપ્પુનો જોરદાર ઘા દીકરાની પીઠ પર કર્યો. લોહીલુહાણ હાલતમાં દીકરો ઢળી પડયો. ઘરમાં એ સ્ત્રીનો બીજા દીકરો અને તેનો એક પિતરાઇ ભાઈ હાજર હતા. એ લોકોએ મદદ માટે બૂમો પાડી. પરંતુ લોકો મદદ માટે આવી પહોંચ્યા તે પહેલાં છોકરો મૃત્યુ પામ્યો હતો. દીકરાને ચપ્પુ માર્યા બાદ માતા શાંતિથી નજીકના એક દારૂના પીઠામાં ગઈ હતી. ત્યાંથી તે પાછી ફરી ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

અજબ પ્રકારનું વળગણ : હું પેંગ્વિન છું

 બ્રસેલ્સના આલ્ફ્રેડ ડેવિડ નામના એક ભાઇને અજબ પ્રકારનું વળગણ લાગુ પડયું છે. તે એવું માનવા લાગ્યો છે કે તે પેંગ્વિન છે. થયું એવું કે થોડા સમય પહેલાં આલ્ફ્રેડને અક અકસ્માત નડી ગયો અને તેમાં તેને જીવનભરની ખોડ રહી ગઈ. ત્યાર પછી બહુ હાલવુંચાલવું ન પડે તે માટે તેણે ટેક્સી ચલાવવાનું શરૂ કર્યું. એવામાં ધીમે ધીમે તે માનવા લાગ્યો કે તે પેંગ્વિન છે. હવે તે એટલી હદે પેંગ્વિનમય થઈ ગયો છે કે તે પેંગ્વિનની ચામડી જેવો જ, બ્લેક અન્ડ વ્હાઇટ પેંગ્વિન સુટ પહેરે છે. પેંગ્વિનની માફક આલ્ફ્રેડ પણ હવે સાર્ડિન માછલી જ ખાય છે. પેંગ્વિન જેવી દેખાતી અસખ્ય ચીજવસ્તુઓનો સંગ્રહ કરીને તેણે પોતાના ઘરને પેંગ્વિન મ્યુઝિયમ બનાવી દીધું છે. લોકો આ મ્યુઝિયમ જાવા રીતસર લાઇનમાં ઊભા રહે છે. આલ્ફ્રેડના સાચા મિત્રો અને હિતેચ્છુઓ તેને સલાહ આપે છે કે તેણે પેંગ્વિન હોવાના ભ્રમમાંથી છૂટવા માટે મનોચિકિત્સકને મળીને આ રોગની સારવાર કરવી જોઇઅ. પરંતુ આલ્ફ્રેડને આ 'રોગ' અટલો બધો ફાયદો કરાવી રહ્યા છે કે તેને સાજા થવાની કોઈ જરૂર લાગતી નથી.

બેંક લૂંટારૂના નસીબ-કમનસીબ

બેન્કલૂંટને લગતા જાતજાતનાં કિસ્સાઓ જાણવા મળતા હોય છે. પણ જાપાનના ઓસાકા શહેરમાં બેન્ક લૂંટવા નીકળેલા એક શખસનો કિસ્સો ખરેખર નિરાળો છે. એ ભાઈ રમકડાની પિસ્તોલ લઇને બેન્ક લૂંટવા નીકળ્યા હતા. તેણે કેશિયર પાસે જઇને કહ્યું : ''તારા ખાનામાં જેટલા પૈસા હોય તે બધા મને આપી દે. જલદી કર, નહીંતર ગોળી મારી દઇશ.'' કેશિયરે તરત, જરાય વિરોધ કર્યા વિના નોટોની કેટલીક થપ્પીઓ લૂંટારાને આપી દીધી. લૂંટારાએ પૂછયું : ''કેટલા છે?'' કેશિયર બોલ્યો : ''૭૦ લાખ યેન. નોટો લઇને લૂંટારો તરત ભાગ્યો. અને તેને ભાગતો જોઇને કેશિયર મલક્યો, કારણ કે એ થપ્પીઓમાં ફક્ત ઉપરની અને નીચેની નોટો જ સાચી હતી. વચ્ચેની નોટો ચલણી નોટો નહોતી. એ તો બેન્કનાં નકામાં કાગળિયાને ચલણી નોટના કદમાં કાપીને બનાવાયેલી થપ્પી જ હતી. ટૂંકમાં, બધી થપ્પીઓની ઉપરની અને 

નીચેની સાચી નોટોનું કુલ મૂલ્ય ૨૦,૦૦૦ યેન જ થતું હતું. કિસ્સો અહીં પૂરો નથી થતો. હજુ વધુ રસપ્રદ ભાગ તો હવે આવે છે. 'બેન્કલૂંટ'નું કામ પતાવીને એ લૂંટારો ભાગ્યો તેના થોડા જ કલાકોમાં એ બેન્કથી થોડે દૂર આવેલી બીજી એક બેન્કમાં ધાડપાડુ ઘૂસ્યો. એ બેન્કના મેનેજરને ખબર હતી કે થોડી વાર પહેલાં જ બાજુની બેન્કમાં એક મૂરખ ધાડપાડુ રમકડાની પિસ્તોલ સાથે ઘૂસી આવ્યો હતો. એ જ લૂંટારો ફરી બેન્ક લૂંટવા આવ્યો હશે એમ વિચારીને બેન્ક મેનેજરે હિંમત કરીને ધાતુની બનેલી કચરાની ટોપલી અ માણસ પર ફેંકી. કપાળમાં એ ટોપલી વાગી કે તરત એ માણસ દોડીને ભાગી ગયો. બેન્ક મેનેજરના મોઢે લૂંટારાનું વર્ણન સાંભળ્યા બાદ પોલીસને સમજાઇ ગયું કે તે એ જ શખસ હતો જે રકમડાની બંદૂક લઇને બાજુની બેન્ક લૂંટવા આવ્યો હતો. થોડા જ કલાકના અંતરે બે વાર બેન્ક લૂંટવાના પ્રયાસોમાં નિષ્ફળ જનાર એ કમનસીબ લૂંટારાના નસીબ એટલાં સારાં છે કે હજુ સુધી તે પકડાયો નથી.