Shatdal

રામાયણ અને ઈઠા: મનમોહક ધર્મકથા... ધમાકેદાર નર્તનકથા

By GS Team
3 Nov 20264 mins read
રામાયણ અને ઈઠા: મનમોહક ધર્મકથા... ધમાકેદાર નર્તનકથા
  • 'રામાયણ'નો સૌથી મોટો પ્લસ પોઈન્ટ હોય તો એ છે, યશ. શું સ્ક્રીન પ્રેઝન્સ છે એની! રાવણનો ઇન્ટ્રોડક્શનવાળો સીન જોઈને રૃંવાળા ખડા થઈ જાય છે

નીતીશ તિવારીની 'રામાયણ' ભારતમાં રિલીઝ થાય એટલી જ વાર છે, પણ અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં તેની ઇંગ્લિશ આવૃત્તિનું સ્પેશિયલ સ્ક્રીનિંગ ગોઠવવામાં આવ્યું હતું. આપણે ત્યાં ભલે ફિલ્મના એક ગીતમાં 'કૂન ફાયા કૂન' ગીતનો સૂફી રંગ જોઈને ઓડિયન્સે થૂ-થૂ કરી મૂક્યું, પણ અમેરિકનો તો આખી ફિલ્મ જોઈને ગાંડા ગાંડા થઈ ગયા છે. એમના ઓનલાઇન રિવ્યુની કેટલીક ઝલક આ રહી.

કોણ બાજી મારશે… રામ કે રાવણ?

આવી ઇન્ડિયન ફિલ્મ તો કદી જોઈ નથી. 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ' ટ્રિલોજીની યાદ આવી ગઈ.

હું અભિભૂત થઈ ગયો છું. ફિલ્મ જે પોઇન્ટ પર પૂરી થઈ છે… મેં તો અત્યારથી પાર્ટ-ટુની રાહ જોવાનું શરૂ કરી દીધું છે.

પાર્ટ-વનમાં તો ફક્ત બિલ્ડ-અપ થાય છે. 'રામાયણ'ની અસલી મજા પાર્ટ-ટુમાં આવવાની છે.

ના, યશ આ ફિલ્મમાં રણબીરને કાચેકાચો ખાઈ જાય છે. યશ અદભુત લાગે છે. શું સ્ક્રીન પ્રેઝન્સ છે એની!

'રામાયણ પાર્ટ-વન'નો સૌથી મોટો પ્લસ પોઈન્ટ હોય તો એ છે, યશ. સવાલ જ નથી.

યશના પર્ફોર્મન્સ પર કન્નડ એક્ટર ડોક્ટર રાજકુમારનો ઘણો પ્રભાવ છે. ૧૯૮૩માં એમણે 'ભક્ત પ્રહલાદ' નામની ફિલ્મમાં હિરણ્યકશિપુનું પાત્ર ભજવ્યું છે. યશે રાવણનું કેરેક્ટર એ રીતે ઊપસાવ્યું છે.

રાવણનો ઇન્ટ્રોડક્શનવાળો સીન જોઈને રૃંવાળા ખડા થઈ ગયા.

'રામાયણ'નું ઇંગ્લિશ વર્ઝન એઆઈથી તૈયાર કરવામાં આવ્યું છે. બધાં પાત્રોને રીતસર અંગ્રેજીમાં ડાયલોગ બોલતા દેખાડયા છે. જે રીતે એમના હોઠ ખૂલે છે, એકદમ પરફેક્ટ છે.

આ ફિલ્મ બને એટલી મોટી સ્ક્રીન પર જોજો. આઇમેક્સ અને થ્રીડીમાં જોવાનો જલસો પડશે.

સ્પોઇલર એલર્ટ: રાવણ સીતાનું અપહરણ કરે છે!

પાર્ટ-ટુમાં હનુમાનજી તરખાટ મચાવશે. પાર્ટ-વનમાં એન્ડ ક્રેડિટ પછી જે સીન દેખાડવામાં આવે તે જોરદાર છે.

જે વિદેશી ઓડિયન્સને રામાયણ વિશે બહુ જાણકારી નથી, પણ ફક્ત બેઝિક વાર્તા જ ખબર છે એમને પણ આ ફિલ્મ લાગણીશીલ બનાવી દે છે.

સઈ પલ્લવી સીતા તરીકે જામે છે. સઇ પલ્લવી કોઈ પણ રોલ બહુ જ સિન્સિયરલી ભજવતી હોય છે.

એ.આર. રહેમાન અને હેન્સ ઝિમરને ભેગા કરવાનો પ્રયોગ ખાસ સફળ થયો નથી. ગીતો અપેક્ષા કરતાં ક્યાંય નબળાં છે. અંગ્રેજી વર્ઝનનાં જોકે મોટાં ભાગનાં ગીતો ઉડાવી દેવામાં આવ્યાં છે.

હનુમાનજી ઓડિયન્સનું મોસ્ટ ફેવરિટ કેરેક્ટર બની જશે એ તો નક્કી.

બહુ ઓછી ફિલ્મો એવી બનતી હોય છે, જેનું ટ્રેલર ઓડિયન્સમાં આટલી બધી ઉત્તેજના જગાડી દીધી હોય. શ્રદ્ધા કપૂરની બાયોપિક 'ઇઠા' છેક ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે, જેમાં એણે વિખ્યાત તમાશા અને લાવણી નૃત્યાંગના વિઠાબાઈ નારાયણગાંવકરનો રોલ કર્યો છે. નેટિઝન્સની પ્રતિક્રિયાઓ જોઈ લો…

આલી રે આલી…. શ્રદ્ધા આલી

આને કહેવાય ટ્રેલર. એક સેકન્ડ માટે પણ મારી નજર હટી નહીં.

'ડર્ટી પિક્ચર' પછી વિદ્યા બાલન અને 'ક્વીન' પછી કંગના રનૌતની કરીઅર જુદા જ લેવલ પર પહોંચી ગઈ હતી, તેવું 'ઇઠા' પછી શ્રદ્ધા કપૂરના કેસમાં બનવાનું. રોલ ઓફ અ લાઇફટાઇમ… અને ટ્રેલર પરથી તો લાગે છે કે શ્રદ્ધાએ આમાં એક્ટિંગ નથી કરી, એ પોતાનો રોલ જીવી ગઈ છે.

આ ફિલ્મને હિન્દીમાં શું કામ બનાવી છે? મરાઠીમાં બનાવવી જોઈએને? વધારે ઓથેન્ટિક લાગત.

ગૂઝબમ્પ્સ આવી ગયા, બોસ. અઢી મિનિટના ટ્રેલરમાં આવી હાલત થતી હોય તો વિચાર કરો કે અઢી કલાકની ફિલ્મમાં શું હાલત થશે.

આહા… અજય-અતુલનું મ્યુઝિક! શરીર રણઝણાવી ઉઠે છે, ખરેખર. પ્રોડયુસરે આ ફિલ્મ માટે અજય-અતુલને પસંદ કરીને ઉત્તમ કામ કર્યું.

શ્રદ્ધા કપૂર + મડોક બેનર + લક્ષ્મણ ઉત્તેકર + અજય-અતુલ = નેશનલ અવોર્ડ.

યે શ્રદ્ધા નામ કી સ્ત્રી કુછ ભી કર સકતી હૈ.

મને આ ફિલ્મમાંથી 'ગંગુબાઈ કાઠિયાવાડી' જેવી વાઇબ કેમ આવે છે?

શ્રદ્ધા અડધી મહારાષ્ટ્રિયન છે, ડિરેક્ટર લક્ષ્મણ ઉત્તેકર મહારાષ્ટ્રિયન છે, અજય-અતુલ મહારાષ્ટ્રિયન છે. મરાઠી કલ્ચર બોલિવુડમાં આવી શાનદાર રીતે બહુ ઓછી વાર પ્રસ્તુત થયું છે.

યુ કેન ઇગ્નોર બોલિવુડ, બટ યુ કેન નોટ ઇગ્નોર શ્રદ્ધા કપૂર.

શ્રદ્ધા કપૂર 'ઇઠા' બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ અવોર્ડ જીતી રહી છે. લિખ લો.

એકલું મહારાષ્ટ્ર જ આ ફિલ્મને બ્લોકબસ્ટર બનાવી દેશે.

શ્રદ્ધાએ અગાઉ 'હસીના પારકર' નામની નાયિકાપ્રધાન ફિલ્મ કરી હતી, પણ તે ફિલ્મ ખરાબ રીતે પિટાઈ ગઈ હતી. એમાં શ્રદ્ધાની એક્ટિંગ પણ નબળી હતી… પણ હવે લાગે છે કે 'ઇઠા'માં શ્રદ્ધા સિક્સર ફટકારશે.

આ ફિલ્મનું બીજીએમ (બેકગ્રાઉન્ડ મ્યુઝિક) રુંવાળા ખડા કરી દે તેવું છે. ખરેખર તો 'રામાયણ'માં એ.આર. રહેમાનને બદલે અજય-અતુલને લેવાની જરૂર હતી.

'આશિકી-ટુ'ની સ્વીટ, ઇનોસન્ટ છોકરીથી લઈને 'એક વિલન'થી લઈને 'ઇઠા'ની જાનદાર, દમદાર, આક્રમક, આઝાદ સ્ત્રી… શ્રદ્ધાનુું ટ્રાન્સફોર્મેશન ગજબનું છે.