વિટામીન B12ની ઉણપથી થતી સમસ્યાઓ

- માર્ગી
- પ્રેગનન્સી દરમ્યાન B12 ની ઉણપથી ગર્ભમાં રહેલાં બાળકનો શારીરિક તેમજ માનસિક વિકાસ અવરોધાય છે.
આ હારશાસ્ત્રમાં વિટામીન્સ અને મીનરલ્સને માઇક્રો-ન્યુટ્રિઅન્ટસ કહેવાય છે. એટલે, આ એવા સૂક્ષ્મ પોષક તત્વો છે જેની શરીરને અલ્પ માત્રામાં જરૂર પડે છે પણ શરીરના વિકાસ અને યોગ્ય કામગીરી માટે ખૂબ અગત્યના છે.
આજે, આવાજ એક માઇક્રોન્યુટ્રિઅન્ટ વિટામીન B12 વિષે…
વિટામીન B12 ને કોબાલામીન પણ કહેવાય છે.
આપણું શરીર આશરે ૩ થી ૫ મીલીગ્રામ જેટલું B12 લીવરમાં સંગ્રહિત કરી રાખે છે, જેમાંથી એ લોહીમાં ભળે છે અને કોષોની નોર્મલ કામગીરી માટે વપરાય છે.
પણ જો વિટામીન B12 ની ઉણપ સર્જાય તો શરીરમાં ક્યા અને કેવાં પ્રકારના લક્ષણો દેખાય ? એની પર નજર નાખીએ.
જ્યારે B12 નોર્મલ માપ કરતાં સાધારણ ઓછું થાય ત્યારે થાક, માથાનો દુ:ખાવો, હાથ-પગમાં ઝણઝણાટી તથા નમ્બનેસ (સંવેદનનો અભાવ), જીભ લાલ થવી, મોઢામાં ચાંદા પડવા, ભૂખ ન લાગવી, ડ્રાય સ્કીન, છાતીમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ, ધબકારા વધી જવા, જોવામાં ઝાંખપ આવવી, યાદશક્તિ નબળી પડવી, ડીમેન્શીઆ, ડીપ્રેશન, ચીડીયાપણું, એકાગ્રતાનો અભાવ, ઈમ્યુનીટી નબળી પડવી, ફર્ટીલીટીમાં ઘટાડો વગેરે જેવાં અનેક લક્ષણો દેખાય છે. અને જ્યારે B12 માપ કરતાં ઘણું ઓછું થઈ જાય ત્યારે પર્નિશીઅસ એનેમિયા (જેમાં પૂરતાં લાલ રક્તકણો બનતા નથી)ની સ્થિતિ સર્જાય છે. સગર્ભા અવસ્થામાં પણ વિટામીન B12 નું ખૂબ મહત્વ છે, કારણ પ્રેગનન્સી દરમ્યાન B12 ની ઉણપથી ગર્ભમાં રહેલાં બાળકનો શારીરિક તેમજ માનસિક વિકાસ અવરોધાય છે.
વિટામીન B12 લાલ રક્તકણોની રચના, ઘશછ નું નિર્માણ, મગજ અને ચેતાતંત્ર (નર્વસ સિસ્ટમ)ની યોગ્ય કામગીરીમાં તથા ફેટી એસીડ અને એમિનો એસિડના ચયાપચયમાં મહત્વનું કો-ફેકટર છે.
B12 ની ઉણપના મુખ્ય કારણો જોઈએ તો -
ખોરાકમાં B12 નું અપૂરતું પ્રમાણ
B12 ના અવશોષણમાં અવરોધ (માલએબ્સોર્બશન)
પાચન સંબંધી સમસ્યાઓ
પેટની આંતરત્વચા ઉંમર સાથે (ખાસ કરીને ઓલ્ડ એજમાં) પાતળી થતી હોવાથી અપૂરતાં પાચક-એસિડનો સ્ત્રાવ
અપૂરતાં ગેસ્ટ્રીક ઇન્ટ્રીન્સીક ફેકટરના લીધે ખોરાકમાં લીધેલું B12 યોગ્ય રીતે છૂટું ન પડતાં આંતરડામાંથી શોષણ ન થવું.
લાંબા સમય સુધી લેવાયેલી એસીડીટીની દવાઓ, ડાયાબીટીસની અમુક દવાઓ.
ગેસ્ટ્રીક બાયપાસ સર્જરી, વજન ઘટાડવા માટે કરાતી બેરીઆટ્રીક સર્જરી, આંતરડાની જૂની બીમારી કે સર્જરી જવાબદાર છે.
રોજીંદા ક્રમે કેટલું B12 નું પ્રમાણ શરીર માટે જરૂરી છે ? પુખ્ત વયના સ્ત્રી-પુરુષ માટે વિટામીન B12 ના RDA (રેકમેન્ડેડ ડેઈલી એલાઉન્સ) આશરે ૨.૪ માઈક્રોગ્રામ છે. જ્યારે ગર્ભાવસ્થા દરમ્યાન ૨.૬ માઇક્રોગ્રામ અને સ્તનપાન દરમ્યાન ૨.૮ માઇક્રોગ્રામ જેટલું મ્૧૨ પ્રતિ દિન શરીરમાં જવું જરૂરી છે.
વિટામીન B12 શેમાંથી મળી શકે ?
આમ તો આપણાં શરીરમાં રહેલાં અમુક બેકટેરીઆ અને જીવાણું મ્૧૨ બનાવે છે. અને ખોરાકની વાત કરીએ તો કુદરતી રીતે મુખ્યત્વે પ્રાણીજન્ય ખોરાકમાંથી વિટામીન B12 મળે છે. પણ શાકાહારીઓને દૂધ, ચીઝ અને દહીંમાંથી મળે છે. આ સાથે ફોર્ટિફાઇડ (સંવર્ધિત) ખાદ્ય વસ્તુઓ જેમકે સીરીઅલ્સ, સોયા મિલ્ક, બદામનું દૂધ, કોકોનટ મિલ્ક, ટોફુ વગેરેમાંથી B12 મળે છે.
આગળ જણાવેલા લક્ષણો દેખાય ત્યારે B12 માટે બ્લડ રીપોર્ટ કરાવી, ડોક્ટરની સલાહ અનુસાર સપ્લીમેન્ટ લઇ શકાય.




