Shatdal

આ માણસને તાત્કાલિક પકડીને પાંજરામાં પૂરી દો, પ્લીઝ...

By GS Team
25 Aug 20264 mins read
આ માણસને તાત્કાલિક પકડીને પાંજરામાં પૂરી દો, પ્લીઝ...
  • પાંચ એકર જમીન, ૧૧૨ કરોડ રૂપિયાનું બજેટ… રાજન સિંહ નામના એક મનુષ્યપ્રાણીએ બિહારમાં નરેન્દ્ર મોદી મંદિરના નિર્માણની ઘોષણા કરી છે. અયોધ્યા મંદિરમાં થયેલી ચોરી વિશે એણે એવાં ત્રાસજનક નિવેદનો આપ્યાં છે કે…

બસ, આ જ બાકી રહી ગયું હતું. રાજન સિંહ નામનો એક મનુષ્યપ્રાણી, જે પોતાના નામની આગળ 'ડોક્ટર' લગાડે છે, એણે બિહારના પટણા શહેરમાં નરેન્દ્ર મોદી મંદિરના નિર્માણની ઘોષણા કરી છે. આ માણસ બિહાર સ્ટેટ ટ્રાન્સજેન્ડર વેલફેર બોર્ડનો વાઇસ પ્રેસિડન્ટ છે. એણે રાજ્ય સરકાર સામે પ્રસ્તાવ મૂક્યો છે કે આ મંદિરના નિર્માણ માટે એની સંસ્થાને પાંચ એકર જમીન વત્તા ૧૧૨ કરોડ રૂપિયા ફાળવવામાં આવે કે જ્યાં 'ભગવાન શ્રી નરેન્દ્ર મોદી'ની સુવર્ણ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે. આ માણસની હિંમત જુઓ. એ અને એના સાથીઓએ પછી દિલ્હી પ્રેસ ક્લબમાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી, ત્યાં નરેન્દ્ર મોદીની પ્રતિમાના કટ-આઉટની એમણે રીતસર આરતી કરી, તેના પર પુષ્પવૃષ્ટિ કરી અને મોદી ચાલીસાનું સમૂહગાન પણ કર્યું. અધૂરામાં પૂરું, એણે અયોધ્યાના રામ મંદિરમાં થયેલી ચોરીને 'કૃષ્ણલીલા'માં ખપાવી દીધી. દિલ્હી પ્રેસ ક્લબવાળાઓએ આ પ્રેસ કોન્ફરન્સને અધવચ્ચેથી જ અટકાવી દીધી તે સારું કર્યું. સોશિયલ મિડીયા પર સ્વાભાવિક રીતે જ આ રાજન સિંહની નૌટંકી ખૂબ ચગી. એણે રામ મંદરિમાં થયેલી ચોરીનો કરેલો બચાવ સાંભળો અને નેટિઝન્સે એના આ આખા કારનામા પર કેવી કેવી કમેન્ટ્સ કરી છે કે પણ જુઓ…

અયોધ્યા રામ મંદિર મેં ચોરી નહીં હુઈ હૈ. અગર એક યાદવ જાતિ કે વ્યક્તિને ભગવાન રામજી કે યહાં પર કુછ માખન કે રૂપ મેં ચુરા લિયા તો ઉસે ચોરી મત કહીએ. ઉનકી (ચોરી કરનેવાલે કી) જાતિ યાદવ થી, વો કૃષ્ણ કે રૂપ થે. તો જૈસે કૃષ્ણ માખન ચુરાતે થે ઉસી તરહ થોડા બહોત હુઆ હૈ, બાકી ઔર કુછ નહીં હુઆ. સનાતન મેં કુછ ચોરી નહીં હોતા… યે શ્રી રામજી ઔર શ્રી કૃષ્ણજી કા બાલપન કા ખેલ હૈ. ભગવાન શ્રી રામ ઔર કૃષ્ણજી કી દોસ્તી હૈ યે. ઇસકો ચોરી કા નામ મત દીજિયે.

  • રાજન સિંહ

ક્યાં ગયા હિન્દુ ધર્મની રક્ષા કરનારા વીર યોદ્ધાઓ? એમની ધાર્મિક ભાવના આ બકવાસ સાંભળીને દુભાતી નથી?

૩ કરોડ વસ્તી ધરાવતા ઇંગ્લેન્ડે ૪૦ કરોડની વસ્તીવાળા ભારતને ગુલામ કેવી રીતે બનાવ્યું હતું તે હવે સમજાય છે…

દેશ સંકટમાં છે…

આ દેશને સાદી હોસ્પિટલની નહીં, મેન્ટલ હોસ્પિટલની વધારે જરૂર છે.

બનાવો બનાવો મોદી મંદિર બનાવો… ને બાજુમાં બીજા નેતાઓની નાની નાની દેરીઓ પણ બનાવજો.

કમસે કમ પાંચ હજાર કરોડનું મંદિર બનાવજો… તો જ વટ પડશે.

અરે, મોદીજી હજુ ખડેધડે છે, હાજરાહજૂર છે. જીવતા માણસના મંદિર ન હોય, ભાઈ.

તું મંદિર બનાવ… તારી ચંપલથી પૂજા અમે કરીશું.

ભાઈ, કોઈ મને પણ ભગવાન બનાવી દો, હું બધાની રક્ષા કરીશ અને આશીર્વાદ પણ આપીશ.

બિહારીઓનું ભલુ પૂછવું, વો કુછ ભી કર સકતે હૈં!

તારે મોદીજીની પૂજા કરવી હોય તો તારા ઘરની અંદર કર. કોણ રોકે છે તને? તું મોદીજીની સોનાની મૂર્તિ બનાવડાવ કે હીરાની મૂર્તિ બનાવડાવ… અમને કશો ફર્ક પડતો નથી, પણ જનતાના ટેક્સના પૈસા પર નજર નાખવાની હિંમત પણ કેવી રીતે થઈ તારાથી?

મિડીયા આ મૂરખને આટલું બધું મહત્ત્વ આપે છે જ શા માટે?

પહેલા હિંદુ ધર્મ ખતરામાં હતો, હવે ભગવાન પોતે ખતરામાં આવી ગયા છે.

જો નરેન્દ્ર મોદી ભગવાન છે તો ડોનાલ્ડ ટ્રમ્પ કોણ છે? ભગવાન પ્રો મેક્સ?

અરે, નરેન્દ્ર મોદીનું મંદિર રાજકોટ નજીક કોઠારિયા ગામે ઓલરેડી બની ચૂક્યું છે, ફેબુ્રઆરી ૨૦૧૫માં. ત્યાં મોદીના સમર્થકોએ એમની આરસની મૂર્તિની પૂજા કરવાનું અને આરતી ગાવાનું પણ શરૂ કર્યું હતું, પણ પછી મોદીજીને જેવી આ મંદિર વિશે જાણ થઈ કે તરત એમણે ખુદ આ મંદિરનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ રાજકોટ પ્રશાસને મોદીજીની મૂર્તિ તરત હટાવી દીધી હતી…

પાંચ એકર જમીન, ૧૧૨ કરોડ રૂપિયાનું બજેટ… મંદિરની ક્યારે પ્રાણપ્રતિષ્ઠા થશે ને તે ક્યારે જનતા માટે ખુલ્લું મૂકાશે એ પણ કહી દો. પાક્કી તારીખ આપો, નહીં તો આ પ્રપોઝલ નહીં, વોટ્સએપ યુનિવર્સિટીનો પ્રોજેક્ટ વધુ લાગશે.

જિંદગીમાં ક્યારેય અપશબ્દ બોલ્યો નથી, પણ આ વાંચીને લાઇફમાં પહેલી વાર ગંદી ગાળ દેવાનું મન થાય છે.

અજય સિંહ નામનો આ માણસ ટ્રાન્સવુમન છે, મીન્સ કે એ પુરૂષ તરીકે જન્મ્યો છે, પણ પોતાને સ્ત્રી તરીકે આઇડેન્ટિફાય કરે છે.

અરે, અજય સિંહ નામનો આ માણસ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં સાઉથ દિલ્હીની સીટ પર અપક્ષ ઉમેદવાર તરીકે ઊભો રહ્યો હતો ને એને ગણીને ૩૨૫ મત મળ્યા હતા. ૨૦૨૫માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી પણ લડયો હતો, તત્કાલીન ચીફ મિનિસ્ટર આતિશી માર્સેના સામે. તે પણ, અફકોર્સ, હાર્યો.

નરેન્દ્ર મોદીનું ખાલી નામ છે, મૂળ તો મંદિર એટલે લાખો-કરોડોની આવક. તમે સમજોને, યાર.

પહલે રાહુલ ગાંધી કા મંદિર બનેગા, ઉસકે બાદ હી નરેન્દ્ર મોદી કા.

મંદિર કરદાતાઓના પૈસામાંથી કોણ મંદિર બનાને છે, ભાઈ? શ્રદ્ધાળુઓના દાનમાં મંદિર બનાવો.

આવી વિલક્ષણ પ્રતિભા સમગ્ર વિશ્વમાં ફક્ત ભારતમાં જ હોય છે.

સોનિયા ગાંધીનું મંદિર

જુઓ, મેં ઇન્ટરનેટ પર પાક્કું રિસર્ચ કર્યું છે. તેલંગણામાં સોનિયા ગાંધીનું મંદિર છે, એક્ટર-એક્ટિવિસ્ટ સોનુ સૂદનું મંદિર છે, અરે, ડોનાલ્ડ ટ્રમ્પ સુધ્ધાંનું મંદિર છે. બિહારના અટરવાલિયામાં સચિન તેંડુલકરનું મંદિર છે. માત્ર સાઉથના એક્ટરોનાં જ મંદિરો બને છે એવું નથી, કોલકાતામાં અમિતાભ બચ્ચનનું મંદિર પણ બન્યું છે. જો ભારતમાં સોનિયા ગાંધી અને ટ્રમ્પનાં મંદિરો બની શકતાં હોય તો નરેન્દ્ર મોદીના મંદિર સામે ટેકનિકલી કશો વાંધો ન હોવો જોઈએ. શું કહો છો?

ડોનાલ્ડ ટ્રમ્પનું મંદિર