નો કેપ અને ફુલ સ્લે: જેન-ઝીની નવી ભાષા

- નેટ-બોલી
સૌ થી પહેલાં, નો કેપ
(No Cap) વિશે વાત કરીએ. શો અર્થ થાય આ શબ્દપ્રયોગનો?
'નો કેપ'નો સીધો અર્થ થાય છે - કોઈ જૂઠાણું નહીં, કોઈ અતિશયોક્તિ નહીં, સહેજ પણ ફેંકાફેંક નહીં, હું જે કહું છું તે સાચું જ છે. આજની યુવા પેઢી કોઈ વાત પર ભાર મૂકવા અથવા પોતાની વાતની સચ્ચાઈ દર્શાવવા આ શબ્દપ્રયોગ કરે છે. માની લો કે કોઈ કહે, 'આ વર્ષની સૌથી શ્રે ફિલ્મ 'ધૂરંધર' છે, નો કેપ!' તો તેનો અર્થ એ થયો કે તે ખરેખર 'ધૂરંધર'ને આ વર્ષની શ્રે ફિલ્મ માને છે. આ શબ્દપ્રયોગની સામે 'કેપ'નો અર્થ થાય છે, જૂઠું બોલવું કે વાતને વધારીને રજૂ કરવી. કોઈની વાત પર શંકા હોય તો કહી શકાય કે, 'ધેટ્સ કેપ!', એટલે કે 'આ તો સાવ જૂઠું છે!'
ઉપયોગ કેવી રીતે થાય?
'નો કેપ'નો ઉપયોગ સામાન્ય રીતે વાક્યના અંતે થાય છે. જેમ કે, 'આ રેસ્ટોરાંના પિઝા અદ્ભુત છે, નો કેપ.' અથવા 'મેં આખી રાત વાંચ્યું છે, નો કેપ.' મિત્રો વચ્ચેની વાતચીત, સોશિયલ મીડિયા પોસ્ટ, વીડિયો અને કમેન્ટ્સમાં તેનો ઉપયોગ થાય છે.
આ શબ્દપ્રયોગ ટિકટોક કે ઇન્સ્ટાગ્રામની પેદાશ નથી. અમેરિકાના આફ્રિકન-અમેરિકન સમુદાયની બોલચાલમાં 'કેપ'નો ઉપયોગ જૂઠાણું કે બડાઈ મારવાના અર્થમાં ઘણા સમયથી થતો આવ્યો છે. હિપ-હોપ સંગીતે તેને વધુ ઓળખ અપાવી. ખાસ કરીને ૨૦૧૭માં રેપર્સ ફ્યુચર અને યંગ થગના 'નો કેપ' ગીત પછી આ શબ્દપ્રયોગ યંગસ્ટર્સમાં ઝડપથી પોપ્યુલર થયો. ત્યાર બાદ સોશિયલ મીડિયા દ્વારા તે દુનિયાભરમાં ફેલાયો.
હવે બીજો શબ્દપ્રયોગ:
સ્લે (જીનચઅ)
એટલે શું?
'સ્લે'નો શાબ્દિક અર્થ છે કોઈનો વધ કરવો, પરંતુ યુવાનોની બોલચાલમાં તેનો અર્થ તદ્દન જુદો છે. કોઈ વ્યક્તિએ અફલાતૂન કામ કર્યું હોય, પોતાના દેખાવ કે પર્ફોર્મન્સથી સૌને પ્રભાવિત કર્યા હોય કે કોઈ કામમાં કમાલ કરી હોય ત્યારે તેને 'સ્લે' કહેવામાં આવે છે. આ શબ્દ પ્રશંસા વ્યક્ત કરવા માટે વપરાય છે. જેમ કે, 'યુ સ્લેડ ધેટ આઉટફિટ!' એટલે કે 'તારો એ ડ્રેસ તો એકદમ જબરદસ્ત છે!' કોઈના ડાન્સ, ગાયન, અભિનય, ફેશન કે આત્મવિશ્વાસનાં વખાણ કરવા પણ આ શબ્દ વપરાય છે.
ઉપયોગ કેવી રીતે થાય?
કોઈ મિત્ર સુંદર તૈયાર થઈને આવ્યો હોય તો તેને 'સ્લે!' કહીને બિરદાવી શકાય. કોઈએ શાનદાર રજૂઆત કરી હોય તો કહેવાય કે, 'યુ સ્લેડ ઇટ!' ક્યારેક 'સ્લે ક્વીન' કહીને કોન્ફિડન્સથી ભરપૂર સ્ટાઇલિશ યુવતીનાં વખાણ પણ કરવામાં આવે છે.
'સ્લે' આમ તો અંગ્રેજી ભાષાનો જૂનો શબ્દ છે, પરંતુ આજના અર્થમાં તેનો ઉપયોગ ખાસ કરીને ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં ન્યૂયોર્કની બ્લક, લેટિન અને ક્વિયર બાલરૂમ સંસ્કૃતિમાં થતો હતો. નૃત્ય, વેશભૂષા અને દેખાવમાં અસાધારણ પ્રદર્શન કરનારને 'સ્લે' કહેવામાં આવતું. ૧૯૯૦ની દસ્તાવેજી ફિલ્મ 'પરિસ ઇઝ બનગ' અને ત્યાર બાદ 'રુપોલ્સ ડ્રેગ રેસ' જેવા કાર્યક્રમોએ તેને વધુ લોકપ્રિય બનાવ્યો. ૨૦૧૬માં બિયોન્સના ગીત 'ફોર્મેશન'થી આ શબ્દ મેઇનસ્ટ્રીમ મ્યુઝિક અને પોપ કલ્ચરમાં વધુ પ્રચલિત થયો. આજે સોશિયલ મીડિયા પર તે પ્રશંસા વ્યક્ત કરવાનો લોકપ્રિય શબ્દ બની ગયો છે.




