Shatdal

નીતિન ગડકરી: મૈં શરમીંદા હૂં...

By GS Team
15 Sep 20261 min read
નીતિન ગડકરી: મૈં શરમીંદા હૂં...
  • ટ્રોલ બેબી ટ્રોલ

જી, બિલકુલ. હમણાં નીતિન ગડકરી ખુદ એવું જાહેરમાં બોલ્યા કે મુંબઈ-ગોવા હાઇવેને પહોળો કરવાનું કામકાજ, કે જે ૨૦૧૧માં શરૂ થયું હતું, તે મૂળ આયોજન પ્રમાણે ૨૦૧૬માં પૂરું થઈ જવું જોઈતું હતું, પણ આ વાતને દસ વર્ષના વહાણા વાઈ ગયા છે અને ૭-૮ ટકા કામ હજુય બાકી છે. આ હાઇવે આખો કંપલીટ થઈ જશે અને એની ઉદઘાટન વિધિમાં હું (એટલે કે નીતિક ગડકરી) હાજર નહીં રહું, કેમ કે મારા રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મિનિસ્ટ્રીએ આ પ્રોજેક્ટ હેન્ડલ કરવામાં જે ભયાનક ઢીલ કરી છે તેને કારણે મને શરમ આવી રહી છે.
એટલે શું નીતિન ગડકરી કક્ષાના યુનિયન મિનિસ્ટરે આમ સામેથી શરમની લાગણીની નિખાલસતાપૂર્વક કબૂલાત કરી એટલે જનતાને સંતોષ થયો? ના રે ના. હોય કંઈ? સોશિયલ મિડીયા પર સાહેબ ટ્રોલ થયા જ. જુઓ થોડા નમૂના…

ના ના, કેમ? તમે પેટ્રોલમાં ઇથેનોલ ભળવ્યું, વાહનોની એવરેજ ઘટાડી, વાહનોનાં એન્જિનોની વાટ લગાડી, ટોલ ટોક્સ વધાર્યો… આ બધાં કામ તો તમે મસ્ત રીતે કંપલીટ કર્યાં જ છેને, 'રોડકરી'સાહેબ! શરમાવાનું શું કામ?

કામ ક્યાંથી પૂરું થાય?
તમે ઇથેનોલ-૨૦ને પ્રમોટ કરવામાંથી ઊંચા આવો તો ને?

બધો વાંક
જવાહરલાલ નેહરુનો છે!

કિંગ ઓફ ઇથેનોલ.

ગડકરીજી, રિઝાઇન પ્લીઝ.