Shatdal
સંગીત હૃદયથી ગવાય, મુખથી નહીં !
By GS Team
14 Jul 20262 mins read
દેહૂ ગામના મંદિર પ્રાંગણમાં સંત તુકારામના કીર્તન સાંભળવા વિશાળ મેદની ઉમટી પડી હતી. તુકારામની લોકપ્રિયતાથી આકર્ષાઈને ગવઈ બૂવા ત્યાં આવ્યા. તાલ-રાગ વિનાનું તેમનું ભજન સાંભળી ગવઈ બૂવા ગુસ્સે થયા અને મંદિરની ભીંત પર પોતાની સંગીતજ્ઞાનની શેખી મારી. બીજા દિવસે ગવઈ બૂવાના સંગીતમાં લોકોને રસ ન પડતાં, તુકારામે ભીંત પર લખ્યું, "સંગીત હૃદયથી ગાવું જોઈએ, મુખથી નહીં."
00:00
00:25
Summarized by AI; it may make mistakes. Check important info
દેહૂ ગામના મંદિર પ્રાંગણમાં સંત તુકારામના કીર્તન સાંભળવા વિશાળ મેદની ઉમટી પડી હતી. તુકારામની લોકપ્રિયતાથી આકર્ષાઈને ગવઈ બૂવા ત્યાં આવ્યા. તાલ-રાગ વિનાનું તેમનું ભજન સાંભળી ગવઈ બૂવા ગુસ્સે થયા અને મંદિરની ભીંત પર પોતાની સંગીતજ્ઞાનની શેખી મારી. બીજા દિવસે ગવઈ બૂવાના સંગીતમાં લોકોને રસ ન પડતાં, તુકારામે ભીંત પર લખ્યું, "સંગીત હૃદયથી ગાવું જોઈએ, મુખથી નહીં."
00:00
00:25
Summarized by AI; it may make mistakes. Check important info

- ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઈ
દે હૂ ગામમાં આવેલા મંદિરના પ્રાંગણમાં સંત તુકારામનાં કીર્તન સાંભળવા વિશાળ માનવમેદની એકત્રિત થઇ હતી. સંત તુકારામ ઇશ્વરભક્તિમાં એકલીન થઇને ગાન કરતા હતા અને શ્રોતાસમૂહ ભક્તિરસમાં આનંદ તરબોળ બની ગયો હતો.
તુકારામની લોકપ્રિયતાની એ જમાનાના પ્રસિદ્ધ ગવૈયા ગવિઈ બૂવાને જાણ થઈ. સંગીતના ઊંડા મર્મજ્ઞા ગવઈ બૂવાએ વિચાર્યું કે આટલા બધા લોકોને આકર્ષી શકનાર તુકારામ જરૂર સંગીતના ઊંડા મર્મજ્ઞા હોવા જોઇએ. સંગીત શાસ્ત્રોનું એમણે આકંઠ પાન કર્યું હશે અને એકેએક રાગ, તાલ અને લયનું શાસ્ત્રીય સ્વરૂપ એમની પાસે હશે.
તુકારામની કીર્તિથી આકર્ષાઇને ગવઈ બૂવા એમનાં ભજનો સાંભળવા આવ્યા. વિશાળ લોકસમુદાય તુકારામનાં ભજનો સાંભળીને ડોલતો હતો. બધા એક સાથે તાળી પાડીને ઝૂમતા હતા.
ગવઈ બૂવાએ આ ભજનો સાંભળ્યાં, પણ એ તો અકળાઈ ઊઠયા. 'અરે ! આ તે ગાય છે કેવું ? ન તાલનો ખ્યાલ છે, ન રાગની જાણકારી છે.'
આ મશહૂર ગવૈયા અધવચ્ચે ઊભા થયા. એમના ચહેરા પર તિરસ્કારનો ભાવ હતો. મુખની રેખાઓ ઘણી સખત હતી અને જાણે ભજન તુચ્છ હોય તેમ તેઓ એમના વર્તનથી સૂચવતા હતા.
મંદિરના પ્રાંગણમાંથી બહાર નીકળતી વખતે આ મશહૂર ગવૈયાએ મંદિરની ભીત પર લખ્યું,
'સંગીત ગાવા માટે શાસ્ત્રનો પૂરો ખ્યાલ હોવો જોઇએ. હંમેશાં તાલ સ્વરથી જ ગાવુ જોઇએ. આ રીતે આમતેમ ગવાય નહીં. અહીં મારું સંગીત સાંભળવા આવજો એટલે સાચી સમજ પડશે.'
બીજે દિવસે સાંજે ગવઈ બૂવા મંદિરના પ્રાંગણમાં આવ્યા અને સંગીત શરૂ કર્યું.
સંત તુકારામ એમનો કાર્યક્રમ સાંભળવા ગયા અને ગવઈ બૂવા સંગીતકારની પેઠે ચહેરાના ભાવો બદલતા, સૂરો બદલતા અને સંગીતશાસ્ત્રની સમજ આપતા ગાવા લાગ્યા. તુકારામ પ્રત્યેની તોછડાઈ અને પોતાના સંગીતજ્ઞાાનનો અહંકાર દેખાડતા હતા; પરંતુ લોકોને આમાં રસ ન પડયો.
સંગીતને બદલે અહંકારનું પ્રદર્શન વધુ લાગ્યું, આથી એક પછી એક લોકો ઉઠવા લાગ્યા. આખરે તુકારામ પણ આ ભાવહીન શુષ્ક સંગીતથી કંટાળ્યા અને ઊઠીને બહાર જવા લાગ્યા. બહાર જતી વખતે એમણે મંદિરની ભીંત પર લખ્યું,
'સંગીત હૃદયથી ગાવું જોઇએ, મુખથી નહીં. હૃદય રેડયા વગરનું સંગીત માત્ર મુખની કસરત બને છે.'
કલા એવી બાબત છે જેમાં કલાકારનો આત્મા એકાકાર થવો જોઇએ. એમ થાય તો જ એ કલા હૃદયસ્પર્શી બનેે છે અને તે શ્રોતાજનનાં અંતરને સ્પર્શે છે









