શિશુને આપવાના પૂરક આહાર વિશે આટલું જાણો

- માર્ગી
- પૂરક આહાર સુપાચ્ય બની રહે તે માટે ગાયનું ઘી, સારી રીતે શેકીને દળેલું જીરૂ, હળદર, મરી-ખૂબ જ અલ્પ માત્રામાં ખોરાકમાં ઉમેરી શકાય.
બા ળકના જન્મના પ્રથમ છ મહિના સુધી માતાનું દૂધ જ શિશુ માટે સર્વશ્રેષ્ઠ અને સંપૂર્ણ આહાર છે જેના વિષે આ પહેલાના લેખમાં જાણ્યું.
જેમ-જેમ શિશુનો વિકાસ થતા જાય છે, તેમ તેમ એની ખોરાક અને પોષણની જરૂરિયાત વધે છે. તેથી માતાના દૂધ ઉપરાંત પૌષ્ટિક આહાર જરૂરી છે - જેને પૂરક આહાર
કહેવાય છે.
પૂરક આહાર શરૂ કરાવતી વખતે ધ્યાનમાં રાખવું કે
૧. એક સમયે કોઈ આહારથી શરૂઆત કરવી.
૨. ઓછામાં ઓછું માપ આશરે એક ચમચી (૫ મીલી)થી શરૂઆત કરવી અને ક્રમશ: શિશુની રુચિ અનુસાર માપ વધારવું.
૩. શિશુને ક્યારેય એની ઇચ્છા વિરુદ્ધ, પ્રયત્નપૂર્વક ન ખવડાવવું. આમ કરવાથી એની યેા ગૈજોમિ થઇ અપચા જેવી તકલીફ થાય છે.
૪. ખોરાક હંમેશા તાજો, નરમ, સ્વચ્છ અને સરળતાથી ગળી શકાય એવો આપવો.
પૂરક આહારમાં
શું આપી શકાય?
આપણી પરંપરામાં શિશુને પ્રથમવાર ખોરાક આપવાની અન્નપ્રાશન વિધિમાં ગાયના દૂધમાં ચોળી નાખેલો ભાત અથવા ખીર આપવાનો એક રિવાજ છે. ત્યાર પછી નિયમિત રીતે શિશુને પૂરક આહાર શરૂ કરવામાં આવે છે.
જેમાં ચોખા કે ઘઉંની, ગાયના પેશ્ચ્યુરાઇઝ્ડ દૂધમાં બનાવેલી રાબ આપી શકાય.
દળિયાની ખીર, દાળનો ઘટ્ટ સૂપ, ખૂબ પોચી ઢીલી ખીચડી, શીરો, ચોળેલા ક્રશ દાળ અને ભાત શિશુ માટે પૌષ્ટિક છે. માતાના દૂધ ઉપરાંત એક ટંકમાં ગાયનું પેશ્ચ્યુરાઇઝડ દૂધ અડધા ભાગે પાણી મેળવી, સારી રીતે ઉકાળી, ઠંડુ કરી આપી શકાય. ઉપર જણાવેલ રાબ અને દૂધ સુપાચ્ય બનાવવા એમાં ચપટી સૂંઠ, ગંઠોડા તથા વાવડિંગ ઉમેરી શકાય. ઘરે તાજા મેળવેલા દહીંમાંથી પાતળી મોળી છાશ બનાવી આપી શકાય.
શાક તરીકે ખૂબ સારી રીતે બાફીને મસળ્યા બાદ શક્કરીયા, ગાજર, કોળુ, દૂધી આપી શકાય. ઋતુ અનુસાર ફળો શરૂ કરાવતી વખતે ફળોને બાફ્યા પછી મસળીને આપવા. કેળું, કેરી, પપૈયું, ચીકુ, સફરજન, ટેટી, છાલ કાઢેલી દ્રાક્ષનો રસ શિશુ માટે રુચિ વઘારનાર છે. (ફળોની છાલ અચૂક કાઢી નાખવી)
પૂરક આહાર સુપાચ્ય બની રહે તે માટે ગાયનું ઘી, સારી રીતે શેકીને દળેલું જીરૂ, હળદર, મરી-ખૂબ જ અલ્પ માત્રામાં ખોરાકમાં ઉમેરી શકાય. પણ મરચાં, તીખા-ગરમ મસાલા, લસણ, તળેલો ખોરાક, ટીન પેક્ડ ફૂડ ખોરાકમાં ન આપવા.
આમ, ૬થી ૮ મહિનાના શિશુને નરમ, મસળેલો, ઘટ્ટ પ્રવાહી ખોરાક ૮થી ૧૦ મહિના દરમ્યાન થોડો દાણાદાર, અર્ધઘન, સારી રીતે ચડવેલો ખોરાક અને ૧૦થી ૧૨ મહિના દરમ્યાન પોચો તાજો, જે તે ઘરમાં પરંપરાથી બનતો આહાર આપી શકાય.
નવો ખોરાક આપતી વખતે ખાસ ધ્યાન રાખવું કે શરૂઆતના ૨-૩ દિવસમાં શિશુનું પેટ ફૂલવું, ઉલટી, ઝાડા કે બાળક ખૂબ રડતું હોય, પેટમાં ચૂંક જેવું લાગે. ચામડી પર એલર્જિક રિએકશન જેવી તકલીફ જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવો કારણ કે કેટલાંક બાળકોને વિશેષ ખોરાકની એલર્જી હોઈ શકે છે તો કેટલાક બાળકો પ્રોટિનને પચાવવા અસક્ષમ હોય છે.









